મિલકત સંપાદન અને સંચાલન, લગ્ન – છૂટાછેડા અને દત્તક લેવા સંબંધિત બાબતો માટે સમાન કાયદો બનાવવાનો અત્યંત જરૂરી

ભારતના કાયદા પંચે 30 દિવસની અંદર સમાન નાગરિક સંહિતા અંગે દેશના તમામ ધાર્મિક સંગઠનો પાસેથી સૂચનો આમંત્રિત કર્યા છે. ધાર્મિક સંસ્થાઓ અથવા વ્યક્તિઓ તેમના સૂચનો કમિશન દ્વારા જારી કરાયેલ સત્તાવાર ઇમેઇલ આઈડી પર મોકલી શકે છે.

એલસીઆઈ સૂચન કરનાર સંસ્થા અથવા વ્યક્તિને વિગતોની ચર્ચા કરવા માટે આમંત્રિત પણ કરી શકે છે. કાયદા પંચે યુનિફોર્મ સિવિલ કોડ પર સૂચનો મંગાવ્યા બાદ ફરી એકવાર તેના પર ચર્ચા શરૂ થઈ ગઈ છે પણ આ તમામ બાબતો વચ્ચે એ સમજવું જરૂરી છે કે, યુનિફોર્મ સિવિલ કોડ શું છે? તેની અમલવારી કરવી શા માટે જરૂરી છે અને શા માટે ભારતને પ્રજાસતાક થયાના 7 દાયકા બાદ પણ સમાન નાગરિકત્વ ધારો ઝઝૂમી રહ્યો છે?

યુનિફોર્મ સિવિલ કોડ વાસ્તવમાં એક દેશ એક કાયદાના વિચાર પર આધારિત છે. યુસીસી હેઠળ સમાન કાયદો દેશના તમામ ધર્મો અને સમુદાયો પર લાગુ થવાનો છે. યુનિફોર્મ સિવિલ કોડમાં એટલે કે યુનિફોર્મ સિવિલ કોડમાં મિલકતના સંપાદન અને સંચાલન, લગ્ન – છૂટાછેડા અને દત્તક લેવા વગેરે સંબંધિત તમામ માટે સમાન કાયદો બનાવવાનો છે.

હાલ ફરી એકવાર સમાન નાગરિકત્વ ધારાની અમલવારીનો મુદ્દો ઉઠ્યો છે પણ આ પ્રથમવાર નથી કે જયારે સમાન નાગરિકત્વ ધારાની અમલવારીનો મુદ્દો જોરોશોરોથી ઉઠ્યો હોય. અગાઉ 7 વર્ષ પૂર્વે પણ લો કમિશને આ પ્રકારે સૂચનો મંગાવ્યા હતા અને ત્યારબાદ વર્ષ 2018માં લો કમિશને પોતાનો રિપોર્ટ આપતાં કહ્યું કર, હાલના સમય પ્રમાણે સમાન નાગરિકત્વ ધારાની અમલવારીની જરૂરિયાત જણાતી નથી.

અગાઉ આ મુદ્દો અનેકવાર દેશની સર્વોચ્ચ અદાલતોમાં પણ ગુંજી ચુક્યો છે. વર્ષ 1985માં શાહબાનો કેસએ દેશભરના રાજકારણમાં નવા જૂની કરાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટનાં ચીફ જસ્ટિસ વાય વી ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી પાંચ જજની ખંડપીઠે કહ્યું હતું કે, હાલ સુધી સમાન નાગરિકત્વ ધારાની અમલવારી માટે નક્કર પગલાં લેવામાં આવ્યા હોય તેવો કોઈ પુરાવો અમારી સમક્ષ રજૂ કરવામાં આવ્યો નથી. શાહબાનો એક મુસ્લિમ મહિલા હતી જેણે તલાક બાદ તેના પૂર્વ પતિ પાસે ભરણ પોષણની માંગ કરી હતી પણ મુસ્લિમ પર્સનલ લોમાં આ પ્રકારની કોઈ જ જોગવાઈ નહીં હોવાથી સમાન નાગરિકત્વ ધારાની અમલવારીની તાતી જરૂરિયાત ઉભી થઇ હતી. તે સમયે જસ્ટિસ વી ક્રિષ્ના ઐય્યરની બેંચે સીઆરપીસીની કલમ 125 હેઠળ શાહબાનોને ભરણ પોષણનો અધિકાર આપ્યો હતો.

સમાન નાગરિકત્વ ધારાની જરૂર કેમ પડી?

ભારતીય બંધારણ મુજબ ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે. જેમાં તમામ ધર્મો અને સંપ્રદાયોના અનુયાયીઓ (જેમ કે હિંદુ, મુસ્લિમ, શીખ, બૌદ્ધ, વગેરે)ને પોતપોતાના ધર્મોને લગતા કાયદા બનાવવાનો અધિકાર છે. અલાહાબાદ હાઈકોર્ટના એડવોકેટ શત્રુઘ્ન સોનવાલના જણાવ્યા અનુસાર, ભારતમાં બે પ્રકારના પર્સનલ લો છે. પહેલો હિંદુ મેરેજ એક્ટ,1956 છે. જે હિન્દુ, શીખ, જૈન અને અન્ય સંપ્રદાયોને લાગુ પડે છે.

બીજું મુસ્લિમ પર્સનલ લો જેઓ મુસ્લિમ ધર્મનું પાલન કરે છે તેમને લાગુ પડે છે. આવી સ્થિતિમાં ભારતીય બંધારણની જોગવાઈઓ હેઠળ બનેલો હિંદુ મેરેજ એક્ટ 1956 મુસલમાન સિવાયના તમામ ધર્મો અને સંપ્રદાયો માટે લાગુ પડે છે ત્યારે મુસ્લિમ ધર્મ માટે પણ આ જ કાયદો લાગુ કરવાની વાત થઈ રહી છે.

કયા દેશોમાં યુનિફોર્મ સિવિલ કોડ છે?

યુનિફોર્મ સિવિલ કોડ ઘણા દેશોમાં અનુસરવામાં આવે છે. આ દેશોમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ, મલેશિયા, તુર્કી, ઇન્ડોનેશિયા, સુદાન, ઇજિપ્ત, અમેરિકા, આયર્લેન્ડ વગેરેનો સમાવેશ થાય છે. આ તમામ દેશોમાં તમામ ધર્મો માટે સમાન કાયદા છે અને કોઈ ચોક્કસ ધર્મ અથવા સમુદાય માટે કોઈ અલગ કાયદા નથી.

સમાન નાગરિક્તવ ધારો કંઈ કંઈ બાબતો માટે અત્યંત મહત્વપૂર્ણ?

યુનિફોર્મ સિવિલ કોડ વાસ્તવમાં એક દેશ એક કાયદાના વિચાર પર આધારિત છે. યુસીસી હેઠળ સમાન કાયદો દેશના તમામ ધર્મો અને સમુદાયો પર લાગુ થવાનો છે. યુનિફોર્મ સિવિલ કોડમાં એટલે કે યુનિફોર્મ સિવિલ કોડમાં મિલકતના સંપાદન અને સંચાલન, લગ્ન – છૂટાછેડા અને દત્તક લેવા વગેરે સંબંધિત તમામ માટે સમાન કાયદો બનાવવાનો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.