જીવન ખુલીને જીવવું હોય તો ખુશ રહેતા શીખો. ખુશ રહેવાથી માત્ર તણાવથી જ નથી બચી શકાતું પરંતુ તેની સાથે આપણું મન પણ એક્ટીવ રહે છે. લોકોને ખુશીનું મહત્વ સમજાવવા માટે દર વર્ષે 20મી માર્ચે સમગ્ર વિશ્વમાં ઈન્ટરનેશનલ ડે ઓફ હેપીનેસની ઉજવણી કરવામાં આવે છે.
દર વર્ષે સંયુક્ત રાષ્ટ્ર આ દિવસે તેનો હેપ્પીનેસ ઈન્ડેક્સ જાહેર કરે છે.
હેપીનેસ ડે દ્વારા, લોકોના માનસિક સ્વાસ્થ્ય અને ખુશ રહેવા પર ભાર મૂકવામાં આવે છે. વાસ્તવમાં આ ઈન્ડેક્સ દ્વારા એ જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે કે કયા દેશમાં કેટલા લોકો ખુશ છે.તો , ચાલો જાણીએ કે ઈન્ટરનેશનલ ડે ઓફ હેપીનેસની ઉજવણી ક્યારે શરૂ થઈ અને આ વર્ષની થીમ શું છે.
11 વર્ષ પહેલા શરૂ કરી હતી
આ હેપીનેસ ડે ઉજવવાની શરૂઆત બહુ જૂની નથી. આ દિવસની ઉજવણી 2013માં એટલે કે 11 વર્ષ પહેલા શરૂ થઈ હતી. જો કે, 2011 માં, સંયુક્ત રાષ્ટ્રના સલાહકાર જેમ્સ ઇલિયને હેપ્પીનેસ ડે ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેના બીજા જ વર્ષે 2012માં યુએનમાં આ અંગે એક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ 20 માર્ચે ઈન્ટરનેશનલ ડે ઓફ હેપ્પીનેસ મનાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો.
આ વર્ષની થીમ
દર વર્ષે ઈન્ટરનેશનલ ડે ઓફ હેપીનેસની થીમ અલગ-અલગ હોય છે, તમને જણાવી દઈએ કે આ વર્ષની થીમ ‘રિકનેક્ટિંગ ફોર હેપ્પીનેસ બિલ્ડીંગ રિઝિલિએન્ટ કોમ્યુનિટીઝ’ છે.
તમારા પ્રિયજનોને આ શુભેચ્છાઓ મોકલો
હંમેશા ખુશ રહેવાનો અર્થ એ છે કે સૌ પ્રથમ તમે તમારી સંભાળ રાખો. તમારી હિંમત અને ઉડાન પર ક્યારેય શંકા ન કરો
જીવનમાં સુખી થવું હોય તો ઈચ્છાઓ ઓછી કરો !! જો તમારે સુખ પ્રાપ્ત કરવું હોય તો તમારા પોતાના પર વિશ્વાસ રાખો.
જો તમારે જીવનમાં સુખી થવું હોય તો બીજાના સુખ અને પોતાના દુ:ખને જોવાનું બંધ કરો, તેનાથી તમે જીવનમાં ખૂબ જ ખુશ રહેશો.
હોઠ પર સ્મિત હોય તો સ્મિતની કિંમત પણ ચૂકવવી પડે છે!! આ દુનિયામાં કંઈપણ મફત નથી, દરેક વસ્તુ માટે ચૂકવણી કરવી પડે છે.
જીવનમાં, એક વાત યાદ રાખો કે હું કેટલો ખુશ છું? એના કરતા હંમેશા એ વિચારો કે દુનિયામાં મારાથી કેટલા લોકો ખુશ છે.