અરૂણાચલ પ્રદેશ આદિકાળ એટલે મહાભારતના સમયથી ભારતનો ભાગ છે

હિંદુ ધર્મમાં પ્રચલિત માન્યતા તથા શ્રીમદ ભાગવત્ પુરાણ અને મહાભારતમાં થયેલા ઉલ્લેખ મુજબ અને  હિંદુઓની માન્યતા પ્રમાણે, રુકમણીજી વિદર્ભના હાલનું મહારાષ્ટ્ર જે છે તેના રાજા ભિષ્મકનાં પુત્રી હતાં. જેઓ ઇદુ મિશમી સમૂહના હતા. અરુણાચલ પ્રદેશના લોઅર દિબાંગ વેલી જિલ્લામાં ભિષ્મકનગર પણ આવેલું છે. ઇદુ મિશમી અરુણાચલ પ્રદેશ તથા તિબેટમાં અસ્તિત્વ ધરાવે છે. ભગવાન કૃષ્ણ અને રૂક્ષ્મણી ના વિવાહ જે માધવપુરમાં યોજાયા તેનું સીધો સંબંધ અરુણાચલ પ્રદેશ સાથે પણ જોડાયેલો છે જેથી એ વાત તો સ્પષ્ટ થાય છે કે કોઈપણ સરહદ ઉપર રેખા ખેંચી લેવાથી સંસ્કૃતિ અને લોકોને વિખુટા પાડી શકાય નહીં. ચાઇના હર હંમેશ અરુણાચલ પ્રદેશના વિસ્તારોને પોતાના ગણાવવા માટે મથામણ કરી રહ્યું છે.

ગત 9 ડિસેમ્બરના રોજ અરુણાચલ પ્રદેશના તવાંગ વિસ્તારમાં ચાઇનાના સૈનિકોએ ઘૂસણખોરી કરવાનું પ્રયાસ કર્યો હતો જેને ભારતીય સૈનિકોએ પીછેહટ કરાવી હતી. સૌથી મોટો પ્રશ્ન એ થાય કે અરુણાચલ પ્રદેશ નો ત્વાંગ વિસ્તારનું મહત્વ શું છે ? તવાંગ જગ્યા શું છે ?  ચીને તવાંગમાં ઘૂસણખોરી કરી અને ભારતના સૈનિકો સાથે ઘર્ષણમાં પણ ઉતર્યું હતું  .  તવાંગ વિશે જાણતા પહેલાં એ જાણી લઈએ કે ચીનની ઘૂસણખોરીને તવાંગ સાથે શું સંબંધ છે. તવાંગ એ અરૂણાચલ પ્રદેશ રાજ્યનો ભાગ છે. ચીનની સરહદને અડીને આવેલો છે અને ચીન તવાંગ અને અરૂણાચલ રાજ્યના કેટલાક ભાગને પોતાનો ગણાવે છે. આ જ કારણથી તવાંગમાં અવાર નવાર ચીની સૈનિકો ઘૂસી આવે છે અને તેને હસ્તગત કરવા માટે મહેનત કરતું હોય છે. તવાંગ વિસ્તાર બહુ મોટો છે અને આ વિસ્તારનું મહત્વ પણ અનેરું છે. અહીં જ ભારતનો સૌથી મોટો અને વિશ્વનો બીજા નંબરનો મોટો બૌદ્ધ મઠ છે. બરફના થરમાં ઊભીને આપણા જવાનો ચીન સામે બાથ ભીડી રહ્યા છે.

Screenshot 6 3

એક સમયે તવાંગ તિબેટનો પણ ભાગ હતો. 1914માં અંગ્રેજો દ્વારા મેકમોહન રેખા જે ખેંચવામાં આવી, ત્યારથી તવાંગ ભારતનો ભાગ બન્યો. 12 ફેબ્રુઆરી 1951ના દિવસે તે ભારતીય સત્તા હેઠળ આવ્યું ત્યાર બાદ ભારતીય સેનાએ અતિક્ર્મણ કરનારા ચીની લોકોને પાછા મોકલી ખદેડી દીધા હતા. ભારતે આ ક્ષેત્રનું સાર્વભોમત્વ મેળવ્યું અને મોન્પા લોકો પરની ત્રાસદીનો અંત લાવવામાં મદદરૂપ સાબિત થયા હતા. 1962ના ભારત-ચીન યુદ્ધ સમયે તવાંગ ચીનના કબજા હેઠળ ચાલ્યું ગયું હતું. મહાવીર ચક્ર મેળવનાર જસવંતસિંહ રાણાએ અહીં બહાદુરી બતાવી હતી. તેમની બહાદુરીના કારણે તવાંગ ભારતમાં ભળ્યું.  પરંતુ વાસ્તવિકતાને હજુ ચીન પચાવી શક્યું નથી અને વારંવાર તે તવાંગ પર પોતાનો કબજો હોવાનો દાવો કરી રહ્યું છે અને ઘૂસણખોરી પણ કરે છે.

