પાલતું ઉંદર તરીકે અને પ્રયોગશાળામાં તેનો ઉપયોગ શોધ-સંશોધનમાં થાય છે, તે રોડન્ટ ગોત્રનો નાનો અને જીવ વિજ્ઞાનમાં અતિ મહત્વનો સજીવ છે: વૈજ્ઞાનિક સંશોધન માટે તે સૌથી વધુ વપરાય છે
આપણે આસપાસ કે ઘરમાં આપણને ઉંદર ઘણીવાર જોવા મળે છે. નાનકડું જીવ ઘણીવાર ત્રાસ દાયક થઇ પડે છે તેના મારફત ઘણા બધા રોગો પણ ફેલાય છે. વર્ષો પહેલાં પ્લેટ મરકી જેવા રોગો પણ ફેલાય છે. વર્ષો પહેલા પ્લેટ-મરકી જેવા રોગો ફેલાયા હતા. તેમની પ્રગતિ સર્વ સમાન છે, હા તે નાની મોટી સાઇઝમાં જોવા મળે છે, ઘર ઉંદર સાથે જંગલી ઉંદર પણ હોય છે. એ સસ્તન વર્ગનું અતિ મહત્વનું પ્રાણી છે. તે મૂળ જંગલી હોવા છતાં માણસોની વચ્ચે રહે છે.
ઉંદરની રચના જોઇએ તો અણીવાળુ નાક, નળાકાર, શરીર અને વાળ વિનાની પૂંછડી હોય છે. તેનો ઉપયોગ પાલતું ઉંદર તરીકે પણ થાય છે, પરંતુ સૌથી વધુ પ્રયોગશાળામાં વૈજ્ઞાનિકો શોધ સંશોધન માટે કરે છે. માનવ શરીર રચનાની સાથે ઉંદરની રચના મહદ અંશે મળતી હોવાથી વેકસીનની એનીમલ ટ્રાયલ પહેલા ઉંદર પર જ કરવામાં આવે છે.ઘર ઉંદરમાં એક પુખ્ત શરીરની લંબાઇ પૂંછડીના આધારથી નાકની ટોચ સુધી ૭.૫ થી ૧૦ સે.મી. અને ૫ થી ૧૦ હોય છે. ઉંદરનું વજન સામાન્ય રીતે ૧૦ થી રપ ગ્રામ હોય છે. જંગલી વિસ્તારમાં ઘર ઉંદર આછાથી ઘાંટા કથ્થાઇ રંગના હોય છે, પણ પાલતું અને પ્રયોગ શાળાના ઉંદરો સફેદ, કાળા રંગના હોય છે. તેના કાન અને નાક પાસે ઓછા વાળ હોય છે. શરીર ઉપર પણ ટુંકા વાળ હોય છે. પાછલા પગ કદ કરતાં નાના હોય છે અને તે ૪.૫ સે.મી. લાંબુ ડગલું ભરી શકે છે. તેનો ‘ચિૅચ’નીકળતો લાક્ષણિક અવાજ છે.
ઉંદરની પૂંછડી તેના શરીરનું સંતુલન જાળવવામાં મદદરૂપ થાય છે, પરંતુ તેનું મુખ્ય કાર્ય શરીરની ગરમી નિયંત્રણ કરવાનું જયારે બહાર તાપમાન વધે ત્યારે શરીરનું લોહી પૂંછડીમાંથી પસાર થાય છે, જેના કારણે પૂંછડીનું તાપમાન ૧૦ ડીગ્રી વધે છે આથી ગરમ પ્રદેશમાં રહેતા ઉંદરની પૂંછડી લાંબી હોય છે. આ ઉપરાંત ચડતા કે ઉતરતા તેની પૂંછડી તેના સમતોલન જાળવવા મદદરૂપ થાય છે.
પુરાણકથામાં સિંદુરાસર રાક્ષસના સંહારની વાત આવે છે વામદેવ ઋષીના શાપથી કૌંચ ગાંધર્વ પૃથ્વી પર ઉંદર સ્વરુપે અવતરે છે. પૌરાણિક ગ્રંથોમાં જણાવ્યા મુજબ આ દિવસથી આ શાપિત ઉંદર ભગવાન ગણપતિજીનું વાહન ગણાવાની સાથે પૂજનીય પણ બન્યો.
