અમરેલી પાણી પુરવઠા વિભાગ દ્વારા લાખો રૂપિયાના ખર્ચે 2 કરોડ લીટર પાણીના સ્ટોરેજ માટે સંપ બાંધી દેવામાં આવ્યો હતો પરંતુ બન્યા બાદ ઉપયોગમાં જ લેવામાં ન આવતો હોવાને કારણે પ્રજાના પૈસાનું પાણી થઇ રહ્યું છે. આ બેદરકારીને લઈ ને મુખ્યમંત્રી સુધી રજૂઆત પણ કરવામાં આવી છે છેલ્લા ચાર વર્ષથી બંધ હાલતમાં સંપ અમરેલી પાણી પુરવઠા વિભાગ દ્વારા કુંકાવાવના ઉજળા ખાતે 2 કરોડ લીટર પાણીનું સ્ટોર થઈ શકે તે માટે સંપ ઉભો કરી દેવામાં આવ્યો હતો. આ સંપનું કામ 2016/17માં કરવામાં આવ્યું હતું. પરંતુ છેલ્લા 4 વર્ષથી મશીનરી ન હોવાને કારણે પડતર હાલતમાં ધૂળ ખાઈ રહ્યો છે.
સરકાર દ્વારા આ સંપ બનાવી પ્રજાના પૈસાનો વેડફાટ કરવામાં આવ્યો હોવાનો પણ આરોપ લગાવ્યો છે. આ સંપ બનાવવાને લઈને અમરેલીના આરટીઆઈ એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડીયા દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે, આ કામ ચાવંડ ખાતે મંજૂર થયો હતો અને કાળુભાર યોજના અંતર્ગત લાઠી-લીલીયાના ગામોને પાણી પહોંચાડવામાં આવે તે માટે મંજૂર થયો હતો. જોકે તે પડ્યું રહ્યું અને વડિયા-કુંકાવાવ તાલુકામાં ચોકી ઉજળા નજીક સંપ બન્યો અને તે પણ પડતર હાલતમાં છે આ સંપ ચાલુ કરવા માટે પણ પ્રશાસન દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવી તે પણ ગંભીર બાબત છે જેથી આ અંગે પણ તપાસ કરવામાં આવે તો મોટો ખુલાસો થઇ શકે તેવો આરોપ મૂક્યો હતો.
આ ઉપરાંત વોટ્સએપ દ્વારા સરકારના મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી દામનગર કાળુભાર પાણી પુરવઠા ના કાળા કારોબાર વિજિલન્સ તપાસ કરાયો તો કરોડો ના કૌભાંડો બહાર આવી શકે છે ગામડા ઓમાં જતી લાઈનો માંથી બે ફામ ખાનગી જોડાણો દામનગર કાળુભાર પાણી પુરવઠા ની કચેરી ઓનો ઇમલો કર્મચારી ઓએ બારોબાર કોઈ અપસેટ કે હરાજી વગર વેચી માર્યા ની ફરિયાદ હજી ઉભી છે ત્યાં વધુ એક કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ની કળા ઉજાગર કરતા સુખડીયા.