ખાનગી શાળાઓ ભરચક, બીજા તબકકાનું શું?

ગુજરાત હાઈકોર્ટ ગુરૂવારે રાજય સરકારને રાઈટ ટુ એજયુકેશન હેઠળ ખાનગી શાળાઓમાં ગરીબ બાળકોના મફત પ્રવેશ માટેના બીજા રાઉન્ડમાં ઢીલી નીતિ રાખવા અંગેની જાહેર હિતની અરજી પીઆઈએલની માગં કરી હતી અધિનિયમ પીટીશન ચંદ્રાવર્ણ ધ્રુવે ફરિયાદ કરરી છે કે સરકારે પ્રવેશના બીજા રાઉન્ડનાં વચન આપ્યું હતુ કે તેઓ નવો શૈક્ષણીક સત્ર શરૂ કરશે.

પરંતુ તેને લઈને હજુ કોઈ કામગીરી સ્પષ્ટ ન થતા તેમણે પીઆઈએલ દાખલ કરી હતી રાજયમાં ૪૫૫૩૨ બાળકો છે. જે હજુ રાઈટ ટુ એજયુકેશન હેઠળના પ્રવેશ માટે રાહ જોઈ રહ્યા છે. સરકારે આરટીઆઈ હેઠળ ૧,૮૭,૬૬૦ અરજીઓ મેળવી હતી અને ૧,૨૫,૯૨૨ અરજીઓ આપવામાં આવી હતી જેમાંથી પ્રથમ રાઉન્ડમાં રાજયભરમાંથી માત્ર ૮૦૧૯૯ બાળકોને એડમીશન આપવામા આવ્યું હતુ.

અરજદાર ધ્રુવ જણાવે છે કે સરકાર બીજા રાઉન્ડમાં આરટીઆઈના બાળકોને એડમીશન અપાવવા માટે બંધાયેલ છે. પરંતુ ખાનગી શાળાઓમાંતો કોઈ જગ્યા ખાલી જ નથી જેમાં ધો.૧ના ગરીબ બાળકોમાટે ૨૫ ટકાની સીટો કયાંથી ખાલી કરાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.