શ્રીસંતના જીવન નિર્વાહ માટે ક્રિકેટ પરી પ્રતિબંધ હટાવી લેવાની અરજી બાબતે આગળની સુનાવણી ૨૭ ઓગષ્ટે
ક્રિકેટ અનિશ્ચિતાનો એક શાનદાર ખેલ છે અને કોઈએ પણ તેને નિશ્ચિત ન કરવો જોઈ. સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા અને ન્યાયમૂર્તિ ડી.વાય.ચંદ્રચુડની એક ખંડપીઠનું અવલોકન આવ્યું છે કે ક્રિકેટર એસ.શ્રીસંતની અપીલની સુનાવણી કરી રહ્યાં હતા. જેમાં કેરળની હાઈકોર્ટના ફેંસલા સામે અપીલ કરવામાં આવી હતી. જેમાં બીસીસીઆઈ દ્વારા લગાવવામાં આવેલી આજીવન રોક ઉપર અપીલ કરાઈ હતી. ખંડપીઠે બીસીસીઆઈને જણાવ્યું કે, ૨૦૧૩માં ખૂબજ ચર્ચાસ્પદ રહેલ આઈપીએલ સ્પોટ ફિકસીંગના કેસમાં અપરાધિક અદાલતે તેને નિર્દોષ જાહેર કર્યો છે.
વધુમાં પીઠે જણાવ્યું કે, ક્રિકેટ અનિશ્ચિતાની એક ગૌરવશાળી રમત છે અને તેની કોઈ ભવિષ્યવાણી કરી અનિશ્ચિત બનાવવા યોગ્ય નથી. બીસીસીઆઈના વકીલ પરાગ ત્રિપાઠીએ કહ્યું કે ૩૪ વર્ષીય ક્રિકેટરને એટલા માટે સજા આપવામાં આવી હતી કેમ કે તેને બોર્ડ દ્વારા પહેલા જ દંડીત કરાયો હતો.
તો બીજી તરફ ખંડપીઠે કહ્યું કે ક્રિકેટ બોર્ડે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે અપરાધિક અદાલતે ક્રિકેટરને છોડી દીધો હતો. શ્રીસંતના વકીલે જણાવ્યું કે અદાલતે હાઈકોર્ટમાં પેન્ડિંગ પેડેલો શ્રીસંતના જીવન નિર્વાહ સામેની અપીલની ઝડપી સુનાવણી થાય અને શ્રીસંતને યોગ્ય ન્યાય મળે જો કે ખંડપીઠે ૨૭ ઓગષ્ટ સુધી સુનાવણી મુલત્વી રાખી છે.