બેંગ્લોરનો એક પગ પ્લે ઓફમાં છે અને હવે તેણે પોતાની તમામ મેચ જીતવી પડે એમ છે. ચેન્નાઈ સામે તેને સારી તક છે ત્યારે સુનિલ ગાવસ્કરે બન્ને ટીમનું એનાલિસીસ કર્યુ હતુ અને કેપ્ટન ધોનીનાં નિર્ણયો પર આશ્ચર્ય પણ વ્યક્ત કર્યુ હતું. ચેન્નાઈ કોલકતા સામે આસાનીથી હારી ગયું હતુ. એક તબક્કે તેની ઈનિંગ ૯૦ રન પર અસ્થિર બની હતી. પણ પછી તેઓ ૨૦૦ નજીકનો સ્કોર કરવામાં સફળ રહ્યાં હતાં. પણ કલકતાએ જે રીતે રનચેઝ કર્યો હતો, તે જોતાં તેણે ૨૦૦ રન કર્યા હોત તો તે પણ ઓછા પડેત. આમ છતાં પ્રથમ બેટીંગ કરી. ૨૦૦ રન કરનાર ટીમ સામેની ટીમને ૧૦ની રનરેટથી રમવાનાં માનસિક દબાણ હેઠળ મુકી શકે છે. તેમાં પણ જો એક કે બે વિકેટ પડી જાય તો બેટિંગ ટીમ વધારે દબાણમાં આવી જાય.
ધોનીનાં અમૂક નિર્ણયો વિચાર માંગી લે તેવા છે. જેમ કે તેણે ડુ પ્લેસિસને ઉપર બેટિંગ કરવા ઉતાર્યો. જેનાથી ઓરેંજ કેપ હોલ્ડર રાયડુને ઓછી ઓવર્સ રમવા મળી હતી. જેનાં લીધે તેને સેટ થયા વગર ફટકાબાજી કરવી પડે છે, જે આસાન નથી. તેણે જે રીતે ઈડન ગાર્ડંસમાં બ્રાવોનો ઉપયોગ ન કર્યો એ જોઈને પણ નવાઈ લાગે છે. બ્રાવો અત્યારે સારા ફોર્મમાં છે. જે રવિંદ્ર જાડેજા કરતા સારા ફોર્મમાં છે. જ્યારે બેંગ્લોર કેપ્ટન કોહલી ઉપરાંત મેક્કુલમ અને ડી કોક અને ડીવિલીયર્સની હાજરીમાં ખુબ મજબુત જણાઈ રહી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com