રાષ્ટ્રીય એકતા દિવસ ભારતમાં ૩૧ ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. ૨૦૧૪માં ભારત સરકાર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના ઉપલક્ષમાં આ ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી.સરદાર વલ્લભભાઈ પટેલે ભારતની સ્વતંત્રતા ચળવળમાં અને 560 રજવાડાઓ સાથે ભારતના એકીકરણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડા પ્રધાન અને ગૃહ પ્રધાન હતા. રાષ્ટ્રને એક કરવાના પટેલના પ્રયાસોને સ્વીકારવા માટે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે.
ભારત સરકારનું ગૃહ મંત્રાલય વિભાગ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી સંદર્ભે સત્તાવાર નિવેદનમાં જણાવે છે કે “રાષ્ટ્રીય એકતા દિવસ આપણા દેશની એકતા, અખંડિતતા અને સલામતી માટેના વાસ્તવિક અને સંભવિત જોખમોનો સામનો કરવા માટે આપણા રાષ્ટ્રની અંતર્નિહિત શક્તિ અને સ્થિતિસ્થાપકતાને પુન: પુષ્ટ કરવાનો અવસર પૂરો પાડશે.”
સરદાર વલ્લભભાઈ પટેલ નો જન્મ ૩૧ ઓક્ટોબર, ૧૮૭૫ માં ગુજરાતના ખેડા જિલ્લાના નડીયાદ ગામમાં થયો હતો જે અમદાવાદથી અંદાજે ૪૦ કિલોમીટર ના અંતરે આવેલું છે. તેમના પિતા ઝવેરભાઈ અને માતા લાડબાઈને ત્યાં વલ્લભભાઈ પટેલનો જન્મ થયો. .15 ડિસેમ્બર 1950ના દિવસે તેમનું મૃત્યુ થયું હતું.છ ભાઈ-બહેનોમાં વલ્લભભાઈ ખૂબ જ હોશિયાર અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા હતા. તેઓ ભણવામાં પણ ખૂબ હોશિયાર હતા.પ્રાથમિક શિક્ષણ નડિયાદમાં લીધું. વિદ્યાર્થીકાળથી જ તેઓ નીતિ અને સત્ય સાથે મક્કમ રહેવાનો ગુણ ધરાવતા હતા.
રાષ્ટ્રીય એકતા શા માટે ઉજવવામાં આવે છે?
ભારત વિવિધતાઓનો દેશ છે – ધર્મ, સંસ્કૃતિ, પરંપરાઓ અને ભાષાઓ. તેથી રાષ્ટ્રની એકતા જાળવવી જરૂરી છે. આ દિવસનો હેતુ ભારતીય ઇતિહાસમાં પટેલના યોગદાન વિશે જાગૃતિ ફેલાવવાનો છે.
રાષ્ટ્રીય એકતા દિવસનું મહત્વ
ભારતના ગૃહ મંત્રાલયે રાષ્ટ્રીય એકતા દિવસ માટેના એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રીય એકતા દિવસ “આપણા દેશની આંતરિક શક્તિ અને સ્થિતિસ્થાપકતા સાથે ફરીથી જોડાવાની, આપણા દેશની એકતા અને અખંડિતતા માટેના વાસ્તવિક અને સંભવિત જોખમોનો સામનો કરવાની તક છે અને સુરક્ષા પ્રદાન કરશે.”