સૂર્ય દરેક લોકોને પ્રાણ અને જીવન પ્રદાન કરે છે. સુર્યના કિરણો કોઈ પણ વ્યક્તિને તેજસ્વી બનાવી શકે છે, પરંતુ સવારના સૂર્યના કિરણો હોય તો…સૂર્ય નમસ્કાર ધ્વનિ, આસન અને મુદ્રાનો સંયોગ છે, જેમાં સૂર્યના પ્રકાશનો અદ્દભુત ઉપયોગ કરવામાં આવે છે.

સૂર્ય નમસ્કાર પ્રાચીન સમયથી યોગ ગુરુઓની વચ્ચે ઘણો ચર્ચાનો વિષય રહ્યો છે. સૂર્ય નમસ્કાર વિદેશોમાં પણ આટલો જ લોકપ્રિય છે. સૂર્ય નમસ્કારથી તન, મન અને વાણી… આ ત્રણેય ચીજોને શાંતિ અને શકિત મળે છે. જ્યારે સૂર્ય નમસ્કાર શરીરના ઘણા અંગોને ક્રિયાશીલ બનાવે છે.

એવું કહેવાય છે કે સૂર્ય નમસ્કાર 12 આસનો મળીને બને છે. એટલા માટે રોજ માત્ર સૂર્ય નમસ્કાર કરવાથી તમારા શરીરને ઉર્જા મળે છે અને રોગોથી બચાવે છે. સૂર્ય નમસ્કાર કરવાથી પેટની માંસપેશીઓ મજબૂત થાય છે અને પાચન શક્તિ વધે છે. શરીરના વધતા વજનને અકુંશમાં લાવે છે. મન શાંત થાય છે અને આળસને દૂર ભગાડે છે. આ વ્યાયામ કરવાથી શરીરમાં લોહીનું ભ્રમણ ઝડપી બને છે અને બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. જો તમે વાળની સમસ્યાથી પીડાતા હોય તો આ યોગા અભ્યાસ તમારા વાળને અસમય સફેદ થવામાં, ખરવાની સમસ્યાથી બચાવે છે. શરીરમાં તાજગી રહે છે અને મનની એકાગ્રતાને જાળવી રાખવામાં મદદ કરે છે.

 સુર્ય નમસ્કાર શા માટે કરવા ?

આ પહેલો પ્રશ્ન હોઈ શકે છે જે મોટ ભાગે આપણે આવી શકે છે. બે કારણો માટે સૂર્ય નમસ્કાર મહત્વના છે. પહેલુ, તે આખા શરીર માટે મહત્વનુ વર્ક આઉટ હોઈ શકે છે. – સ્ટ્રેચિંગ, સ્નયુઓને મજબૂત બનાવવા અને ફ્લેક્સિબલ  બનાવવા, વજન ઉતારવા માટે ઉત્તમ કસરત છે, ધ્યાનમા જવા માટે. બીજુ, સૂર્યનમસ્કાર આપણે ટૅક આપે છે સૂર્યને કૃતજ્ઞ થવા માટે. જેના વગર પૃથ્વી પર જીવન શક્ય નથી.

સૂર્ય નમસ્કાર કરવાનો ઉત્તમ સમય ? 

વહેલી સવારે સૂર્યોદય વખતે સૂર્યનમસ્કાર કરવા ઍ સારો વિચાર છે, ખાલી પેટે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.