ગુજરાત હાઇકોર્ટમાં દાખલ જાહેર હિતની અરજી કોર્ટમાં ગ્રાહ્ય કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે જવાબ માંગતી અદાલત નોટિસ ઇશ્યુ કરી
વિવાહિત બળાત્કારના કિસ્સામાં પતિને સજાની આ જોગવાઈના દાયરામાંથી બહાર રાખવા ના નિયમ સામે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજી કોર્ટે ગ્રાહ્ય રાખી છે , વિવાહિત બળાત્કારના કિસ્સામાં પતિને સજાના દાયરામાંથી બહાર રાખવા ની જોગવાઈ સામે ઘણા લાંબા સમયથી વિરોધ ઉઠવા પામ્યો છે જોકે આ અંગે કોઈ અરજી કે કાયદાકીય પડકાર અત્યાર સુધી સામે આવ્યો ન હતો આજે હાઇકોર્ટમાં એક જાહેર હિતની અરજી મળતા તે આ અરજીને ગ્રાહ્ય રાખી છે એવો સવાલ ઉઠાવ્યો છે કે વિવાહિત બળાત્કારમાં પત્ની પર બળાત્કાર ગુજારવા બદલ પતિને શા માટે સજા ના દાયરા માં થી બહાર રાખવામાં આવે છે,
ગુજરાત હાઇકોર્ટ જાહેર હિતની અરજી ગ્રાહ્ય રાખીને આ અંગે કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસેથી જવાબ માટે નોટિસ ઈસ્યૂ કરવામાં આવી છે હાઇકોર્ટના આ નિર્ણયને લઈને હવે વિવાહિત બળાત્કારના મામલામાં નવેસરથી ચર્ચા વિચારણા અને કાયદાકીય જોગવાઈ માટેના દરવાજા ખુલશે વિવાહિત બળાત્કારના મામલામાં પતિને સજા ના ડાયરા માં થી બહાર રાખવાની જોગવાઈ ને હવે અદાલતમાં પડકારવામાં આવ્યો છે હાઈકોર્ટે આ માટે કેન્દ્ર અને સરકાર રાજ્ય સરકાર પાસે જવાબ આપવા નોટિસ ઇશ્યુ કરી છે.