સનાતન ધર્મ અને ભગવાનને માનનારા તમામ દેવની ઉપાસના કરતા સમયે ગ્રંથો, પાઠો, મંત્રોચાર, ભજન અને કિર્તનો કરતા સમયે ઓમ મહામંત્રને ઘણીવાર વાંચતા કે બોલતા તમે જોયા હશે. ઓમ ને હિન્દૂ શાસ્ત્રોમાં પ્રણવ ના નામથી પણ ઓળખવામાં આવે છે.
હકીકત એ છે કે આ પવિત્ર નામ સાથે ઘણા ઊંડા અર્થ અને દૈવી શક્તિઓ જોડાયેલી છે, જે અલગ-અલગ પૌરાણિક કથાઓ અને શાસ્ત્રોમાં જણાવવામાં આવી છે. સૌથી વધુ શિવપુરાણમાં ઓમ ના પ્રણવ સાથે જોડાયેલ શક્તિઓ, સ્વરૂપ અને પ્રભાવનો ઊંડા રહસ્યો જણાવ્યા છે.
શિવપુરાણમાં જણાવ્યા મુજબ ‘પ્ર’ એટલે પ્રપંચ, ‘ના’ એટલે નથી અને ‘વ’ એટલે તમારા લોકો માટે. એનો અર્થ એ થાય છે કે પ્રણવ મંત્ર સાંસારિક જીવનમાં પ્રપંચ એટલે કલહ અને દુઃખ દૂર કરીને જીવનમાં સૌથી મહત્વપૂર્ણ ધ્યેય ને પ્રાપ્ત કરાવે છે. એટલા માટે ઓમને પ્રણવના નામે ઓળખવામાં આવે છે.
બીજા શબ્દોમાં કહીએ તો પ્રણવ માં “પ્ર” એટલે પ્રકૃતિથી બનેલ સંસાર રૂપી સાગરને પર કરાવનાર નાવ એટલે કે હોળીથી પાર કરવાનો છે.
ધાર્મિક દ્રષ્ટિએ આને પરભ્રમહ અથવા મહેશ્વરના પવિત્ર રૂપ માનવામાં આવે છે. પ્રણવ મંત્રોચાર થી ઉપાસકો નવું જ્ઞાન અને શિવનું સ્વરૂપ મેળવે છે. એટલા માટે આને પ્રણવ કહેવાયું છે.
બીજા હિન્દૂ શાસ્ત્રોમાં પણ ઓમને સાક્ષરતા ભગવાનનું સ્વરૂપ મનાય છે અને સાથે જ મંત્ર પણ. ધાર્મિક માન્યતાઓ અનુસાર માનવામાં આવે છે કે પ્રણવ મંત્રમાં ત્રિદેવ બ્રહ્મહ, વિષ્ણુ અને શિવની સામુહિક શક્તિ સમાયેલી છે. આને ગાયત્રી અને વેદ રૂપી જ્ઞાન શક્તિનો પણ સ્ત્રોત માનવામાં આવે છે.
ૐ બોલવાના લાભ :
વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ઓમ બોલતા સમયે પેદા થતો શબ્દ, શક્તિ અને ઉર્જાની સાથે શરીરના અંગો જેમકે મોં, નાક, ગળું અને ફેફસા માંથી અવર-જવર કરનાર શુદ્ધ હવા માનવ શરીરના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. જેનાથી માનસિક એકાગ્રતા અને કાર્યક્ષમતા વધે છે અને વ્યક્તિ માનસિક અને હૃદયને લાગતાં રોગોથી મુક્ત થાય છે.
સુખાસનમાં બેસીને રોજ ચાલીસ મિનિટ ઓમ નો જાપ કરવામાં આવે તો સાત દિવસમાં જ આપણી પ્રકૃતિમાં ફેરફાર આવતો જણાય છે. છ અઠવાડિયામાં તો પચાસ ટાકા પરિવર્તન આવી જાય છે.
તત્વચિંતક પણ બ્રન્ટને પોતાનું પુસ્તક ઈન ધ સર્ચ ઓફ સિક્રેટ ઇન્ડિયામાં એ સાધુ સંતો વિષે અને પોતાની સાધના વિધિઓ વિષે લખ્યું છે. પણ બ્રન્ટને લખ્યું છે કે સિદ્ધો ને કમત્કારિક સંતોની શક્તિ સામર્થ્યનું રહસ્ય તેમની સ્થિરતા પૂર્વક બેસવામાં હતું.