ઈન્ફોસિસ જેવી નામાંકિત કંપનીનાં શેરધારકોની અસ્ક્યામતનું એક જ દિવસમાં ૫૩,૦૦૦ કરોડથી વધુનું ધોવાણ !!!
દેશની અર્થવ્યવસ્થા પર માઠી અસર પહોંચી છે તેનું કારણ એક એ પણ છે કે, દેશમાં જે અબજોપતિ લોકો વ્હીલફુલ ડિફોલ્ટર થતા જે નાણાનો સ્ત્રોત દેશને મળવો જોઈએ તે મળી શકતો નથી જેનાં કારણોસર દેશની અર્થવ્યવસ્થાને સૌથી મોટો ફટકો પડે છે. દેશમાં વ્હીલફુલ ડિફોલ્ટરોની સંખ્યા દિન-પ્રતિદિન વધતી હોય તેવું લાગી રહ્યું છે. જેમાં નિરવ મોદી, વિજય માલ્યા જેવા લોકો અને હવે બે ડાઘ એવી આઈટી કંપની ઈન્ફોસીસનાં પણ બે વરિષ્ઠ અધિકારીઓ વ્હીલફુલ ડિફોલ્ટર બનવા જતા કંપનીની શાખ અને કંપનીનાં શેરોમાં અનેકગણો ઘટાડો જોવા મળ્યો છે.
આઈટી કંપની ઈન્ફોસિસનાં ટોચનાં બે અધિકારી કંપનીનાં શોર્ટ ટર્મ રેવન્યુ અને પ્રોફિટમાં ખોટી ગેરરીતી કરવા બદલ ફરિયાદનાં પગલે ઈન્ફોસિસનાં શેરમાં ૧૬ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આંકડાકિય માહિતી અનુસાર કંપનીનું માર્કેટકેપ રૂા.૩ લાખ કરોડની સપાટીથી નીચે ઉતરી રૂા.૨.૭૬ લાખ કરોડ થઈ ગયું હતું. જયારે ગઈકાલનું માર્કેટકેપ રૂા.૩.૨૭ લાખ કરોડ હતું તે જોતા કંપનીનાં શેરધારકોની મુડીમાં આશરે રૂા.૫૩ હજાર કરોડથી પણ વધુનું ધોવાણ થયું છે. કંપનીનાં ચેરમેન નંદન નિલેકરણીએ આપેલા એક સ્ટેટમેન્ટ મુજબ કંપનીની ઓડિટ કંપની આ મુદ્દે સ્વતંત્ર તપાસ હાથધરશે અને આ તપાસ શારદુલ અમરચંદ મંગલદાસ એન્ડ કંપનીને સોંપવામાં આવી છે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, કંપનીની ઓડિટ સમિતિ સીઈઓ સલિલ પારેખ અને સીએફઓ નિલાંજન રોયની સામે વ્હિસલ બ્લોઅર ગ્રુપ દ્વારા લગાવાયેલા આરોપોની સ્વતંત્ર તપાસ કરશે. પોતાને નૈતિક કર્મી જણાવતા કંપનીના એક વ્હિસલ બ્લોઅર જૂથે પારેખ અને રોયની સામે ટૂંકા ગાળામાં આવક અને લાભ વધારવા માટે અનૈતિક કામકાજમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે. તેમની આ ફરિયાદને કંપનીની વ્હિસલ બ્લોઅર નીતિ મુજબ સોમવારે ઓડિટ સમિતિની સામે મૂકવામાં આવી. શેર બજારને અપાયેલી માહિતીમાં નીલેકણીએ એક સ્ટેટમેન્ટમાં કહ્યું કે, સમિતિએ સ્વતંત્ર આંતરિક ઓડિટર સંસ્થા અને લીગલ ફર્મ શારદુલ અમરચંદ મંગલદાસ એન્ડ કંપની સાથે સ્વતંત્ર તપાસ માટે ચર્ચા શરૂ કરી દીધી છે. નીલેકણીએ કહ્યું કે, કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્યોમાંથી એકને ૨૦ અને ૩૦ સપ્ટેમ્બર, ૨૦૧૯એ બે ફરિયાદો મળી હતી. કંપનીએ સોમવારે વ્હિસલ બ્લોઅરની ફરિયાદને ઓડિટ સમિતિ સમક્ષ રજૂ કરવાની જાણકારી આપી હતી. કંપનીના કેટલાક અજાણ્યા કર્મચારીઓ (વ્હિસલ બ્લોઅર)એ આરોપ લગાવ્યો છે કે ઈન્ફોસિસ પોતાની આવક અને નફાને વધારીને રજૂ કરવા માટે પોતાની બેલેન્સ શીટમાં હેરફેર કરી રહી છે.