હિન્દુ ધર્મમાં દરેક ભગવાન જુદા-જુદા જાનવરો પર બિરાજમાન છે. દરેક ભગવાનનું પોતાનુ અલગ વાહન છે. જેમ કે ભગવાન વિષ્ણુનું વાહન ગરુડ, ભગવાન ગણેશનું વાહન ઉંદર છે. તેમ માં દુર્ગાનું વાહન વાઘ છે. પરંતુ તમે જાણો છો કે માં દુર્ગા વાઘ પર સવારી શા માટે કરે છે. તેની પાછળ એક પૌરાણિક કથા છે.
એવુ કહેવાય છે કે અનેક વર્ષો સુધી તપસ્યા કરવાને કારણે માતા શ્યામ પડી ગયા હતા. અને આ કઠોર તપસ્યા પછી શિવ અને પાર્વતીના લગ્ન થઇ ગયા. ત્યાર બાદ તેમણે સંતાનના ‚પમાં કાર્તિકેય અને ગણેશની પ્રાપ્તિ થઇ. આ કથા મુજબ ભગવાન શિવ સાથે લગ્ન થયાના એક દિવસ પછી જ્યારે બંને સાથે બેઠા હતા ત્યારે પાર્વતીજી સાથે મજાક કરતા શિવજીએ તેમને કાળી કહ્યુ હતું. જેનાથી પાર્વતીજી નારાજ થઇ ગયા અને વનમાં ચાલ્યા ગયા. ત્યાં જઇને તે તપસ્યા કરવા લાગ્યા. એક દિવસ વનમાં એક ભૂખ્યો-તરસ્યો વાઘ આવ્યો. અને માં પાર્વતીને તપસ્યા કરતા જોઇ ત્યાં જ બેસી ગયો થોડા સમય બાદ શિવજીએ માં પાર્વતીની તપસ્યાથી પ્રસન્ન થઇ તેમને ગોરા થવાનુ વરદાન આપ્યુ. જ્યારે માતાએ આંખ ખોલીને જોયુ તો તેમની સામે વાઘ બેઠો છે. માતાએ વિચાર્યુ કે તેમની સાથે-સાથે આ વાઘે પણ કઠોર તપસ્યા કરી છે. તેથી માતાએ તેમને પોતાનુ વાહન બનાવી લીધુ.
આ લેખમાં આપવામાં આવેલ માહિતી ફક્ત ધાર્મિક આસ્થાઓ અને લૌકિક માન્યતાઓ પર આધારિત છે તેથી સામાન્ય જનરુચિને ધ્યાનમાં રાખીને પ્રસ્તૃત કરવામાં આવી છે.