તાજેતરમાં ભગવાન રામના મંદિરના પ્રશ્ર્ને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા તેમજ કેટલાક મહાત્માઓની સભા થઇ ગઇ અને ભગવાન રામનું મંદિર અયોઘ્યામાં બંધાશે એવો નિણય લેવામાં આવ્યો છે તે આવકાર્ય છે.
રામમંદિર બાંધવાનો આશય શુભ હોય એમાં કોઇ શંકા નથી પરંતુ અંગ્રેજોની કમનસીબ ભેટ આ છેતરામણી લોકશાહીનું તંત્ર સન ૧૯૪૭ થી શિસ્તબઘ્ધ કયારેય ચાલ્યું નથી. આ બાબતમાં ધર્માચાર્યો તેમજ ધર્મ અને સંસ્કૃતિમાં શ્રઘ્ધા ધરાવતા પ્રજાજનોએ સત્ય પ્રગટ કરવાની જરુર છે. જો રામનું મંદિર બાંધવાની ગંભીરતા હોય તો રામનું રાજય શા માટે નહીં? ભગવાન રામના વંશ જ મહારાણા પ્રતાપના વંશ જ મેવાડના મહારાણા મહેન્દ્રસિંહજી છે. તે નિયમ અનુસાર ભારત વર્ષના સમ્રાટ છે. એટલે તેમને સમ્રાટ તરીકે જાહેર કરવાની તાતી જરુરી છે.
જેથી કરીને પૂર્વવત ભારતનું રાજય ધર્મશાસ્ત્રો પ્રમાણે ચાલતું થાય તો બધી જ વિટંબણાઓનો અંચ આવશે તેમ આર્ય મહાસંસ્કૃતિના અનુરાગી સુમનલાલ કામદારની યાદીમાં જણાવાયું છે.