દેશમાં અર્થતંત્ર વિકાસ દરની વધતી રફતારથી બજારમાં વિશ્વાસનો માહોલ શેરબજારને ભારે ‘માફક’
મુંબઈ શેર બજાર સતત પણે તેજી ના ટોનમાં આગળ વધી રહ્યું છે વર્ષ 2022 માં બીએસઈ સેન્સેક્સ સ્થિર અને સતત પ્રગતિ કરતું બની રહ્યું છે. અત્યારે મોટાભાગના વૈશ્વિક બજારોમાં ભારે મંદી અને રેડ ઝોન પ્રવર્તી રહ્યો છે રશિયા યુક્રેન યુદ્ધના કારણે “કોમોડિટી” ના વધતા જતા ભાવોનો ભોગ રોકાણકારો બની રહ્યા છે, વ્યાજ દરમાં ઝડપી વધારો જેવી વિપરીત પરિસ્થિતિને વિશ્વની અનેક અર્થવ્યવસ્થાઓને મંદિ માં ગરકાવ કરી દીધી છે તેવી પરિસ્થિતિમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જબી એસ ઈ સેન્સેક્સ સતત પણે ઊંચે ચડતો જાય છે,
વૈશ્વિક આર્થિક ઉથલ પાછળની થોડી ઘણી અસર સેન્સેક્સ પર પણ દેખાય રહી છે 17જૂને સેન્સેક્સમાં 11% નો ઘટાડો આવ્યો હતો અને 51360 સુધી નીચે ઉતરી ગયું હતું જોકે આ ઘટાડા બાદ થોડા સમયમાં 19% ની વૃદ્ધિ સાથે બુધવારે બીએસસી સેન્સેક્સ 63000 ના આંકડા ને પાર કરી ગયો હતો. આ જ સમયગાળામાં અમેરિકામાં ડાવ જોન્સમાં સાત ટકાનું ગામડું પડ્યું હતું તે કેવી નેકમાં પણ 30% નો ગાબડા પડી ગયા હતા. જાપાનનો નિક્કી ત્રણ ટકા અને હોંગકોંગનો હેંગ સેગ માં 21 ટકાનું ગાબડું પડ્યું હતું. વિશ્વના અનેક સધ્ધર ગણાતા બજારો પણ અત્યારે મંદીના સપ્ડાઈ ગયા છે ,ત્યારે દલાલ સ્ટ્રીટ પર શા માટે તેજી નું વલણ છે ?બજારના નિષ્ણાતો કહે છે કે વિષમ પરિસ્થિતિ હોવા છતાં ભારતનું બજાર મજબૂત અર્થતંત્ર ના કારણે સધ્ધર છે ,બજારના વિશ્લેષકો કહે છે કે વધતા જતા જીએસટીની આવક કેપિટલ ખર્ચ ધિરાણની માંગ અને હળવા ફુગાવા જેવી પરિસ્થિતિ અને સ્થિર આર્થિક વૃદ્ધિદરના કારણે બજારમાં “વિશ્વાસ” બરકરાર છે.
કોટકના સીઈઓ લક્ષ્મી ઐયરના મતે ભારત રણમાં ગુલાબ જેવું લાગે છે અને સમયસર વિકાસ પામી રહ્યું છે જ્યારે મોટાભાગની અર્થવ્યવસ્થા નિંદ્રામાં છે અને રોકાણકારો પણ 10 ની પરિસ્થિતિમાં છે ત્યારે ભારતની સ્થિતિ સારી છે તે ટાઈમ ટ્રાન્સફર ચીનની કાર્યવાહી અને કોવિડ ઝીરો નીતિથી પણ ભારતની બજારોને લાભ થઈ રહ્યો છે, વસંત મહેશ્વરી વેલ્થ એડવર્ટાઇઝર દ્વારા એવો મત વ્યક્ત કરવામાં આવ્યું છે કે ચીનમાં શેર બજારના રોકાણકારો માટે વિશ્વાસમાં ઓ ટ આવી છે અને ચીન ની મૂડી બજાર ઘટી રહી છે તેનો સીધો ફાયદો ભારતમાં દેખાઈ રહ્યો છે એલ કે પી સિક્યુરિટીના એસ રંગનાથ ના મતે કોલસા ની અછતના કારણે વૈશ્વિક ઉર્જા મોંઘી થઈ ગઈ છે તેની સામે સામાન્ય ચોમાસાની ઋતુમાં પણ ભારતમાં કૃષિ આવક ના કારણે બજારમાં તેજી જળવાઈ રહી છે, રબર જેવા કાચા માલના ભાવ વધારા નો લાભ પણ ભારતને મળી રહ્યો છે બજારના નિષ્ણતાઓના મતે વર્ષ દરમિયાન ભારતમાં વિદેશી મૂડી રોકાણના રૂપે 1 લાખ કરોડ નું રોકાણ અને ઉત્પાદન વૃદ્ધિ હૂંડીયામણની બચત અને સ્થાનિક ઉદ્યોગોના ઉત્પાદન દર ની સાથે સાથે ખેતીની આવક જેવા સકારાત્મક પરિબળોના કારણે વિશ્વના રોકાણકારો નો ભારતમાં રોકાણ માટે વિશ્વાસ વધ્યો છે ..નવેમ્બર મહિનામાં જ વિદેશી રોકાણકારોએ ભારતમાં 45000 કરોડથી વધુ ની કિંમતના ભારતીય શેરો ખરીદ્યા હતા આમ વિશ્વાસ ના વાતાવરણને ભારતના શેરબજારને વિશ્વની મંદી ની અસર થવા દીધી નથી.