વિટામીનનો મુખ્ય સ્ત્રોત સૂર્ય પ્રકાશ : વિટામીન ડીની જરૂરિયાત કેમ પૂરી શકશો?

હાલ કોરોનાના કહેર વચ્ચે લોકડાઉન જાહેર કરાયું છે અને લોકોને ઘરમાં જ રહેવાનું છે ત્યારે મોટા ભાગે સૂર્યપ્રકાશથી જ મળતા વિટામીન ડીની ઉણાપ લોકોને વર્તાઇ રહી છે.

લોકો ઘરમાં જ રહે છે ત્યારે પૂરતો સૂર્યપ્રકાશ મળી નહી શકતા લોકોમાં વિટામીન ડીની ઉણપ વર્તાય છે. વિટામીન ડી ની ઉણપ ન વર્તાય તે માટે કેવો ખોરાક લેવો ? શું શું કરવું? તે અંગેની વિગતો જાણીએ આપણા આરોગ્યની જાળવણી માટે વિટામીન ડી અત્યંત જરૂ રી છે. મોટા ભાગના લોકોને વિટામીન ડીની જરૂ રિયાત પૂરી થતી હોય છે પણ કયારેક તેની જરૂ રિયાત પૂર્ણ ન થવા અમુક મુશ્કેલી ઉભી થાય છે. હાડકાના વિકાસ, રોગ પ્રતિકારક વધારવા સાથે મૂડને નિયંત્રિત કરવા માટે ચેતાતંત્રની યોગ્ય કામગીરી માટે વિટામીન ડી જરૂ રી  છે. વિટામીન ડીનો મહત્વનો સ્ત્રોત સૂર્યપ્રકાશ છે પણ તેની અવેજીમાં વિટામીન ડી માટે અન્ય ખોરાકથી લઇ શકાય છે.

  • હાડકાનું સ્વાસ્થ્ય:-

હાડકાન તંદુરસ્ત રાખવા માટે વિટામીન ડી જરૂરી છે વિટામીડ ડીની ઉણપથી ઓસ્ટીયો થાઇરોસીલ જેવી બિમારી થાય છે. આપણું શરીર કેલ્સીયમ શોષે અને કીડની મારફત શરીર બહાર જતું વિટામીન રોકી રાખવા વિટામીન ડી ની આપણને જરૂ ર પડે છે.

  • સ્નાયુ મજબૂત બનાવવા:-

હાલના લોકડાઉનના સમયમાં તમે ઘરે રહો અને તમારા રોજીંદા કામો ચાલુ રાખવા માટે તમારે વિટામીન ડી જાળવી રાખવું જરૂરી છે. વિટામીન ડી સ્નાયુને તાલીમ આપીને મજબૂત બનાવવા માટે મહત્વનો ભાગ ભજવે છે.

  • ફલુનું જોખમ ઓછું  કરવા:-

આપણા શરીરને જયારે સખ્ત ઠંડી લાગે કે એન્ફયુચેન્જ જેવા સુક્ષ્મ વાયરસ ની અસર વર્તાય ત્યારે વિટામીન ડી ેના પ્રતિકાર માટે ઉપયોગી બને છે. વિટામીન સી આપણી પ્રતિકારક શકિત વધારવામાં મદદ કરે છે તે રીતે વિટામીન ડી પણ રોજ પ્રતિકારક શકિત વધારવા મદદ કરે છે.

  • વિટામીન-ડી ના સ્ત્રોત:-

સૂર્ય પ્રકાર ઉપરાંત કેટલાક ખોરાકમાંથી પણ વિટામીન ડી મેળવી શકાય છે તાજા ફળોનો રસ, ઇંડાનો ગર અને અમુક દાળ, ડેરી ઉત્પાદનો, બ્રેડ, માછલી વગેરે ખોરાક વિટામીન ડીનો સ્ત્રોત છે.

  • વિટામીન ડી ની ઉણપના લક્ષણો:-

તમને વિટામીન ડી ની ઉણપ વર્તાઇ રહી હોય તો તમે લોહી જ ખાસ પ્રકારના ટેસ્ટ કરી જાણી શકો છો. કંટાળો, કમર દર્દ, દાંતનો દુ:ખાવો, સ્નાયુનો દુ:ખાવો તથા તાણ વગેરેના કારણે પણ જાણી શકાય છે કે તમને વિટામીન ડી ની તંગી વર્તાઇ રહી છે. એટલે લોકડાઉનના સમયમાં વિટામીન ડી વિશે જાણો અને સ્વસ્થ રહો

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.