હિમાચલ અને ઉત્તરાખંડમાં ભૂસ્ખલનના પગલે યાતાયાત પર વિકટ અસર, પુર પ્રકોપથી 32 થી વધુના મોત નીપજ્યા !!!
એક સમય ભારતની રક્ષા હિમાલય દ્વારા કરવામાં આવતી હતી પછી તે દુશ્મનનો હુમલો હોય કે કોઈ પણ પ્રકારે કુદરતી આફત કે વાતાવરણમાં પલટો હોય. પરંતુ જે સમયથી હિમાલય સાથે છેડછાડ કરવામાં આવી છે. સમયથી હિમાલય ભારત માટે જોખમી સાબિત થઈ રહ્યું છે. ગમે ત્યારે આભ ફાટવા પૂર સહિતની કુદરતી હોનારત ના કારણે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવવા પડ્યા છે. ત્યારે ફરી હિમાચલ અને ઉત્તરાખંડમાં ભૂસ્ખલનના કારણે યાતાયાતને ઘણી અસર પહોંચી છે. જેમાં 32 થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હોવાનું સામે આવ્યું છે.
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન સર્જાતા વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને ઠેર ઠેર આકાશી આભ ફાટ્યું હતું. હિમાચલ પ્રદેશના હમીરપુર, મંડીમાં વાદળ ફાટવા અને ભુસ્ખલનને કારણે 13 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે ચામ્બા જિલ્લામાં પણ ભુસ્ખલનની ઘટના સામે આવી છે. હિમાચલ જેવી જ દયનિય સ્થિતિ ઉત્તરાખંડની જોવા મળી રહી છે. ઉત્તરાખંડમાં સવારે વાદળ ફાટવાની કેટલીક ઘટનાઓ સામે આવી છે. પૌરી જિલ્લામાં 13 ગામડાઓમાં પુરનું પાણી ભરાઇ જતા જનજીવનને ઘણી અસર પહોંચી હતી. પૂરના પગલે અનેક મકાનો પાણીમાં ગરકાવ થઇ ગયા છે. અનેક નદીઓએ તેની ભયજનક સપાટી વટાવી દીધી છે જેને પગલે અનેક ગામડાઓમાં પાણી ફરી વળ્યા છે. ઋષીકેશ-બદ્રીનાથ હાઇવે પૂર અને ભુસ્ખલનને કારણે બંધ કરવો પડયો હતો.
આવનારા સમયમાં આ પ્રકારની સ્થિતિ ઉપર અંકુશ મૂકવામાં આવે તે માટે સરકારે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવી એટલી જ જરૂરી છે જેથી ડિઝાસ્ટર સમયે લોકોનો જીવ ન જાય અને ખૂબ ઓછી માત્રામાં નુકસાની વેઠવી પડે ત્યારે હાલ ઉત્તરાખંડ અને હિમાચલમાં જે પ્રકોપ જોવા મળ્યું તેનાથી આશરે 1000 કરોડ રૂપિયા ઉપરનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વિકસિત કરવા માટે સરકાર દ્વારા જે રીતે હિમાલયમાં છેડછાડ કરવામાં આવી તેનાથી આ તમામ પ્રકારની અસરો ઊભી થઈ રહી છે ત્યારે સરકારે આ વાતને ખૂબ જ ગંભીરતાથી લેવી એટલી જ જરૂરી છે. ઓડીસા સહિતના રાજ્યમાં પણ ભારે નુકસાની નો સામનો લોકોએ કરવો પડ્યો છે અને સરકારે હવાઈ સેવાનો ઉપયોગ કરી લોકોને સ્થળાંતરિત કરતા તેઓને મેડિકલ સારવાર પણ પૂરી પાડી છે.