સામાજિક ધારાના નિષ્ણાંતો માને છે કે હવે સેકયુલર સિવિલ કોડનો સમય પાકી ગયો છે
ભારતમાં શામ ટે સાંપ્રદાયિક સિવિલ કોડ જરૂરી છે? સામાજીક ધારાના નિષ્ણાંતો માને છે કે, યુનિફોર્મ સિવિલ કોડનો સમય પાકી ગયો છે. સુપ્રીમ કોર્ટે ત્રિપલ તલાક મામલે ફેંસલો કર્યા પછી સામાજીક અને સાંપ્રદાયિક સમાનતા માટે કોઈ ફેંસલો કરવો નિહાયત જરૂરી બન્યો છે.
દેશની અદાલતમાં લગ્ન, જન્મ, મરણ, ડીવોર્સ, એડોપ્શનને લગતા કાયદા એટલે કે સિવિલ કોડ છે. પરંતુ સાંપ્રદાયિકતાને લગતો કોઈ સેકયુલર સિવિલ કોડ અસ્તિત્વમાં નથી કે અમલી નથી. આઝાદી પછીના આટલા વર્ષો દરમિયાન આવી કોઈ પહેલ કરવામાં આવી નથી. કોઈ જ પ્રયાસ કરવામા આવ્યો નથી.
યુનિફોર્મ સિવિલ કોડ એ કોઈ ધાર્મિક અગર સાંપ્રદાયિક સ્વતંત્રતા છીનવી લેવા માટે નથી બલકે તેનાથી દરેકને પોતાનો ‘ધર્મ’ નિભાવવાની વધારે સ્વાયત્તા મળશે. દેશમાં સાંપ્રદાયિક સમાનતા સ્થાપશે. દરેક કોમ ધર્મ એક જ પ્લેટફોર્મ પર આવશે. આનાથી લઘુમતીઓને કોઈ જ પ્રકારનો અન્યાય થવાનો ખતરો હરગીઝ નથી.
યુનિફોર્મ સિવિલ કોડ અને સેકયુલર સિવિલ કોડ મામલે સુપ્રીમ કોર્ટ નિષ્ણાંતો પાસેથી સંજ્ઞાન લઈને પહેલ કરે તે સમય પાકી ગયો છે. આનાથી સામાજીક અને સાંપ્રદાયિક સમાનતા સ્થપાશે તે નકકી છે. જો કે સાંપ્રદાયિક સ્વાયતતાને કાયદા કે કાનૂનની દોરીથી બાંધવામાં સવાલ એ ઉઠે છે કે તેનો અમલ કેટલા અંશે થશે? કેમકે ધર્મ સાથે નાગરીકોની ભાવના જોડાયેલી છે!!!