15 મેના કોરોનાની સ્થિતિનો તાગ મેળવ્યા બાદ ધો.10ની
પરીક્ષા લેવી કે કેમ તેનો નિર્ણય કરાશે
છેલ્લા થોડા દિવસોમાં કોરોનાના કેસમાં ભારે ઉછાળો આવતાં રાજ્ય સરકારે પબ્લિક હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પાટા પર ચડાવા માટે પ્રયત્નો વર્ધાયા છે. આ કપરા સમયમાં ગુજરાતના શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની બોર્ડની પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. આ વર્ષે ધોરણ 10માં 12 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. એક તરફ સેન્ટ્રેલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSC) દ્વારા દસમાના વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે ત્યારે રાજ્ય સરકાર આનાથી વિપરીત વર્તી રહી છે. જો કે સરકાર દ્વારા ધો.10ની પરીક્ષા લેવાય તે માટે સતત પ્રયત્નો થઈ રહ્યા છે. કેમ કે હજુ આખો મે માસ પણ જો પરીક્ષા ના લેવાય અને કેસોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે તો પરીક્ષા લઇ શકાય તેવી સ્થિતિ અનુકૂળ છે ત્યારે શા માટે ગુજરાત સરકાર પરીક્ષા મુલતવી રાખી રહી છે?
ધોરણ 10ની એમસીકયુ આધારિત પણ પરીક્ષા લઇ શકાય
ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે ધોરણ 10ના વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષા હાલ પુરતી મોકુફ કરી છે, જેને રદ કરી તમામ વિદ્યાર્થીઓને પ્રમોશન આપવા ઓલ ગુજરાત વાલી મંડળે રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર લખીને રજુઆત કરી છે. જો કે ગઈકાલે જ શિક્ષણમંત્રીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, હાલ તો ધોરણ 10ની પરીક્ષા સ્થગિત જ કરવામાં આવી છે આગામી તારીખ 15 મેના રોજ સ્થિતિનો તાગ મેળવ્યા બાદ નક્કી કરવામાં આવશે કે પરીક્ષા લેવી કે કેમ?
હાલની પરિસ્થિતિ જોતા લાગી રહ્યું છે કે, કોરોનાનાં કેસો દિવસે ને દિવસે ઘટાડો થઈ રહ્યો છે ત્યારે જો હજુ આગામી એક માસ પરિસ્થિતિ થાળે નહીં પડે તો ચોક્કસ થી સીબીએસસીની જેમ ગુજરાત બોર્ડના ધો.10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાશે. બીજો વિકલ્પ એ પણ છે કે, એમસીકયું ટાઈપના પ્રશ્નો આધારિત પણ બોર્ડની પરીક્ષા લઈ શકાય. એટલે હાલની પરિસ્થિતિ મુજબ તો સરકાર દ્વારા ધોરણ 10ની પરીક્ષા લેવાય તેવા પૂરતા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે અને આગામી તારીખ 15 મેના રોજ સ્થિતિનો તાગ મેળવ્યા બાદ જ નક્કી કરવામાં આવશે કે ધો.10ની પરીક્ષા લેવી કે કેમ?
સીબીએસસી બોર્ડ દ્વારા ધો.10ની પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. ત્યારે ગુજરાત બોર્ડ પરીક્ષા લેવી કે નહી તે અંગે હજુ અસમંજસની સ્થિતિમાં છે જોકે પરીક્ષા લઈ શકાય તેવા પુરતા પરિબળો છે કેમ કે હજુ સરકાર પાસે એક મહિનાનો સમય છે અને જુનમાં સરકાર એમસીકયુ આધારીત પરીક્ષા પણ લઈ શકે છે. આ ઉપરાંત હાલ વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ છે જોકે સ્થિતિ થાળે પડે તો ધો.10ની પરીક્ષા લેવાશે જ તે નકકી છે.
રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટી અને કોલેજોમાં 5 જૂન સુધી વેકેશન
સ્કૂલો બાદ રાજ્યની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં પણ ઉનાળુ વેકેશન જાહેર કરવામા આવ્યુ છે.જે મુજબ રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓ અને સંલગ્ન ખાનગી,ગ્રાન્ટેડ અને સરકારી કોલેજોમાં 1લીમેથી ઉનાળુ વેકેશન શરૃ થશે.જે 5મી જુન સુધીનું રહેશે.
રાજ્યની ગુજરાત બોર્ડ હેઠળની તમામ સ્કૂલોમાં 3મેથી 6 જુન સુધીનું ઉનાળુ વેકેશન જાહેર કરવામા આવ્યુ છે.જ્યારે ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટીઓ અને સંલગ્ન કોલેજોમાં 1લીમેથી ઉનાળુ વેકેશન જાહેર કરવામા આવ્યુ છે. યુનિ.ઓના તમામ ભવનો અને યુજી-પીજી કોલેજોના વિદ્યાર્થીઓ તેમજ અધ્યાપકો-ટીચિંગ સ્ટાફ માટે 5 જુન સુધીનું ઉનાળુ વેકેશન રહેશે.કુલ 35 દિવસનું ઉનાળુ વેકેશન રહેશે. ગુજરાત યુનિ.ની ડીન મીટિંગમાં 1લી જુનથી 17 જુલાઈ સુધીનું ઉનાળુ વેકેશન રાખવાની ભલામણ થઈ હતી અને સરકાર દ્વારા તમામ યુનિ.ઓ માટે કોમન વેકેશન જાહેર થાય તે પહેલા યુનિ.દ્વારા નક્કી કરવામા આવ્યુ હતુ પરંતુ જાહેર કરવામા આવ્યુ ન હતું. જો કે યુનિ.એ નક્કી કરેલા અને સરકારે જાહેર કરેલા વેકેશનમાં બહુ મોટો ફેર છે.