પ્રિયંકા ચોપડાએ હાલમાં જ તેના મિત્રો માટે પાર્ટી આપી હતી, જેમાં દીપિકા પાદુકોણ જોવા ન મળી હોવાથી તેમની વચ્ચે ફરી મતભેદની વાતો ચાલી રહી છે. ‘બાજીરાવ મસ્તાની’ બાદ તેમની વચ્ચે મતભેદ ચાલી રહ્યા હતા એવી વાતો ચાલી હતી. તેમ જ એક અવૉર્ડ-શોમાં તેમણે સાથે ડાન્સ કરવાની પણ ના પાડી હતી એવી ચર્ચા હતી. જોકે પ્રિયંકાએ આ તમામ વાતને ફગાવી દીધી હતી. તેમ જ તેની પાર્ટીમાં તેણે દીપિકાને પણ આમંત્રણ આપ્યું હતું. દીપિકા ગેરહાજર રહેવાથી તેમની વચ્ચે મતભેદની વાતે ફરી જોર પકડ્યું હતું. જોકે દીપિકા વ્યસ્ત હોવાથી તે પાર્ટીમાં નહોતી આવી. એ રાતે તે તેની આગામી ફિલ્મ ‘પદ્માવતી’નું શૂટિંગ કરી રહી હતી અને તેથી નહોતી આવી શકી. આ પાર્ટીમાં દીપિકા જ નહીં, સંજય લીલા ભણસાલી પણ હાજર નહોતા.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.