રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૩ના પૂર્વ કોર્પોરેટર અને ભાજપના સિનીયર નેતા અગ્રણી હરિવાલા ડાંગર (બાપલીયા)ને તાજેતરમાં પેટા ચુંટણીના પ્રચાર દરમિયાન એકાએક બ્રેઈન સ્ટ્રોક આવતા સિનર્જી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તેમના નિવાસ સ્થાને જઈ તેમને રૂબરૂ મળી તબીયત અંગે પૃચ્છા કરી હતી તેમજ ખબર અંતર પુછ્યા બાદ જૂની યાદો વાગોળી હતી.
તેમની સાથે મહિલા મોરચા પ્રભારી અંજલીબેન વિજયભાઈ રૂપાણી, ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, અનુસૂચિત જાતી મોરચાના રાષ્ટ્રિય મંત્રી ભાનુબેન બાબરીયા, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, કલેકટર ગુપ્તા, ડી.સી.પી. જાડેજા, સિનર્જી હોસ્પિટલના ડો, ડોબરિયા, ડો, ગજેરા, ઉદ્યોગપતિ ઘનશ્યામભાઈ હેરભા, આહીર અગ્રણી હિરેનભાઈ વસરા, ભાવેશભાઈ લાવડિયા, ભરતભાઈ મોરી, અશ્વિનભાઈ જરુ, સુરેશભાઈ રાઠોડ, રમેશભાઈ બાલસરા, હિતેશભાઈ ડાંગર તેમજ મેઘાભાઈ ડાંગર દ્વારા ખબર અંતર પૂછવામાં આવ્યા હતા. હાલમાં હરીભાઈ ડાંગરની તબિયત સુધારા પર હોવાનું તેમના ધર્મપત્ની અને વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર જયાબેન હરીભાઈ ડાંગર અને પુત્ર શૈલેષભાઈ ડાંગરે જણાવ્યું હતું. માલવિયા નગર પોલીસ સ્ટેશનના પી.આઈ. ચુડાસમા સાહેબ તેમજ તેમની ટીમ દ્વારા ખડેપગે સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્ય હતું. તેમજ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ હરિવાલા ડાંગર (બાપલીયા)ને તબિયત વહેલી તકે સારી થઇ જાય અને ફરીને લોકસેવા કરવા માટે કાર્યરત બને તેવી હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવી હતી.