ભગવાન શિવજીનાં અનેક નામ છે. વિષ્ણુ ભગવાનના એક હજાર નામ છે. દૈનિક નિત્ય પાઠમાં વિષ્ણુ સહસ્ત્ર પાઠ કહેવાય છે પણ ભગવાન શિવજીનાં કદાચ બે પાંચ હજાર નામ હશે તોયે શું ખબર ? જેને ‘રૂદ્ર’ કહેવાય છે.તેવા ભયંકર નામ વાળા ભગવાન ભોળા હોય ખરા ? છતાં તેમનું નામ ‘ભોળાનાથ’ કેમ કહેવાય છે તેની પુરાણોમાં એક કથા છે.ઘોર જંગલમાં એક ભયંકર રાક્ષસ પોતાની શકિત વધારવા અને દેવોને પરેશાન કરવા કઠણ તપ કરવા એક પગે ઉભો રહી ૐ નમ: શિવાય મંત્રનો અખંડ જાપ જપવા માંડયો. જે જગતના ઈશ્ર્વર છે.એવા પ્રભુ શંકરને આ વાતની જાણ થઈ અને તે સ્થળે પહોચી ગયા. જયાં અસુર તપ કરતો હતો અને પ્રસન્ન થઈ આવા કઠીન તપનું કારણ પૂછયું અને વરદાન માગવા આદેશ કર્યો.
પેલા રાક્ષસે કહ્યુંં, ‘પહેલા મને વચન આપો કે હું જે માગીશ તે મને આપશો જ ભગવાને વચન આપતા કહ્યું, હું વચન આપું છઉં કે તું જે માગીશ તે જરૂર આપીશ ભગવાને વિચાર કર્યો કે આ રાક્ષસમાં અપાર શકિત છે. છતા કો, આયુધ-શસ્ત્ર માગશે, ધન માંગશે, પુત્ર માગશે પણ આ અસુર તો ચાલક હતો. તેણે ભગવાન સામે હાથ જોડી કહ્યું. મને વરદાન આપો કે હું જેના માથા ઉપર હાથ મૂકીશ તે બળીને ભસ્મ થઈ જાય. હવે કહોકે દુનિયામાં આવા પણ માણસો પણ હોય છે. જે પોતાનું ભલુ કરનારનો પણ વિનાશ કરવા તત્પર રહે છે. ભગવાન શિવને વિજળીનો આંચકો આવ્યો તેમણે આવા વરદાનની કલ્પના પણ કરી ન હતી. આ સમયે આકાશમાંથી સ્વર્ગના દેવતાઓએ ભગવાન શિવને આવું વરદાન ન આપવા વિનંતી કરી છતા ભગવાનતો વચનથી બંધાયા હતા તેથી તરત જ કહ્યું તથાસ્તુ
પેલો અસુર ખુશ થઈ ગયો અને શંકર ભગવાનને પગે લાગી બોલ્યો. તમે વરદાન આપ્યું એટલે મારૂ નામ ભસ્માસૂર થયું હું જેના માથા ઉપર હાથ મૂકીશ તે બળીને ભસ્મ થઈ જશે. વાહ વાહ પણ મારે માત્રીકરવી છે કે આપે આપેલું વરદાન સાચુ છે કે ખોટુ આટલામાં કોઈ માણસ નથી કેહું પરીક્ષા કરૂ પણ તમે એકલા તો છો તે ઘણુ છે મારે હમણા જ ખાત્રી કરવી છે.તમારા માથા ઉપર હાથ મૂકી પરીક્ષા કરવી છે. હવે જુઓ કે હલકા અને અધમ દુષ્ટ માનવીઓ કેવી હલકી મનોવૃત્તિ ધરાવે છે.
ભગવાન શિવ અસુરનો મનોભાવ અને મેલી ઈચ્છા સમજી ગયા. અને સીધા સ્વર્ગલોકમાં ભગવાન વિષ્ણુ પાસે પહોચી ગયા. પોતાના ભોળપણ ઉપર પસ્તાવો કરતા બધી વિગત કહી ભગવાન વિષ્ણુએ શિવજીને વંદન કરતા કહ્યું કે પ્રભુ આપ ચિંતા ન કરશો આનો ઉપાય હું કરીશ અને તે પણ હમણા જ મારી વિનંતી છે કે હવેથી કોઈ અસુરને વરદાન આપવું નહિ કહેતા ભગવાન વિષ્ણુ એક સ્વરૂપવાન મહિલાનો વેશ ધારણ કરી પેલા ભસ્માસૂરથી થોડે દૂર ઉભા ભસ્માસૂર તો સામે ઉભેલી સ્વર્ગની અપ્સરા જોઈ ગયો અને લલચાયો અને બોલ્યો ‘મોહિની’ હુ અમાપ શકિત ધરાવું છું હવે વિશ્ર્વના ભલભલા મહારથીઓને માથે હાથ મૂકી બાળી નાખીશ. આખી દુનિયાનો હું રાજા છું મારી રાણી તું બની જા અને લહેર કર. ભગવાન વિષ્ણુએ જોયું કે ભસ્માસૂર બરાબર લલચાયો છે.તેમણે મંદમંદ હાસ્ય કરતા કહ્યું હે જગતના મહારાજા હું તારી સાથે લગ્ન જરૂર કરીશ પણ મે નિર્ણય કર્યો છે કે મારી સામે પોતાના માથે હાથ મૂકી મણીપૂરી તથા કથકલી નૃત્ય કરે તેવા પુરૂષને પરણીશ કારણ હું પણ એક નૃત્યકાર જ છું.હર્ષના આવેશમાં ભસ્માસૂર તૈયાર થયો અને ખુદ પોતાના મસ્તક ઉપર હાથ મૂકી નાચવા લાગ્યો પણ ભગવાન શિવના વરદાનના કારણે માથે હાથ મૂકતા જ બળીનેભસ્મ થઈ ગયો. ભગવાન શિવ પ્રસન્ન થયા અને વિષ્ણુને વંદન કર્યા વિષ્ણુ ભગવાને હસતા હસતા કહ્યું કે શિવજી આજથી તમારૂ નવું નામ ભોળાનાથ કહેવાશે કારણ કે તમે ભોળપણમાં રાક્ષસને જોખમી વરદાન આપ્યું હતુ આવી ભૂલ હવેથી ન કરવા વિનંતી.