વિશ્વભરમાં ઘરના સભ્યોથી દૂર રહી સારવારમાં રહેતા દર્દીઓની પોતાના પરિવારજનોની જેમ માવજત કરતા નર્સનો આજે દિવસ છે. આજ રોજ તા.12મી મેં એટલે કે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. છેલ્લા 201 વર્ષથી ફ્લોરેન્સર નાઇટિંગલ યાદમાં નર્સ દિવસની વિશ્વભરમાં આજ રોજ ઉજવણી કરવામાં આવી રહી છે. દેશ અને વિશ્વમાં ચાલી રહેલા કોરોના સંકટ વચ્ચે જીવ ના જોખમે પણ લોકોને બચાવવામાં ડોક્ટરો સાથે નર્સોની ખૂબ મોટી ભૂમિકા છે. વર્ષ 2021ના આંતરરાષ્ટ્રીય નર્સ દિવસે ફ્લોરેન્સર નાઇટિંગલને યાદ કરવામાં આવે છે. 201 વર્ષ પહેલાં 12 મે 1820ના ફ્લોરેન્સ નાઇટિંગલનો જન્મ થયો હતો. આજની પરિસ્થિતી આંતરરાષ્ટ્રીય નર્સ દિવસની યાદ અપાવે આવે છે. કોરોના યુગમાં, ડોકટરો અને નર્સોની ભૂમિકા ખૂબ મહત્વની બની છે. આ સમયે, નર્સો દેશ અને વિશ્વની હોસ્પિટલોમાં તેમના જીવન સાથે રમી લોકોનું જીવન બચાવી રહી છે અને અન્ય સ્ટાફ દર્દીઓની સારવાર કોરોના વાયરસથી કરી રહ્યો છે. આપણે બધા જાણીએ છીએ કે કોઈ પણ દર્દી સાથે સૌથી નજીક હોસ્પિટલમાં ફક્ત નર્સો છે, તેથી તેઓને સૌથી વધુ જોખમ છે. નર્સિંગ સ્ટાફનું વિવિધ બીમારી કે ઇજા સહિતના તકલીફ વાળા દર્દીઓને સારા કરવામાં ભારે યોગદાન રહે છે. જો કે દર્દીની સાર સંભાળ રાખવી, દર્દીને દવા આપી સમયસર ખોરાક આપવો આરોગ્ય સચવાય રહે તે માટે દર્દીઓની સેવા ચાકરી કરે છે.
એક નર્સ તરીકે તમારા અનુભવો, તમને થતી મૂંઝવણ,લોકોને શુ અપીલ કરતા નર્સ કહે છે કે એક નર્સ તરીકે હું એટલું કહીશ કે અમે પણ માણસ છીએ. જ્યારે કોઈ વ્યક્તિ અમારી સાથે ખોટું કે ઉદ્ધત વર્તન કરે ત્યારે દુ:ખ થાય છે. સતત કાર્ય કરવાથી અમને પણ ક્યારેક સ્ટ્રેસ થાય છે. તો જો શાંતિથી વર્તન કરવામાં આવે તો અમને પણ હિંમત મળે. નર્સમાં ફરજ બજાવતા એક લેડી તરીકે ઘણા પ્રોબ્લેમ હોય છે. જે શારીરિક હોય છે તેની અસર ખૂબ થતી હોય છે. જેમ કે જ્યારે પીરિયડ્સ શરૂ હોય ત્યારે ગરમીના માહોલમાં સતત પીપીઈ કીટ પહેરવીએ ખૂબ અઘરી હોય છે તો પણ હસતા હસતા બધું કામ કરતા હોવાથી લોકો તેમને સહકાર આપે તેવી આશા રાખે છે.