જ્યારે વ્યક્તિ જાય મંદિર, તો કહે મનને આજ મળી શાંતિ
દરેેક ધર્મના લોકો પોતાના મંદિરે દર્શન કરવા જતા હોય છે. મંદિર જ્યારે કોઈ પણ જાય તો તે સકારાત્મ્ક્તાની અનુભૂતિ થાય છે. ત્યારે આ સકારાત્મ્ક્તાની અનુભૂતિ શું કામ થાય છે? શું તમે તેના વિષે જાણો છો. ત્યારે મંદિરએ એક આસ્થાનું કેન્દ્ર કહેવાય છે. જ્યાં દરેક વ્યક્તિને શાંતિની અનુભૂતિ થાય છે. મંદિર તો મુખ્યત્વે રીતે આસ્થાનું કેન્દ્ર છે. દરરોજ સવારે સાંજે કે કોઈ પણ સમયે મંદિર પાસેથી પસાર થતી વખતે દરેક પોતાનું માથું નમાવતા હોય છે. ત્યારે આજના સમયમા મંદિર એ વ્યક્તિ માટે પોતાની ભૂલો માટે પ્રાયશિત માટેનું મુખ્ય સ્થાન છે. દરેક મંદિરમાં જતાં દરેક વ્યક્તિ દર્શન કરી ઘંટનો અવાજ,શંખનો નાદ,મંત્રોચાર સાંભળી ધ્યનતા અનુભવતા હોય છે. ત્યારબાદ અનેક વાર લોકો દર્શન કરી તેના પરિસરમાં બેસી એવું કહેતા હોય છે કે, અહી કેટલી શાંતિ લાગે છે.
તો આવી અનુભૂતિ શું કામ થાય મંદિરમા તેના વિશે શું તમે જાણો છો ?
મંદિર તે વેજ્ઞાનિક સિદ્ધાંતથી બનાવાતું હોય છે. મંદિરમાં મુર્તિની સ્થાપના ગુંબજ નીચે થતી હોય છે. જતા સાથે જે ઘંટ વ્યક્તિ વગાડતો હોય છે તે ઘંટ મંદિરમા ધ્વનિના સિદ્ધાંત પર મૂકવામાં આવે છે. ગુંબજને લીધે મંદિરમાં મંત્રોનો મંત્રોચાર ગુંજે છે અને મંદિરમાં પ્રભાવિતતાની અને શાંતિની અનુભૂતિ થાય છે. ગુંબજ અને મૂર્તિનું મધ્યબિંદુ એક હોવાથી મૂર્તિમાં મધ્યબિંદુ એક હોવાથી મૂર્તિમાં નિરંતર ઉર્જા પ્રવાહિત થાય છે. આથી જ્યારે મુર્તિને સ્પર્શ કરી માથું નમાવીએ તો સકારાત્મક ઉર્જા આપણી અંદર પણ પ્રવાહિત થાય છે અને સકારાત્મ્ક્તા અને દિવ્યતા અનુભૂતિ થાય છે. મંદિરની પવિત્રતા પણ આપણાં અંતરમનને પ્રભાવિત કરે છે. ભક્તિ પોતાની અંદર અને બહાર પવિત્રતા રાખવાની પ્રેરણા મંદિર આપે છે. મંદિરમાં વગાડવામાં આવતો શંખ અને ઘંટનો અવાજ પણ વાતાવરણમાંથી નકારાત્મકતાને દૂર કરે છે. તમે દરેક દર્શનાર્થીઓને ઘંટ વગાડીને મંદિરમાં પ્રવેશ કરતાં જોયા હશે. ઘંટનો અવાજ દેવમૂર્તિને જાગૃત કરે છે, જેથી તે આપણી પ્રાર્થના સાંભળી શકે. મંદિરમાં સ્થાપિત દેવએ આસ્થા અને વિશ્વાસનું કેન્દ્ર છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ ભગવાનની મુર્તિ સામે હાથ જોડી અને આંખ બંધ ત્યારે મનમાં ભગવાન સાથે એક આત્મીયતા અને એકરારની ભાવ જાગૃત થાય છે. તો આવી રીતે જ્યારે દરેક વ્યક્તિ એકાગ્ર થઈ અને શાંત મન સાથે મંદિરમાં જઈ પ્રાથના કરે તો તેને પોતાની દરેક વાતનું સમાધાન અવશ્ય મળી જાય છે.
તો મંદિરની મુલાકાત અવશ્ય લેવી જોઇયે અને ત્યાં ધન્યતાની અનુભૂતિ શું કામ થાય તેના વિશે અવશ્ય થોડું જાણવું જોઈયે.