હિન્દુ હોવાથી ટીમમાં જે અપમાન મળ્યું તે બાદ પાકના અનેક ખેલાડીઓને આડે હાથ લેતો દાનિશ
ભારત દેશમાં જયારથી સીએએ કાયદો લાગુ થયો છે તેની અસર પાકિસ્તાન ક્રિકેટમાં પણ જોવા મળી રહી છે ત્યારે પાકિસ્તાન તરફથી ૧૦ વર્ષ સુધી રમેલા લેગ સ્પીનર દાનિશ કનેરિયાએ પાકિસ્તાન ક્રિકેટ ટીમનાં અનેકવિધ ખેલાડીઓને આડે હાથ લીધા હતા અને જણાવ્યું હતું કે, પાકિસ્તાન દ્વારા દેશનાં ગદ્દારો કે જેઓએ દેશને હરાવવા માટે મેચ ફિકસીંગ કર્યા બાદ તે તમામ ખેલાડીઓની સામે હિન્દુ ખેલાડીઓ માટે અસ્પૃશ્યતા શા માટે ત્યારે પાકિસ્તાનના સ્પીનર દાનિશ કનેરિયાએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની ઝાટકણી પણ કરી હતી સાથો સાથ તે તમામ ખેલાડીઓ કે જેના તરફથી સપોર્ટ મળ્યો હોય તેનો આભાર પણ માન્યો હતો. સીએએ કાયદો બનતાની સાથે જ પાકિસ્તાન ક્રિકેટમાં ઘણા ઉતાર-ચઢાવ અને ઘણા ઘટસ્ફોટ પણ સામે આવી રહ્યા છે.
પાકિસ્તાનમાં હિન્દુ ક્રિકેટરોના શોષણની વાતો સામે આવ્યા બાદ પૂર્વ લેગ સ્પિનર દાનિશ કનેરિયાએ જણાવ્યું હતું કે, જે લોકો એમ કહી રહ્યાં છે કે, હું સસ્તી પ્રસિદ્ધિ, યૂટ્યૂબ વિડીયો માટે આ વાતો કરી રહ્યો છું તો તેમને હું યાદ અપાવી દઉં કે, મેં નહીં પણ શોએબ અખ્તરે કરી હતી. મેં જે રીતે તે બધી બાબતોને સહન કરી, ક્યારેય કોઈ સ્તરે ક્રિકેટ રમતી વખતે તેને ક્રિકેટની આગળ આવવા ન દીધી. હંમેશાં મારી રમત પર ફોકસ પર રાખ્યું. કનેરિયા આગળ કહે છે કે, ફિક્સિંગ અંગે મારા વિશે વાતો કરે છે પણ પહેલા જાણી તો લો કે મારા પર બીજા સાથી ક્રિકેટર્સને ઉશ્કેરવાના આરોપ લાગ્યા હતા. મેં દેશને વેચ્યો તો નથી ને. અહીં તો એવા લોકો છે જેમણે દેશને વેચ્યો, જેલ ગયા અને પછી આવીને ટીમમાં ક્રિકેટ રમવા લાગ્યા. તેમનું સન્માન કરવામાં આવ્યું. મેં તો કોઈ પૈસા ખાધા નથી, મારી ભૂલ પણ સ્વીકાર કરી.
જણાવી દઈએ કે પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે કહ્યું હતું કે, પૂર્વ લેગ સ્પિનર કનેરિયાને તેના ધર્મના કારણે ઘણા લોકો ટીમમાં જોવા માગતા નહોતા. જોકે, તેણે હવે આના પર સ્પષ્ટતા આપી અને કહ્યું કે, તેના આ નિવેદનને પૂર્ણ રીતે ખોટું સમજવામાં આવ્યું. તેણે કહ્યું કે, ધાર્મિક આધાર પર કોઈની સાથે ભેદભાવ કરવો તેની ટીમનું કલ્ચર નથી.
કનેરિયાને ૨૦૧૨માં ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે આજીવન પ્રતિબંધિત કર્યો હતો. પીસીબીએ ૨૦૧૨માં આઈસીસીના એન્ટી કરપ્શન પ્રોટેકોલનું અનુકરણ કરતા કનેરિયા પર આજીવન પ્રતિબંધ પુષ્ટ કર્યો હતો. કનેરિયા ઈંગ્લિશ કાઉન્ટી મેચોમાં સ્પોટ ફિક્સિંગ અને અન્ય ખેલાડીઓને સ્પોટ ફિક્સિંગ કરવા માટે ઉશ્કેરવાનો દોષી ઠેરવ્યો હતો.