લાભપાચમ કોઈપણ શુભ કાર્યનો આરંભ કરવા સર્વોત્તમ તિથિ કે મુહૂર્ત ગણાય છે, તેથી દિવાળી કે બેસતા વર્ષથી બંધ રાખેલ વેપાર-ધંધાનો શુભારંભ લાભપંચમીથી થાય છે. કારતક મહિનાના સુદ પક્ષની પાંચમ તિથિને સૌભાગ્ય પંચમી કહેવામાં આવે છે. આ તિથિ સુખ અને સમૃદ્ધિ વધારે છે. આ દિવસે શિવજીની પૂજાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને પરિવારમાં સુખ-શાંતિ આવે છે. ગણેશજીની પૂજા કરવાથી બધી જ પરેશાનીઓનો નાશ થાય છે.
લાભ પાંચમને કેમ માનવામાં આવે છે શુભ?
લાભ પાંચમના દિવસે પૂજન કરી દુકાન અને વેપારનો આરંભ કરવામાં આવે છે. દિવાળા પર્વના છેલ્લા દિવસને લાભ પાંચમ કહેવામાં આવે છે. લાભ પાંચમના દિવસે કોઈ નવો વ્યવસાય શરૂ કરવા માટે પણ ઉત્તમ દિવસ છે.
લાભપાંચમની પૂજા કેવી રીતે કરવામાં આવે છે?
આ પવિત્ર દવસે ઘર કે વ્યવસાયના સ્થળના ઉંબરા ઉપર ‘શુભ’, ‘લાભ’ જેવા શબ્દો લખીને ‘સ્વસ્તિક’નું ચિહ્ન કરાય છે. નવા વર્ષના હિસાબના ચોપડામાં શ્રી૧। લખીને સવાઈ લક્ષ્મી મેળવવાનો જાણે સંકલ્પ કરાય છે. હિન્દુ ધર્મમાં સામાન્ય રીતે લક્ષ્મી અને હિસાબના ચોપડાની પૂજા કરાય છે. જ્યારે જૈન ધર્મમાં મુખ્યત્વે જ્ઞાન (સરસ્વતી)ની પૂજા-ઉપાસના થાય છે.
લાભ પાંચમના દિવસથી જ વેપાર-ધંધા-પેઢની શુભ શરૂઆત શા માટે કરવામાં આવે છે?
લાભપાચમ કોઈપણ શુભ કાર્યનો આરંભ કરવા સર્વોત્તમ તિથિ કે મુહૂર્ત ગણાય છે, તેથી દિવાળી કે બેસતા વર્ષથી બંધ રાખેલ વેપાર-ધંધાનો શુભારંભ લાભપંચમીથી થાય છે. કાળા ધનના તામસી માર્ગમાંથી ઉજળી સંપત્તિ અને જ્ઞાનના પ્રકાશમાં પ્રસ્થાન કરવાનું પુરુષાર્થ પર્વ એટલે લાભપંચમી કે જ્ઞાનપંચમી.