“ઈદ-એ-મિલાદ “ એ મુસ્લિમ ધર્મનો મહત્વનો તહેવાર છે. આજના આ દિવસને ઈદ-એ-મિલાદ-ઉન-નબી પણ કહેવામા આવે છે જેનો અરબી ભાષામાં મૂળ અર્થ હજરત મુહમ્દ સાહેબનો જન્મદિવસની ઉજવણી માટે થાય છે જે મુસ્લિમ ધર્મના લોકો માટે ખૂબ જ મહત્વનો દિવસ ગણવામાં આવે છે
મુસ્લિમ ધર્મના કેટલાક લોકો જ્યાં પૈગંબર હજરત મુહમ્દ સાહેબનો જન્મદિવસની ઉજવણી માટે કરે છે ત્યાં કેટલાક લોકો તેને શોકના રૂપમાં પણ મનાવે છે. કેટલાક સુન્ની મુસ્લમાન આ દિવસને પૈગંબર હજરત મુહમ્દ સાહેબના જન્મદિવસની ઉજવણી કરે ધૂમ ધામથી ઉજવે છે કેટલાક લોકો માને છે કે આ દિવસે જન્નતનો દરવાજો ખૂલે છે જેથી લોકો પૈગંબર હજરત મુહમ્દ સાહેબની શિક્ષાની વાત સાંભળી શકે. અને બીજી બાજુ કેટલાક શિયા મુસ્લિમો પૈગંબર હજરત મુહમ્દ સાહેબની મૃત્યુ માટે આ દિવસ ઉજવે છે.
જાણકારી અનુસાર અલ્લાહએ ફરિશ્તો દ્વારા હઝરત મોહમ્મદ સાહેબને કુરાનનું શિક્ષણ અને સંદેશો આપવામાં આવ્યો હતો. પેગમ્બર હાજરીત મોહમ્મદ સાહેબ મુસ્લિમોને કુરાનના સંદેશા આપનારા પહેલા અને છેલ્લા લોકો હતા. તેથી મુસ્લિમ સમુદાય તેમને અત્યંત સન્માન-આદર સાથે આ દિવસ યાદ કરે છે અને પોતાના-પોતાના માન્યતા મુજબ આ ઉજવણી કરે છે.
આ દિવસે તેઓ પોતાનું સૌથી પવિત્ર પુસ્તક કુરાન વાંચે છે તે સિવાય પણ લોકો દરગાહ પર જઈને દુઆ માંગે છે.