બ્રાઉન બ્રેડ ઘઉંની બનેલી હોય છે,અને વ્હાઈટ બ્રેડ મેંદાની બનેલી હોય છે માટે ડાયેટીશીયન પણ બ્રાઉન બ્રેડ ખાવાની સલાહ આપે છે.બ્રાઉન બ્રેડમાં થાયમીન,મેગ્નેશિયમ,વિટામીન-ઈ,પૈથોનીક એસીડ,કાર્બોહાઈડ્રેડ અને ફાઈબર હોય છે.
બ્રાઉન બ્રેડમાં કેલેરી ઓછી હોય છે.વ્હાઈટ બ્રેડમાં એડિટિવ પદાર્થ હોય છે જે કેલેરીની માત્ર વધારે છે.ઘઉની બ્રેડથી તમારું વજન નિયંત્રણમાં રહેશે. બ્રાઉન બ્રેડ નું ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછુ હોય છે,આનાથી તમારું બ્લડ શુગર અચાનક નહિ વધે અને ડાયાબીટીશ થવાની સંભાવના ઘટી જશે.
બ્રાઉન બ્રેડના સેવનથી હૃદય રોગ થવાની સંભાવના ખુબજ ઓછી થઈ જાય છે વાસ્તવમાં રીફાઇન્ડ અનાજની તુલનામાં સંપૂર્ણ અનાજ સારુ હોય છે,તે ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે.નિયમિત પણે બ્રાઉન બ્રેડ ખાવાથી મોટાપાનો ખતરો ૪૦ ટકા ઓછો થઈ જાય છે.