- શું તમે કોઇ ગુનો ન કરો, તો અમારે પકડવા નહિ!!!
- અંગ્રેજો સમયના કાયદા ત્યારની સાંપ્રત સ્થિતિને લઈને બનાવવામાં આવ્યા હતા, હવે સમય બદલાયો તો કાયદા પણ બદલવા જરૂરી
દુનિયાએ જે કાયદાઓને કચરા પેટીમાં ફેંકી દીધા છે તેને ભારત શા માટે પકડીને બેઠું છે? તેવો સો મણનો સવાલ હાલ ઉદભવી રહ્યો છે. અંગ્રેજો સમયના કાયદા ત્યારની સાંપ્રત સ્થિતિને લઈને બનાવવામાં આવ્યા હતા, હવે સમય બદલાયો તો કાયદા પણ બદલવા જરૂરી બન્યા છે.
એક સીમાચિહ્નરૂપ નિર્ણયમાં, સુપ્રીમ કોર્ટે બુધવારે ભારતીય દંડ સંહિતાની કલમ 124એ હેઠળ 152 વર્ષ જૂના રાજદ્રોહ કાયદા પર જ્યાં સુધી કેન્દ્ર સરકાર જોગવાઈ પર પુનર્વિચાર ન કરે ત્યાં સુધી રોક લગાવી દીધી. એક વચગાળાના આદેશમાં, કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને વિનંતી કરી કે જ્યાં સુધી કેન્દ્ર બ્રિટિશ સમયના કાયદાની ફરીથી તપાસ ન કરે ત્યાં સુધી આ જોગવાઈ હેઠળ કોઈપણ એફઆઈઆર નોંધવાથી દૂર રહે.
રાજદ્રોહ કાયદો એક વિવાદાસ્પદ કાયદો છે જેના પર નાગરિક સ્વતંત્રતા, માનવાધિકાર વકીલો અને પત્રકારો દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે. ઘણા લોકોએ એવી દલીલ કરી છે કે ભારતનો રાજદ્રોહ કાયદો તેની ખૂબ પહેલાનો છે. વૈશ્વિક ચળવળ મોટાભાગે રાજદ્રોહ વિરોધી રહી છે, જેમાં વિવિધ દેશોએ કાયદામાં છૂટછાટ આપી છે અથવા તો તેમાંથી મુક્તિ મેળવી છે. યુનાઇટેડ કિંગડમ, આયર્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ઘાના, નાઇજીરીયા અને યુગાન્ડા સહિત અનેક લોકશાહી દેશોએ રાજદ્રોહના કાયદાને બિનલોકશાહી, અનિચ્છનીય અને બિનજરૂરી ગણાવ્યો છે. રાજદ્રોહને નાબૂદ કરવાની મુખ્ય દલીલ અભિવ્યક્તિની સ્વતંત્રતાનું રક્ષણ છે. રાજકીય એજન્ડાને આગળ વધારવા માટે રાજદ્રોહ કાયદાનો સંભવિત દુરુપયોગ પણ એક પરિબળ છે.
રાજદ્રોહ શાસક નેતાઓનું હથિયાર?
રાજદ્રોહ જાણે સાશક નેતાઓનું હથિયાર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. કારણકે એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકારને જ્યારે કોઈ મુદ્દો ન મળે ત્યારે આ કેસમાં ફસાવી પણ દેવામાં આવી છે. જો કે આ કેસમાં વ્યક્તિની સ્વતંત્રતાનું સંપૂર્ણ ઉલ્લંઘન થાય છે તેવુ નિષ્ણાંતોનું માનવું છે.