સ્વનિર્ભર કોલેજોમાં 61 ટકા જગ્યા ખાલી, સરકારી કોલેજોમાં 49.66 ટકા, જ્યારે ગ્રાન્ટ-ઇન-એઇડમાં 26 ટકા જગ્યાઓ ખાલી-ખમ
ગુજરાતમાં એક સમય એવો હતો કે, વિદ્યાર્થીઓને એન્જિનિયરીંગ કોલેજમાં અભ્યાસ કરવા માટે કોલેજોમાં ધક્કા ખાવા પડતા હતા અને કોલેજમાં એડમિશન મળવું મુશ્કેલ હતું. જેના કારણે ગુજરાતમાં એન્જિનિયરીંગ કોલેજોની ઘણી નવી શાખાઓ ખુલી હતી. પરંતુ હવે એન્જિનિયરીંગ કોલેજોની પરિસ્થિતિ એકદમ વિપરીત થઈ ગઈ છે. પહેલા વિદ્યાર્થીઓ કોલેજમાં એડમિશન મેળવવા માટે ધક્કા ખાતા હતા, ત્યારે હવે કોલેજ વિદ્યાર્થીઓને શોધવા જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ કહેવાનું કારણ કે, એ જ છે કે, ગુજરાતમાં એન્જિનિયરીંગ કોલેજોની કુલ 55 હજાર જેટલી બેઠકો છે જે પૈકી સ્વનિર્ભર કોલેજોમાં 61 ટકા બેઠકો ખાલી-ખમ છે. એટલુંજ નહીં સરકારી કોલેજોમાં 49.66 ટકા, જ્યારે ગ્રાન્ટ-ઇન-એઇડમાં 26 ટકા જગ્યાઓ ખાલી-ખમ પડેલી છે.
પરંતુ હાલ જે મેડિકલ બાદ એન્જિનિયરિંગ કોલેજોની દૂરદશા થઈ છે તેના કારણે સમગ્ર ગુજરાતમાં એન્જિનિયર નું ભવિષ્ય ધૂંધળું થયું હોય તેવું લાગી રહ્યું છે. આગામી દિવસોમાં સરકાર અને એન્જિનિયરિંગ કોલેજ હોય આ અંગે ગંભીરતાથી વિચારવું પડશે કારણકે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા ન થઈ શકે. વર્ષ 2022-23 માં 61 ટકા જગ્યાઓ ખાલી પડેલી છે. જ્યારે પોલિટેકનિકમાં 39 ટકા જેટલી જગ્યાઓ ખાલી છે. આ અંગે ગુજરાત વિધાનસભામાં પ્રશ્ન ઉઠ્યો હતો અને તેમાં એ વાત ઉપર ભાર મૂકવામાં આવ્યો કે એન્જિનિયરિંગ કોલેજમાં જે સીટો ખાલી ખમ પડેલી છે તેનું સૌથી મોટું કારણ યોગ્ય શિક્ષણ આપતો સ્ટાફનો અભાવ અને બીજી તરફ વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ ક્ષેત્રે જે રીતે રોજગારી મળવી જોઈએ તે મળી શકતી નથી પરિણામે ખાલી જગ્યાઓનું પ્રમાણ વધ્યું છે.
ગુજરાત રાજ્યની ઘણી એવી એન્જિનિયરિંગ કોલેજો છે કે જ્યાં યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવે તો આ સીટો ધીમે ધીમે ભરાવવાની શરૂ થાય તો સામે ડિપ્લોમા કરતા વિદ્યાર્થીઓ માટે ઉજળી તક સાંપડી છે અને તેઓને રોજગારી પણ મળી રહી છે પરંતુ ડિપ્લોમા ડિગ્રી હોવાના કારણે વિદ્યાર્થીઓ તે નોકરી સ્વીકારતા નથી. શિક્ષણ વીદોનું માનવું છે કે ગત દશ વર્ષમાં જે રીતે એન્જિનિયરિંગની સીટોનો વધારો થયો છે તેના કારણે વિદ્યાર્થીઓ હવે જે ક્રેઝ જોવા મળતો હતો તે નથી રહ્યો.
યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ ક્ષેત્રે પ્રેક્ટીકલ જ્ઞાન આપવામાં આવે તો સીટ ખાલી નહીં રહે : નરેશ જાડેજા
મારવાડી કોલેજ સાથે જોડાયેલા નરેશભાઈ જાડેજાએ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ ની પસંદગીમાં છેલ્લા પાંચ વર્ષમાં બદલાવ આવ્યો છે તો સામે જે રીતે એન્જિનિયરિંગ ક્ષેત્રે રોજગારી અને પ્લેસમેન્ટ મળવી જોઈએ તે મળતી ન હોવાના કારણે એન્જિનિયરિંગની વધુને વધુ સીટો ખાલી રહેતી જોવા મળે છે સામે એન્જિનિયરિંગ કોલેજોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ અને યોગ્ય પ્રશિક્ષણ મેળવેલા શિક્ષકો ન હોવાના કારણે વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ ક્ષેત્રે આવતા નથી ત્યારે જો વિદ્યાર્થીઓને વધુને વધુ પ્રેક્ટીકલ નોલેજ આપવામાં આવે અને કોઈ ઇન્ડસ્ટ્રી સાથે જે છે
કોલેજ સંલગ્ન થાય તો જે ખાલી સીટો રહેતી હોય છે તે નહીં રહે. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે હાલ ડિપ્લોમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ખૂબ સારું પ્રેસમેન્ટ મળી રહ્યું છે પરંતુ તે ડિગ્રી ન હોવાના કારણે વિદ્યાર્થીઓ તે નોકરી પસંદ કરતા નથી માત્ર શહેરી વિસ્તારોમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય એટલે કે ગામડામાં 50 ટકાથી વધુ એન્જિનિયરિંગ ની જગ્યાઓ ખાલી પડેલી છે.
છેલ્લા દસકામાં સીટ વધી હોવાના કારણે જગ્યાઓ ખાલી ખમ પડેલી છે : ડો. ભરત રામાણી
લાભુભાઈ એન્જિનિયરિંગ કોલેજના ડોક્ટર ભરત રામાણીએ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે કોરોના કાર્ડ બાદ વિદ્યાર્થીઓને ક્લાસરૂમમાં અભ્યાસ કરવો ગમતો નથી અને પરિણામ રૂપે એન્જિનિયરિંગ ક્ષેત્રે તેઓ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન દાખવી શકતા નથી યોગ્ય રીતે જો કોલેજમાં આવી વિદ્યાર્થીઓ પ્રશિક્ષણ મેળવે તો જ તેઓ એન્જિનિયરિંગ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શકશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે એન્જિનિયરિંગ માં હાલ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ નો ક્રેઝ વિદ્યાર્થીઓમાં વધુને વધુ જોવા મળ્યો છે તો સામે બીજા એન્જિનિયરિંગ ફિલ્ડમાં જગ્યા ખાલીખમ પડેલી છે. તરફ છેલ્લા દસ વર્ષમાં એન્જિનિયરિંગની ટોમા જે ધરકમ વધારો થયો છે તેનાથી આ ક્ષેત્રમાં જગ્યાઓ ખાલી ખમ પડેલી છે.