કાંદા એટલે કે ડુંગળી કાપતી વખતે આંખમાંથી પાણી આવે છે તે વાત તો સાચી છે. કેટલીક વાર બજારમાં કાંદાના ભાવ સાંભળીને આંખમાંથી પાણી આવે એ વાત પણ સાચી છે પરંતુ શું તમે જાણો છો કે કાંદા તમારા શરીર, વાળ અને સ્કીન માટે કેટલા ગુણદાયક છે ? કાંદા એટલે કે ડૂંગળી તમને ઘણી બધી બિમારીઓથી પણ બચાવી શકે છે. લગભગ બધા જ ઘરોમાં અને બધી જ વાનગીઓમાં કાંદા નાખવામાં આવતા હોય છે. લોકો તેને જમતી વખતે સલાડમાં પણ કાચા ખાય છે. આ સિવાય પણ ડૂંગળી ખાવાના ઘણા બધા ફાયદા છે.
ગરમીમાં લૂ થી બચવા રોજ કાચી ડુંગળીનું સેવન કરવું જોઈએ. ડુંગળીમાં રહેલાં ગુણકારી તત્વો આપણને લૂ સહિત અનેક બીમારીથી બચાવે છે. સાથે જ ડુંગળી આપણી ઈમ્યૂનિટીમાં પણ વધારો થાય છે. એટલું જ નહીં ડુંગળી ખાવાના કારણે આપણું પાચનતંત્ર પણ સારું રહે છે. કાચી ડુંગળી નિયમિત ખાવાથી અનેક બીમારીઓથી બચી શકાય છે.કાચી ડુંગળીમાં અનેક ગુણો રહેલાં છે. નિયમિત કાચી ડુંગળી ખાવાથી હાર્ટની લગતી સમસ્યાથી બચી શકાય છે. એટલું જ નહીં એનાથી હાર્ટ અટેકનો ખતરો ખુબ જ ઓછો થઈ જાય છે.
કાંદાના રસમાં એટલી બધી સબળ જીવન શક્તિ રહેલી છે કે ક્ષય જેવો રોગ પણ તેનાથી મટે છે. હરસ તથા નામર્દ પણું એનાથી દૂર થાય છે. કાંદા જીર્ણજ્વર, ખાંસી, શરદી, કબજિયાત વગેરેને પણ દૂર કરે છે. કાનના દર્દમાં કાંદાનો રસ અતિ ગુણકારી છે. અનિદ્રાના ભયંકર રોગ કાંદાથી મટે છે. બાળકો માટે કાંદાનો રસ સ્ફૂર્તિદાયક છે. ઉલટી, અરુચિ, દાદર, ખુજલી, ખસ, જેવા દર્દો કાંદા થી મટે છે.
કેન્સર સામે લડવામાં મદદગાર
તે કહેવું ખોટું હશે કે ડુંગળી દ્વારા કેન્સર મટાડવામાં આવે છે પરંતુ ડુંગળીમાં આવા તત્વો જોવા મળે છે જે કેન્સર સામે લડવામાં મદદ કરી શકે છે. બીજી બાજુ, જો કોઈ વ્યક્તિ કેન્સરથી ઝઝૂમી રહી છે, તો ડુંગળીનું સેવન કેન્સર સામે લડવામાં મદદ કરી શકે છે.
હાડકાં માટે ફાયદાકારક
જો તમે નિયમિત રીતે ડુંગળીનું સેવન કરો છો, તો તે તમારા હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરશે. મહિલાઓ માટે પણ ડુંગળી અફસીર છે જે તેમના સ્વાસ્થ્ય અને ખૂબ સારૂ રાખે છે.
એન્ટીઑકિસડન્ટથી ભરપૂર
કાચી ડુંગળીમાં ફ્લેવોનોઈડ્સ અને ફિનોલિક્સ સહિત ઘણા એન્ટીઑકિસડન્ટ હોય છે, જે મુક્ત રેડિકલને કારણે પેશીના નુકસાન સામે રક્ષણ કરવામાં મદદ કરી શકે છે. એન્ટીઑકિસડન્ટ કેન્સર અને હૃદય રોગ સહિત ક્રોનિક રોગોના જોખમને ઘટાડવામાં પણ મદદ કરી શકે છે.
રોગપ્રતિકારક શક્તિ વધે છે
કાચી ડુંગળીમાં વિટામિન સી હોય છે, જે તંદુરસ્ત રોગપ્રતિકારક શક્તિ માટે જરૂરી છે. વિટામિન સી શ્વેત રક્તકણોનું ઉત્પાદન વધારવામાં મદદ કરે છે, જે ચેપ અને રોગ સામે લડે છે. કાચી ડુંગળી ખાવાથી શરદી, ફ્લૂ અને અન્ય શ્વસન રોગોના જોખમને ઘટાડવામાં પણ મદદ મળે છે.
બ્લડ પ્રેશરમાં ફાયદાકારક
બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે, ઘણી વસ્તુઓનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. તેમાંથી એક કાચી ડુંગળીનો સમાવેશ છે. જો તમને બ્લડપ્રેશરની ફરિયાદ છે, તો તમે રોજ કાચી ડુંગળી ખાઈ શકો છો, આ બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરી શકે છે. તમારા રોજિંદા કચુંબરમાં કાચી ડુંગળીનો સમાવેશ ખોરાક સાથે કરો.
પાચનક્રિયા સુધરે છે
ડુંગળીમાં એક વિશેષ પ્રકારનું એન્ટિ બેક્ટેરિયલ ગુણ હોય છે. તેને કારણે પાચન પ્રક્રિયાને લગતા તમામ રોગો દૂર થઈ જાય છે. ડુંગળીમાં રહેલા વિશેષ તત્વો તમારી રોગપ્રતિકારક શક્તિ વધારે છે. હવાના માધ્યમથી ફેલાતા બધા જ રોગો સામે તમારુ શરીર લડત આપવા તૈયાર થઈ જાય છે