ઈરાને પોતાની ભૂમિગત નતાન્ઝ પરમાણુ ફેસેલિટીમાં થયેલો બ્લેકઆઉટ હુમલાને આતંકવાદીઓનું કૃત્ય ગણાવ્યું છે. દેશના પરમાણુ ઉર્જા સંગઠનના પ્રમુખ અલી અકબર સાલેહી એ કહ્યું કે, “રવિવારે થયેલી આ ઘટના આતંકવાદનું કારનામુ છે.” અલીએ કોઈનું નામ લીધું નથી, પણ તેનો ઈશારો અમેરિકા અથવા ઇઝરાયલની તરફ છે. અત્યારે વિશ્વિક શક્તિઓ અને ઈરાન પરમાણુ કરાર પર વાટાઘાટો કરી રહ્યા છે, આવી સ્થિતિમાં આ ઘટનાથી તણાવ વધી શકે છે.
WION માં છાપવામાં આવેલી ખબર મુજબ, નતાન્ઝ પરમાણુમાં રવિવારે અચાનક વીજળી પુરવઠો ઠપ થઈ ગયો હતો. આ ઘટનાના એક દિવસ પેહલાજ યુરેનિયમની તેઝી વધારવા માટે સેન્ટરફ્યુઝ સુવિધા શરૂ કરવામાં આવી હતી. શરૂઆતમાં તો આને ફક્ત વીજળીને લગતી સમસ્યા ગણવામાં આવી હતી, પણ પછી આતંકવાદી કૃત્ય ગણવામાં આવ્યું.
ઇઝરાઇલી મીડિયાઓ આ હુમલા પર કહ્યું કે, “સાયબર એટેકથી નતાન્ઝમાં અંધકાર છવાય ગયો હતો અને સંવેદનશીલ સેન્ટ્રિફ્યુજેસ આવેલા એકમને નુકસાન થયું છે.” હાલ આ સમાચાર અંગે કોઈ સ્રોતનો ઉલ્લેખ કરવા આવ્યો નથી. ઇઝરાઇલી મીડિયાના દેશની સૈન્ય અને ગુપ્તચર એજન્સીઓ સાથે ગાઢ સંબંધો છે. બંને દેશોના સબંધ વિશે વાત કરીયે તો બંને વચ્ચે તણાવ છે, આવી પરિસ્થિતીમાં જો ઇઝરાઇલને દોષી ઠેરવવામાં આવે તો આનાથી બંને દેશોના સંબંધોમાં તણાવ વધુ વધી શકે છે.
સરકારી ટેલિવિઝન મુજબ, સાલેહીએ કહ્યું, “આ આતંકવાદી ચળવળના લક્ષ્યને નિષ્ફળ બનાવવા માટે ઇરાન પરમાણુ તકનીકીમાં ગંભીરતાપૂર્વક સુધારો કરવાનું અને બીજી બાજુ દમનકારી પ્રતિબંધોને દૂર કરવાનું કાર્ય પણ ચાલુ રાખશે.”
તેમણે કહ્યું: “આ નિરાશાજનક પગલાની નિંદા કરતા ઈરાન આંતરરાષ્ટ્રીય સંસ્થા(આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી)ને આ પરમાણુ આતંકવાદ સામે વિરોધ કરવાની અરજી પર ભાર મૂકે છે.” તેહરાનના પરમાણુ કાર્યક્રમ પર નજર રાખતી સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા IAEAએ કહ્યું હતું કે, “તે નતાન્ઝની ઘટના અંગેના મીડિયા અહેવાલોથી વાકેફ છે અને તેના વિશે ઈરાની અધિકારીઓને વાત કરી હતી.” એજન્સીએ આ અંગે વિસ્તૃત વિગતો આપી નથી.