ગર્લ્સ અને ડાયમન્ડનો બેસ્ટ ફ્રેન્ડનો સંબંધ છે. એવી જ રીતે ગર્લ્સ અને ચોકલેટનો પણ અતૂટ સંબંધ છે. મુંબઈની લોકલ ટ્રેનમાં આવતાં-જતાં તમારી આસપાસની ગર્લ્સનું નિરીક્ષણ કરવું. મોટા ભાગની ગર્લ્સ પાસે ચોકલેટ હોય છે. આ ચોકલેટ પેપરમિન્ટ કે ટોફી ની હોતી, પરંતુ કેરેમલ કે ડાર્ક ચોકલેટ હોય છે. ડાયમન્ડની જેમ જ ચોકલેટની જાહેરાતમાં પણ ફીમેલ જ હોય છે. કદાચ એમ કહીએ તો ખોટું નહીં કે ડાયમન્ડ અને ચોકલેટનો બિઝનેસ ફીમેલને કારણે જ વધારે ચાલે છે. જાણીએ કે ચોકલેટમાં એવું શું છે જેી મહિલાઓ એના પ્રત્યે લલચાય છે.
એવું તો ની જ કે માત્ર ગર્લ્સ ચોકલેટ ખાય છે, બોય્ઝને પણ ચોકલેટ ભાવે છે. પરંતુ ફીમેલની જેમ તેમને ચોકલેટ ખાવાનું ક્રેવિંગ ની તું. અમુક ફીમેલ્સ તો ત્યાં સુધી કહે છે કે સેક્સ કરતાં ચોકલેટ વધુ સારી. ફીમેલ્સનો ચોકલેટપ્રેમ નજરે દેખાઈ પણ આવે. ચોકલેટની અસર મહિલા અને પુરુષો પર ાય છે. બન્નેના મગજમાં ચોકલેટ અલગ રીતે કામ કરે છે. તેી બન્નેની ચોકલેટ પ્રત્યેની લાગણી પણ જુદી છે. બન્નેની ચોઇસ પણ જુદી છે. જેમ કે પુરુષો બર્ગર પ્રત્યે વધારે આકર્ષાય છે, જ્યારે મહિલાઓ ની આકર્ષાતી. શું ચોકલેટ મગજ સો દોડાદોડી રમે છે?
સેરોટોનિન ખુશીનો અંત:સ્રાવ છે. આ હોર્મોન શરીરમાં યોગ્ય માત્રામાં જળવાઈ રહે તો ગર્લ્સના ચહેરા પર સદાબહાર સ્માઇલ રહે. પરંતુ જેવું સેરોટોનિનના પ્રમાણમાં ઉપર-નીચે યું કે તેમના ચહેરાની સ્માઇલ પણ આવ-જા કરવા લાગે. ત્યારે ચોકલેટ પોતાની રમત રમે છે. એ શરીરમાંી સેરોટોનિન ઉત્પન્ન કરવામાં મદદ કરે છે. એના લીધે મૂડ પર નિયંત્રણ આવે છે. ચોકલેટ મૂડ-સ્વિંગને ઓછું કરી શકે છે તેમ જ ડિપ્રેશન આવતું અટકાવી શકે છે.
એ સિવાય શરીરમાં ડોપામાઇન નામના હોર્મોનના ઉત્પાદનમાં પણ મદદરૂપ ાય છે. ડોપામાઇન લોકોને માનસિક રીતે સજાગ રહેવામાં મદદરૂપ ાય છે. ડોપામાઇન પર્ફોર્મન્સ-એન્હેન્સિંગ ડ્રગ તરીકે વધુ જાણીતું છે. રમતવીરો આ ડ્રગનો ઉપયોગ કરતા હોય છે. શરીરમાં ડોપામાઇનની કમી વ્યક્તિને બેધ્યાન બનાવે છે અને કામમાં ધ્યાન કેન્દ્રિત કરવા ની દેતી તેમ જ ખરાબ મૂડનો શિકાર બનાવે છે. ચોકલેટ આ સમસ્યા સો લડે છે. જો ચોકલેટ બધા જ માટે સારી છે તો શા માટે મહિલાઓને વધારે ભાવે છે?
મહિલાના મૂડ-સ્વિંગ્સને કુદરત પણ સમજી શકતી ની એટલે જ કદાચ ચોકલેટનું ઇન્વેન્શન યું હશે. ફીમેલ્સના માસિક ચક્રને કારણે વારંવાર તેમના હોર્મોનનું પ્રમાણ ઊંચુંનીંચું યા કરે છે. એના કારણે તેમના મૂડમાં તીવ્ર બદલાવ આવે છે. જેમ વ્યક્તિના મૂડ વધારે બદલાય તેમ એને નિયંત્રણ કરવા જરૂરી બની જાય છે. ત્યારે ચોકલેટ ફરી પોતાની રમત રમવા આવે છે. ચોકલેટ તેમના મૂડને તરત જ બદલી નાખે છે.
ગર્લ્સને માસિક સ્રાવ પહેલાં અને દરમ્યાન ચોકલેટ ખાવાનું ક્રેવિંગ તું હોય છે, કારણ કે આ સમયે તેમનામાં સેરોટોનિનનું પ્રમાણ ઓછું ઈ જાય છે. ચોકલેટ એની સમતુલા જાળવી શકે છે. એ સિવાય ચોકલેટના ક્રેવિંગ માટે બ્લડ-શુગરના નીચા પ્રમાણ અને હોર્મોનની અસમતુલાને જ દોષ આપવો.
રિસાયેલી ગર્લફ્રેન્ડને મનાવવા બોયફ્રેન્ડ ચોકલેટ અને ફૂલોનો સહારો લેતા હોય છે. તેમને ખબર ની હોતી કે આ ફોમ્યુર્લા કેવી રીતે કામ કરે છે. પરંતુ હવે ખબર પડી જશે. ચોકલેટને જોવામાત્રી ગર્લ્સના ચહેરા પર સ્માઇલ આવી જાય છે. એક વાત નોંધવા જેવી કે ગર્લ્સના પર્સમાં ચોકલેટ ન મળે એવું ભાગ્યે જ બને.
ચોકલેટ એક વ્યસન પણ બની શકે છે. અમુક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ચોકલેટની બનાવટમાં આલ્કોહોલની બનાવટમાં વપરાતું સંયોજન હોય છે. તેી નિષ્ણાતોનું માનવું છે કે ચોકલેટને માનસિક વ્યસન કહી શકાય.