વિશ્ર્વમાં તેની કુલ ૬૪ પ્રજાતિઓ જોવા મળે છે, પણ મુખ્યત્વે ઉંદર ભૂખરા, કાળા અને સફેદ વધુ જોવા મળે છે. તે ઘરમાં કે શાકભાજીના બગીચામાં કે ખોરાક પડયો હોય ત્યાં, દુકાનોમાં નુકશાન પહોચાડે છે. ઘણીવાર તો તે મહાન સમસ્યા સર્જી શકે છે. તે ૧પમી સદીમાં વિવિધ ચેપી રોગોના વસ્તના મુખ્યુ મુખ્ય કારણ હતું, કોલેરા તેને કારણે જ ફાટી નીકળે છે. હાલ પણ આપણે તેને ભગાડવા, મારવા નિતનવા નુસ્ખા અજમાવવીએ છીએ.ઉંદરો લગભગ પૃથ્વીના દરેક વાતાવરણમાં જીવીત રહી શકે છે. તે સર્વભક્ષી જીવ છે, પણ કેટલીક પ્રજાતિ ફકત વનસ્પતિ ખોરાકમાં શાકભાજી, ફળ, બીજ પસંદ કરે છે તો કેટલાક નાના જીવ જંતુ પણ આરોગે છે. માણસ ઉપરાંત તેના દુશ્મનોમાં કુંતરા, બિલાડી પણ છે. ઉંદર રાજા રાતના રાજા છે. ખુબ જ બુઘ્ધીશાળી પ્રાણી છે. જમીનમાં બનાવેલ તેના રહેણાંકની સિસ્ટમ પણ જોવા જેવી હોય છે. સફેદ ઉંદર અને જંગલી ઉંદર વચ્ચે ઘણો તફાવત જોવા મળે છે. વિદેશોમાં તો સફેદ ઉંદર પાળવાનો બહુ જ ક્રેઝ છે.જાુના જમાનાની લગભગ દરેક વાર્તામાં ઉંદર અચુક આવે છે. હાલની કાર્ટુન ફિલ્મોમાં પણ તેની બિલાડીની વાતો સાથે બાળકોને ગમ્મત કરાવતી સિરીયલો આવ છે. જો તમે તમારા ઘરમાં ઉંદર જોશો તો તમે ગભરાય જશો અને તમે તેને તમારા ઘરમાંથી બહાર કાઢવા માટે બધી જ યુકિતઓ કામે લગાડશો. ઉંદર ઉપર ઘણી બધી અંગ્રેજી ફિલ્મો પણ બની છે.
આ મંદિરમાં ર૦ હજાર ઉંદરો રહે છે!!
રાજસ્થાનના ઐતિહાસિક બિકાનેર શહેરથી ૩૦ કી.મી. દુર આવેલ કરણી માતાના મંદિરને ‘ઉંદરોના મંદિર’ તરીકે ઓળખવામાં આવે છે. આ જગ્યાએ ર૦ હજારથી વધુ ઉંદરો છે. મંદિરમાં આવેલા ભકતજનોને ઉંદરોનું એઠું ભોજન જ પ્રસાદ તરીકે અપાય છે. નવાઇની વાત એ છે કે હજુ સુધી આ પ્રસાદ ખાયને કોઇ ભકતજન બિમાર પડયો નથી. કરણીમાતા, જે જગદંબાના મૂર્ત સ્વરુપ તરીકે અહીં ઓળખાય છે. તે બિકાનેરનાં કુળદેવી છે. આ મંદિરમાં ઉંદરોની સંખ્યા વિશેષ છે. કાળા ઉંદર સાથે થોડાક સફેદ ઉંદર પણ છે. આશ્ર્ચર્યની વાત છે કે સવારે પ વાગે અને સાંજે ૭ વાગે આરતી વખતે બધા ઉંદરો આવી જાય છે. આ ઉંદરો ‘કાબા’તરીકે ઓળખાય છે. માતાને ચઢાવેલો પ્રસાદ સૌ પ્રથમ ઉંદર ખાય છે, બાદ માં ભકતજનોને અપાય છે. બીજા મોટા પ્રાણીઓથી તેના રક્ષણ માટે મંદિરની ફરતે મોટી જાળી રાખવામાં આવી છે. અહીંના ભકતજનો ઉંદરોને કરણી માતાના દિકરામાનીને પૂજા પણ કરે છે.