ભારતમાં પહેલેથી જ ગુજરાતી પોતાના વ્યવસાયમાં આગળ જોવા મળે છે. પછી ભલેને નાનામાં નાનો કે મોટામાં મોટો વેપાર હોય પણ ગુજરાતી સારી રીતે આગળ જોવા મળશે. ભરત દેસાઇ, ધીરુભાઈ અંબાણિ, દિલિપ સંઘાણી, ગૌતમ અદાણિ જેવા ઘણા વેપારી વેપારમાં પોતાનું નામ કરી લીધું છે.
શું તમે જાણો છો આ લોકો આગળ જવાનું રહસ્ય?
ગુજરાતી લોકોને ગુજ્જુ કહેવામા આવે છે. ગુજરાતી લોકો પોતાના વેપારને પવિત્ર અને જીવની જેમ આગળ વધારે છે. ગુજરાતમાં પેઢીઓની પેઢી વેપારને ચમકાવી દે છે. એટલે જ કહેવાય છે “બિઝનેસ એટલે ગુજરાતી”. આ લોકો શા માટે આટલા આગળ હશે તે તમે ક્યારેય વિચાર્યું. ચાલો આજે તેના ઉપર વાત કરીએ.
- આ લોકો ખૂબ જ મહેનતુ હોય છે. તે પોતના લક્ષ્યને મેળવા પોતાની જાત મહેનત એક કરે છે. પોતાના વેપારમાથી ક્યારેય નિવૃતિ લેતા નથી. વહેલી સવારે ઊઠે ત્યારથી લઈને રાત સુધી મહેનત કરે છે.
- ગુજરાતના લોકો ભલે નોકરી કરતાં હોય છતાં પણ તે પોતાનો સાઇડ બિઝનેસ કરતાં હોય છે. મહેનત કરવામાં કશું બાકી નથી રાખતા. પોતાના ફ્રી સમય પર વેપાર કરી લેતા હોય છે.
- આ લોકોની ભાષા ખુબજ મીઠી હોય છે પણ મોટા ભાગના લોકોને હિન્દી ,અંગ્રેજી લખતા બોલતા નથી આવડતું છતાં પોતે આગળ હોય છે. એનું કારણ એજ છે આ લોકો ક્યારય હાર નથી માનતા.
- સરળતા એ સફળતાની ચાવી છે એવું માનવા વાળા ગુજરાતી આજે સૌથી આગળ છે. એક પણ દેશ એવો નહીં હોય જ્યાં ગુજરાતી ના હોય. પોતના વેપાર ને કઈ રીતે આગળ લઈ જવો પોતે ખૂબ સારી રીતે જાણે છે.
- આ લોકો સરળતા અને ઉચ્ચ વિચાર વાળા હોય છે. તે ક્યારય પોતાના કપડાં કે ચપ્પલમાં ખોટા ખર્ચા કરતાં નથી. કરકસર વાળી જિંદગી જીવી પસંદ કરે છે. ભલે કેટલા પણ સ્મૃદ્ધ હોય છતાં પણ તે પોતાની સાદગી થી વખણાઈ છે.
- લોહીમાં જ વેપાર લખેલો હોય છે પોતની પેઢી ને કઈ રીતે આગળ લઈ જાવી અને જાળવી રાખવી આ લોકો ખૂબ સરસ રીતે જાણે છે.
- આ લોકો ક્યારઈ જોખમ ઉપરવામાં પાછા નથી પડતાં. આનું કારણ એ છે પોતના વેપાર ને નાનો કે હલકો નથી માનતા. એ લોકો માટે એવું એ કોઈ કાર્ય નથી જે નાનું હોય. એટલે જ ગુજરાતી ને “રિસ્ક ટેકર“કહેવાઈ છે.
- દેશમાં સૌથી મોટો હીરાનો વેપાર સુરતમાં થાઈ છે જે ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે. આવી રીતે ઘણા વેપારી સફળતા મેળવી ચૂક્યાછે.
- શેર બજારમાં પણ તે લોકો પોતાનું નામ ચમકાવે છે. એ લોકો ક્યારય શેર બજારમાં રોકાણ કરવામાં ડરતા નથી.
- આ લોકો હમેશા કઈક નવું અને અલગ કરવાનું વિચારતા હોય છે, “બધાથી અલગ વેપાર કરવો એટલે ગુજરાતી”