અમુલ દ્વારા ઉંટડીનું દુધ હવે નાના પેકીંગમાં ઉપલબ્ધ કરાવાયું

તમામ પ્રાણીઓના દુધમાંથી ઉંટડીનું દુધ સ્વાસ્થ્ય વર્ધક ગણાય છે. ઉંટડીનું દુધ પીવાથી મનુષ્યની રોગ પ્રતિકારક શકિતમાં વધારો થાય છે. ઉંટડીનું દુધ ડાયાબીટીસ, હૃદયરોગ અને એનર્જીમાં અસરકારક મનાય છે. ઉંટડીના દુધથી લોહીનું સરકયુલેશન વધતુ હોય મનુષ્ય એનર્જીથી કામ કરી શકે છે. ઉપરાંત, ઉંટડીનું દુધ પીવાથી શરીરનો વિકાસ ઝડપભેર થાય છે. જેથી ઉંટડીનું દુધ પીતા રણ પ્રદેશના લોકો ખડતલ હોય છે. ઉંટડીના દુધની આ ખાસીયતોને લઈને અમુલ દ્વારા થોડા સમય પહેલા ઉંટડીના દુધને બજારમાં વેંચવાની શરૂઆત કરી છે.

ઉંટડીનું દુધ વિવિધ પ્રકારના રોગો સામે માનવ શરીરમાં રોગ પ્રતિકારક શકિત વધારવામાં અસરકારક મનાય છે. પરંતુ રણ પ્રદેશનાં વિસ્તારો સિવાય અન્યત્ર ઉંટોની વસ્તી જોવા મળતી નથી જેના કારણે ઉંટડીનું દુધ મેળવવામાં લોકોને મુશ્કેલી પડે છે. અને મળે છે તો પણ આ દુધ શુધ્ધ હશે કે કેમ? તે અંગે શંકાને સ્થાન રહે છે. જેથી વિશ્વની મોટી દુધ ઉત્પાદક કંપનીમાં જેની ગણના થાય છે તેવી આણંદની અમૂલ કંપનીએ ચાલુ વર્ષનાં જાન્યુઆરીમાં ઉંટડીના દુધને માર્કેટમાં મૂકયું હતુ. અમુલ દ્વારા ૫૦૦ એમ.એલ. ઉંટડીના દૂધના પેકીંગને ૫૦ રૂા.ની કિંમતે વેંચાણ કરવામાં આવી રહ્યા છે.

why-'healthy'-camel-milk-is-needed?
why-‘healthy’-camel-milk-is-needed?

ઉંટડીના દુધને દેશભરમાં વ્યાપક લોકપ્રિયતા મળતા અમૂલ દ્વારા ઉંટડીના દુધમાંથી બનાવવામાં આવેલી ચોકલેટને પણ બજારમાં સૌ પ્રથમ વખત મૂકાય હતી. ૧૫૦ ગ્રામ ચોકલેટની કિંમત રૂા.૧૨૫ રાખવામાં આવી છે. બાળકના સર્વાંગી શારીરીક વિકાસ અને રોગ પ્રતિકારક શકિત વધારવા માટે ઉંટડીનું દુધ શ્રેષ્ઠ મનાય છે. પરંતુ મોટાભાગના બાળકો દુધ પીવામાં ડાંડાઈ કરતા હોય અમુલ કંપનીએ આ દુધમાંથી બાળકોને પ્રિય એવી ચોકલેટ બનાવી હતી અમુલની આ ઉંટડીના દુધની ચોકલેટને ભારે સફળતા મળી છે.

અમુલ કંપની દ્વારા ઉંટડીનું દુધ હાલમાં ૫૦૦ એમ.એલ.ના પેકીંગમાં વેચાય રહ્યું છે. પરંતુ તમામ વર્ગના લોકો આ દુધને તાજે તાજુ પી શકે તે માટે ૨૦૦ એમ.એલ.ના નાના પેકીંગને તાજેતરમાં માર્કેટમાં મૂકવાનો નિર્ણય કર્યો છે. આ અંગે અમૂલ કંપનીના એમ.ડી. આર.એસ. સોઢીએ જણાવ્યું હતુ કે આ ૨૦૦ એમ.એલ. દુધનું પેકીંગ ૨૫ રૂા.ની કિંમતે વેચવા માટે મૂકાશે. ભારતભરમાં સૌ પ્રથમ વખત થઈ રહેલા આ આયોજન માટે કંપની દ્વારા ગાંધીનગરમાં આવેલી અમૂલ ડેરીમાં ઉત્પાદન કરવા તૈયારીઓ કરી લીધી હોવાનું ઉમેર્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.