ફક્ત બીજા ક્વાર્ટરમાં આયાતી 5ૠ ફોન રૂપિયા 3 લાખ કરોડથી વધુ ઉસેડી ગયા
30,000 રૂપિયાથી વધુની કિંમતના 10 કરોડ ફોનની આયાત કરાય
ભારત દેશ દરેક ક્ષેત્રે આત્મનિર્ભર બનવા માટે મહેનત કરી રહ્યું છે પરંતુ 5લ મોબાઈલ ફોન ક્ષેત્રે ભારતે બીજા ક્વાર્ટરમાં 10 કરોડ યુનિટ એટલે કે મોબાઈલ ફોનની આયાત કરી છે. એટલું જ નહીં ફક્ત બીજા ક્વાર્ટર માં આયાતી 5જી ફોન રૂપિયા ત્રણ લાખ કરોડથી વધુ ઉસેડી ગયા છે. ત્યારે સૌથી મોટી વાત એ છે કે ચાલુ વર્ષમાં 5જી ફોન 10 લાખ કરોડ રૂપિયાથી વધુ ઉસેડી જશે. ત્યારે આ ક્ષેત્રે વધુને વધુ લોકો આત્મા નિર્ભર બને અને કંપનીઓ મેક ઇન ઇન્ડિયા પ્રોડક્ટ બનાવે તો આયાત પરનું ભારણ ઘટશે.
દેશમાં બીજા ક્વાર્ટર દરમિયાન 5જી સ્માર્ટફોન માર્કેટ 10 કરોડ યુનિટશે પહોંચ્યું છે. જેમાં માર્કેટમાં સૌથી વધુ સ્માર્ટફોનના વેચાણમાં શાઓમીએ બાજી મારી હતી. ભારતના સ્માર્ટફોન માર્કેટમાં ટોચના 3 સ્થાનો પર શાઓમી, સેમસંગ અને વિવોનો દબદબો જોવા મળ્યો છે જ્યારે વોલ્યુમની દૃષ્ટિએ વનપ્લસ ચોથા સ્થાને રહ્યું છે. રિપોર્ટ અનુસાર જૂન 2023ના ક્વાર્ટર દરમિયાન 100 મિલિયન યુનિટ્સ સ્માર્ટફોનનું શિપિંગ કરવામાં આવ્યું હતું.
હાલ બીજા ક્વાર્ટર માં જે મોબાઈલની આયાત કરવામાં આવી છે તેમાં સેમસંગ, વિવો અને વનપ્લસ આ ટોપ ત્રણ કંપની રહી છે જેમની વચ્ચે કુલ 54 ટકા જેટલો શેર નોંધાયો છે. જેમાં સેમસંગે 18 ટકા, વિવોએ 15 ટકા અને ઝીઓમીએ 15 ટકાનો માર્કેટ શેર નોંધાવ્યો છે. બીજી સૌથી મોટી વાત એ છે કે હાલ પ્રીમિયમ સેગમેન્ટના 5જી ફોન 30000 રૂપિયાથી શરૂ થાય છે અને સામે લોકોની ખરીદ શક્તિમાં પણ વધારો નોંધાયો છે અને બીજી તરફ તહેવારોની સિઝન પણ શરૂ થઈ છે ત્યારે આ આયાતી મોબાઇલ ફોનનું જોમ વેચાણ થશે.
હાલ મોબાઈલ ડીલરો પોતાની પાસે રહેલો જુનો સ્ટોક હાલ ખાલી કરી રહ્યા છે પ્યાર જેથી નવો માલ તહેવારોની સિઝનમાં લોકોને આપી શકાય પરંતુ ખરી વાસ્તવિકતા એ છે કે જ્યાં સુધી ભારત દેશ મોબાઇલ ક્ષેત્રે આત્મનિર પર નહીં બને ત્યાં સુધી આયાત પરનું ભારણ વધુ જોવા મળશે.