વકીલ કિરીટ જોશીની હત્યાના વિરોધમાં ૠઇંઅઅ હડતાલમાં ન જોડાતા અસીમ પંડયાને એસોસિએશને પ્રમુખ પદેથી હટાવ્યા

હોદા પરથી દૂર કરાતા બાર એસોસીએશનના પ્રમુખે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. હાઈકોર્ટમાં અરજી દાખલ કરી તેમણે આરોપ મૂકયો છે કે વકીલોની હડતાલમાં તેમણે સાથ ન આપતા એસોસીએશને તેમને પ્રમુખના હોદા પરથી દૂર કરી દીધા છે.

ઉલ્લેખનીય છેકે જામનગરમાં વકીલ કિરીટ જોશીની હત્યાના સમગ્ર સૌરાષ્ટ્રમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસીએશન જીએચએએ દ્વારા હડતાલ કરવામાં આવી હતી અને તમામ વકીલો કોર્ટની કાર્યવાહીથી અલગ રહ્યા હતા જયારે આ હડતાલમાં વકીલ અસીમ પંડયા જોડાયા ન હતા અસીમ પંડયા જીએચએએના પ્રમુખ છે. તેઓએ હડતાલમાં સાથ ન આપતા એસોસીએશને તેમને ૪ મેના રોજ પ્રમુખના હોદા પરથી હટાવી દીધા હતા.

વકીલ અસીમ પંડયાએ ત્યારબાદ એસોસીએશને પત્ર પણ લખ્યો હતો.પરંતુ સભ્યોએ તે ન સ્વીકાર્યો અંતે તેમણે હાઈકોર્ટનો સહારો લીધો છે.અસીમ પંડયાએ હાઈકોર્ટ સમક્ષ જણાવ્યું છે કે, આગામી પ્રમુખની ચૂંટણી ન થાય ત્યાં સુધી રીસેન્ટ ડીસીઝન મુલત્વી રાખવામાં આવે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.