3488 કિલોમીટર લાંબી છે ભારત અને ચાઇનાની સીમા

9 ડિસેમ્બરના રોજ અરુણાચલ પ્રદેશમાં લાઈન ઓફ એક્ચુઅલ કંટ્રોલ પર ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઝપાઝપી થઈ. તવાંગ સેક્ટરમાં થયેલી આ ઝપાઝપીમાં બંને સેનાના કેટલાક જવાનોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. પ્રાપ્ત રિપોર્ટ અનુસાર ચીની સૈનિકો તવાંગ વિસ્તારમાં એક ભારતીય ચોકીને હટાવવા માગતા હતા. આ વિસ્તારમાં બંને સેના કેટલાક ભાગ પર પોતપોતાનો દાવો કરતી આવી છે. વર્ષ 2006થી આ વિવાદ ચાલી રહ્યો છે. આ પહેલાં 15 જૂન 2020ના રોજ લદ્દાખની ગલવાન ઘાટીમાં બંને સેનાઓ વચ્ચેની અથડામણમાં 20 ભારતીય સૈનિકો માર્યા ગયા હતા.

ચાઇનાની નિયતમાં જ ખોટ: ઘૂસણખોરી પૂર્વે છે ડ્રોન  અને હેલિકોપ્ટર એલએસી પાસે ઉતાર્યા હતા

તવાંગ વિસ્તારમાં થયેલી ભૂષણખોરી પૂર્વેદ ચાઇનાએ આ વિસ્તાર પર ડ્રોન અને હેલિકોપ્ટર ઉડાડયા હતા જેથી એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે ચાઇના ના પેટમાં ખરા અર્થમાં તેલ રેડાયું છે અને તેની નિયતમાં જ ખોટ વર્તાય છે. વાતને ધ્યાને લઈ ભારતે પણ ડ્રોન અને  ફાઈટર જેટ વિમાનો પેટ્રોલિંગ શરૂ કર્યું છે. માહિતી મુજબ ભારતીય સરહદ પાસે કોઈ આક્રમક પ્રવૃત્તિ  રડાર પર જોવા મળે છે તો એ હવાઈ ઉલ્લંઘન ગણાશે અને ઇન્ડિયન એરફોર્સ તાત્કાલિક પગલાં લેશે. નોર્થ ઈસ્ટમાં એરફોર્સની હાજરી ઘણી મજબૂત છે. સુખોઈ-30 આસામના તેજપુર અને ચબુઆમાં ઘણી જગ્યાએ તહેનાત છે. બંગાળના હાશિમારામાં રાફેલ ફાઈટર જેટ પણ તહેનાત છે, જે ખૂબ જ ઓછા સમયમાં નોર્થ ઈસ્ટને કવર કરી શકે છે.

ભારત-ચીનની સરહદ આવતા દિવસો માટે ચિંતાનો વિષય

9 મી ડિસેમ્બરના રોજ ચાઇના દ્વારા કરવામાં આવેલી ઘૂસણખોરી માત્ર ત્વાંગ વિસ્તાર પૂર્તિજ સીમિત નથી આ પૂર્વે પણ ગલવાન અને લદ્દાખમાં ચાઇનાએ ભૂષણખોરી કરવાનો પ્રયાસ કરેલો છે ત્યારે ભારત માટે આ ચિંતાનો વિષય પણ બન્યો છે કે આ સરહદને કઈ રીતે સુરક્ષિત કરી શકાય. હાલ ચાઇના અને ભારત વચ્ચે જે ઘર્ષણ ચાલી રહ્યું છે તેના પ્રત્યાઘાતો ખૂબ જ ખરાબ સાબિત થઈ શકે છે. પરંતુ હાલ ભારત માટે જો કોઈ ચિંતા નો વિષય હોય તો તે એ છે કે ભારતનું સૌથી મોટું દુશ્મન અત્યારે ચાઇના છે.

