રાજ્યભરમાં ટ્રાફિક નિયમો તોડનારા લોકો માટે ખરાબ સમાચાર આવ્યા છે. ઘણીવાર હેલમેટ પહેર્યા વિના ચાલકો રસ્તાઓ પર ટુ વ્હીલર ચલાવતા જોવા મળે છે અને તેને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન માનવામાં આવે છે. દરેક ટુ વ્હીલર સવાર માટે હેલમેટ પહેરવું ફરજિયાત છે. આ નિયમનું પાલન હજુ પણ ઘણા લોકો નથી કરતાં.
ટુ વ્હિલરમાં પાછળ બેસનારને પણ હેલ્મેટ ફરજીયાત છે, હાઇકોર્ટની ટકોર:
ટ્રાફિક ભંગના ડેટા આપવા સરકારને આદેશ
એવામાં હેલમેટ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરી છે. ટ્રાફિક નિયમો મૂદ્દે હાઇકોર્ટે સરકારને ટકોર કરતા કહ્યું કે ’હજી પણ લોકો હેલમેટ પહેરતા નથી. હેલમેટ ન પહેરવાને કારણે અકસ્માતમાં મૃત્યુના કેસમાં ઘણો વધારો થયો છે, આ મુદ્દે ચિંતા દર્શાવતા હાઇકોર્ટે સરકારને ફરી એક વખત ટકોર કરી છે.
ટ્રાફિક નિયમના અમલીકરણ મામલે હાઈકોર્ટમાં સુનાવણી પર હેલમેટ પહેરવાના મુદ્દા વિશે હાઇકોર્ટે કહ્યું છે કે, ’ ટુ વહીલર માટે ચાલકો માટે હેલમેટ જરૂરી બનાવો, સરકારના આટલા કાયદા હોવા છતાં પણ લોકો હજુ હેલમેટ કેમ નથી પહેરી રહ્યા?’ આ સાથે જ સરકારને ટોકતાં હાઇ કોર્ટે કહ્યું હતું કે, ’ હેલમટને લઈને કોઈ બેદરકારી ન દાખવવી જોઈએ, હેલમેટ પહેરવાના નિયમનું ફરજીયાત પાલન કરવું જોઈએ..’
મોટર વાહન અધિનિયમ હેઠળના નવા નિયમો હેઠળ, જો ટુ-વ્હીલર સવાર હેલમેટ પહેરે છે પરંતુ પટ્ટા વિના હેલમેટ પહેરે છે અથવા હેલમેટ પાસે બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (ઇઈંજ) પ્રમાણપત્ર નથી, અથવા ઈંજઈં માર્ક નથી તો આ બધાને કલમ 129 હેઠળ ઉલ્લંઘન ગણવામાં આવે છે.
મોટર વ્હીકલ એક્ટના નિયમો અનુસાર ટુ વ્હીલર ચલાવતા દરેક વ્યક્તિએ હેલમેટ પહેરવું ફરજિયાત છે અને હેલ્મેટ યોગ્ય રીતે પહેરવું પણ જરૂરી છે. ઘણીવાર એવું જોવામાં આવ્યું છે કે ચાલકો ચલણથી બચવા માટે હેલ્મેટ પહેરે છે પણ તેની સ્ટ્રીપ્સ લોક કરતા નથી, જેના કારણે અકસ્માતના કિસ્સામાં હેલ્મેટ બહાર આવવાની શક્યતા વધી જાય છે. આ જોતા હેલમેટ પહેરવા સિવાય ટ્રાફિક પોલીસ તેની પટ્ટીઓ લોક કરવા માટે પણ કડક કાર્યવાહી કરી રહી છે.
ટ્રાફિકના નિયમો અનુસાર, જો આમ ન કરનાર વ્યક્તિ પકડાય તો તેનું 2000 રૂપિયાનું ચલણ કાપી શકાય છે.