કોંગ્રેસ પાર્ટીને રાહુલ બાદ પાર્ટીની જવાબદારી કોને સોંપવી તે મોટો પ્રશ્ન સાબીત થઈ રહ્યો છે
દેશમાં છેલ્લા ઘણા સમયથી ચાલતી રાજકીય ઉલ-પાલમાં દેશમાં યેલી ચૂંટણી અને તેના પરિણામોથી રાજકીય પાર્ટીઓમાં ફેરફાર થતા રહ્યાં છે. ત્યારે કોંગ્રેસ દ્વારા રાહુલનો વિકલ્પ શોધવો અઘરો પડી રહ્યો છે. કોંગ્રેસ પક્ષ પોતાના પરિવારવાદના સિમ્બોલી પ્રખ્યાત યેલ છે ત્યારે વિચારવા જેવી વાત એ છે કે, શું ફરી એકવાર પરિવારવાદ સામે આવશે કે કોઈ અન્ય વિકલ્પ કોંગ્રેસ શોધશે. કોંગ્રેસ પાર્ટી પોતાનું પ્રદર્શન સંસદમાં ભલે સારૂ પ્રસપિત કરી શકી હોય પરંતુ વાસ્તવિક રીતે લોકસભા ચૂંટણી અને વિધાનસભા ચૂંટણીનું પ્રદર્શન સારૂ ન રહેતા પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધી રાજીનામુ ધરી દીધુ છે. ત્યારે ઘણા બધા કારણો વિચારી શકાય. રાજીનામા પાછળ કોંગ્રેસનું ઉતરતું પ્રદર્શન સાથે લોકસભાની હાર કર્ણાટક અને બંગાળના પદાધિકારીઓનું પોતાની જવાબદારીી ભાગવું સો ગોવાના ૧૦ થી ૧૫, તેલંગણાના ૧૨ થી ૧૯, ગુજરાતના ૨, કર્ણાટકના ૯ સો ડાબેરીના ૩ ધારાસભ્યોના રાજીનામાથી એવું લાગી રહ્યું છે કે, પાર્ટી ક્યાંકને ક્યાંક નેતૃત્વ વિહીન થઈ ગઈ છે. જ્યારે કોંગ્રેસના પાંચ મુખ્યમંત્રીઓ દ્વારા પણ રાજીનામા ધરી દેવામાં આવ્યા હતા. કોંગ્રેસનો પ્રચલીત ચહેરામા નો એક એવો નવજોતસિંધુ પણ રાજીનામા સાથે કોંગ્રેસમાંથી બહાર થઈ ગયો છે. ત્યારે જોવાનું એ રહ્યું કે, કોંગ્રેસ કોના પર પ્રમુખનો તાજ પહેરાવશે.
કોંગ્રેસ પાર્ટીમાં રાષ્ટ્રીય નેતૃત્વી સામાન્ય કાર્યકર સુધી ઉંમરનો ભેદભાવ જોવા મળી રહ્યો છે. આજની યુવા પેઢીના વિચારો પછી એ રાજકીય હોય કે દેશહિતના તમામ પાસાઓ પર યુવા પેઢીના વિચારોમાં વિસંગતતા જોવા મળી છે. પાર્ટી દ્વારા અમુક જ્ઞાતિઓનું સર્મન પણ નુકશાનકારક સાબીત થયું છે ત્યારે હાલ પાર્ટી અધ્યક્ષ તરીકે કોંગ્રેસને એક એવો ચહેરો જોઈએ છે કે જે દેશના યુવાનો અને તમામ લોકોને પોતાના વિચારોી અને પ્રદર્શની પ્રભાવિત કરી શકે. કોંગ્રેસની પરિવારવાદની રાજનીતિ પણ કોંગ્રેસને સારૂ નેતૃત્વ ન દઈ શકવાનું કારણ કહી શકાય. ત્યારે આવનારા સમયમાં જોવાનું રહ્યું કે, કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ તરીકે ક્યાં ચહેરાને સામે લાવે છે અને ખરેખર તે રાહુલની જગ્યાએ બેસવા યોગ્ય છે ખરો.