ભારત બાદ વર્ષ 1993માં ચીને એલએસસી સરહદને માન્યતા આપી હતી

આદિ અનાદિ કાળથી અરુણાચલ પ્રદેશ ભારતનો ભાગ રહ્યો છે પછી સમયાંતરે ચાઇના દ્વારા અનેક વખત અરુણાચલ પ્રદેશ ના આજુબાજુના વિસ્તારને પોતાનો હોવાનો દાવો પણ કરેલો છે ત્યારે 1993 માં લાઈન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ સરહદને ચાઇનાએ મંજૂરી આપી હતી તેમ છતાં એકવાર નહીં અનેક વખત ચાઇના દ્વારા એલએસી પર ઘુસણખોરી કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

તવાંગમાં થયેલી ઘૂસણખોરીના પડઘા રાજ્યસભા સુધી પહોંચ્યા

અરુણાચલ પ્રદેશના તવાંગ વિસ્તારમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે અથડામણને લઈને સંસદમાં ભારે હંગામો થયો હતો. રક્ષામંત્રી રાજનાથ સિંહે ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલી અથડામણને લઈને લોકસભામાં નિવેદન આપ્યું હતું. પરંતુ વિપક્ષ ના સભ્યોએ રક્ષા મંત્રી પાસે આ અંગેનું  ક્લેરિફિકેશન માગ્યું ત્યારે તે જવાબ રક્ષા મંત્રી રાજનાથ સિંહ દ્વારા આપવામાં આવ્યો ન હતો અને પરિણામે વિપક્ષના નેતાઓએ રાજ્યસભા ખંડ છોડી દીધો હતો એટલું જ નહીં રાજ્યસભાના સ્પીકર હરિવંશ દ્વારા પણ એ વાતની સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આ પૂર્વે એવા અનેક મુદ્દાઓ માં કોઈપણ પ્રકારની ટીપાણી કરવામાં આવેલી નથી.

અરુણાચલ પ્રદેશનું ‘તવાંગ’નું મહત્વ અનેરું

તવાંગએ ભારતના ઉત્તરપૂર્વ ભાગમાં આવેલા રાજ્ય અરુણાચલ પ્રદેશના તવાંગ નામના જિલ્લામાં આવેલું ઐતિહાસિક ગામ છે.  આ નગર 3048 મીટરની ઊંચાઈએ આવેલું છે. શરુઆતમાં આ નગર પશ્ચિમ કમેન્ગ જિલ્લાનું મુખ્યાલય હતું ત્યારબાદ તવાંગ જિલ્લા તરીકે પ્રસ્થાપિત થયો હતો. 55 હજાર જેટલી વસ્તી ધરાવતું આ ગામ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે અને ત્યાં જવા માટે લોકોએ પૂર્વ મંજૂરી પણ લેવી પડે છે. તવાંગમાં લામા સમુદાયનો મઠ છે. આશ્ચર્ય એ છે ભારતમાં આવેલો આ સૌથી મોટો બૌદ્ધ મઠ છે. તવાંગનો અર્થ થાય ઘોડા દ્વારા પસંદ કરાયેલા. અહીંનો મઠ તિબેટમાં આવેલ લ્હાસા પછી વિશ્વનો બીજો સૌથી મોટો મઠ છે.

ગલવાન હોઈ કે લદાખ ચાઈનાએ અનેક વખત ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો છે

અઢી વર્ષ પહેલા પૂર્વ લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારત અને ચીન વચ્ચે હિંસક ઝડપ થઈ હતી. જેમાં ભારતના 20 જવાનો શહીદ થયા હતા, જ્યારે ચીનના 38 સૈનિકો માર્યા ગયા હતા, જો કે ચીન તેને છુપાવી રહ્યું હતું. જવાનો નદીમાં તણાઈ જવાને કારણે મૃત્યુ પામ્યા હતા. ગલવાન ઘાટી પર બંને દેશો વચ્ચે 40 વર્ષ બાદ આવી સ્થિતિ સર્જાઈ હતી. આ પછી હવે હિંસક અથડામણના સમાચાર સામે આવ્યા છે. ગલવાનમાં અથડામણ પાછળનું કારણ એ હતું કે ભારતીય સૈનિકોએ ગલવાન નદીના એક છેડે અસ્થાયી પુલ બનાવવાનો નિર્ણય લીધો હતો. ચીને આ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું શરૂ કર્યું હતું. ઉપરાંત આ વિસ્તારમાં સેનાની સંખ્યા વધારી રહ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.