હાલ કોરોનાની મહામારી સામે દેશ લડી રહ્યો છે ત્યારે સરકાર દ્વારા ઘણા નિયમો લગાડવામાં આવ્યા છે અને રાજકોટ શહેરમાં બીજી લહેરને કારણે આશંકિત લોકડાવુંન પણ લાદવામાં આવ્યું હતું અને તેની સાથે વિદ્યાર્થીમિત્રોના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઇ ઓફલાઈન એજ્યુકેશન બંધ રાખી ઓનલાઇન એજ્યુકેશનને વેગ આપવામાં આવ્યો છે ત્યારે ઘણા પરિવારો દ્વારા પોતાના બાળકના ભવિષ્યને ધ્યાનમાં લઈને મોબાઈલ ફોનેથી દૂર રાખતા હોઈ છે અથવા તો તેનો ઉપયોગ ઓછો કરવા દેતા હોઈ છે પણ આ ડિજિટલ યુગમાં ઓફલાઈન નહિ પણ ઓનલાઇન એજ્યુકેશન ચાલી રહ્યું છે ત્યારે તે એજ્યુકેશન માટે સાદો કે કીપેડ વાળા ફોન લઇ શકાતો નથી તેના માટે ટચસ્ક્રીન વાળો ફોન જરૂરી છે ત્યારે તેની ખરીદીમાં ઘણો વેગ પકડ્યો છે અને ફોનની સાથે હેડફોન,લેપટોપની ખરીદી પણ વિધાર્થીઓના માતા પિતા દ્વારા કરવામાં આવતી હોઈ છે અને મોબાઈલ સ્ટોરો દ્વારા વિદ્યાર્થીઓને આકર્ષવા માટે ઘણી સારી ઓફરો અને અવનવા ગિફ્ટ આપવામાં આવે છે.
મોબાઈલ અને એસેસરીઝના ધંધાર્થીઓ માટે કોરોના કાળ બન્યો સુવર્ણ અવસર
એરબડ્સ, નેકબેલ્ટ અને બ્લુટુથ હેડફોનનું ધૂમ વેચાણ: ઓનલાઇન એજ્યુકેશન, વર્કફ્રોમ હોમમાં મોબાઈલ અને એસેસરીઝ ઉદ્યોગ ત્રણ ગણો વધ્યો
મોબાઈલની ખરીદીની સાથે જ મોબાઈલ એસેસરીઝમાં પણ ત્રણ ગણો વેપાર અને માંગ વધી છે એસેસરીઝમાં એરબડસ,નેકબેન્ડ,બ્લુટુથ ,હેડફોન જેવા ઉપયોગી યંત્રોનું વિદ્યાર્થીમિત્રો દ્વારા ખુબ ખરીદી કરવામાં આવી રહી છે સાથે જ લેપટોપ અને ટીવીનું વેચાણ પણ ત્રણ ગણું વઘી રહ્યું છે સાથે જ હાલ મેગ વધવાથી સામે પ્રોડક્સનમાં પોહચી વળાતું નથી તો તેમાં આગામી દિવસોમાં ભાવોમાં વધારો થઇ તેવા એંધાણ પણ જોવા મળી રહ્યા છે વિદ્યાર્થીઓ સાથે વર્ક ફોર હોમમાં કામ કરવા માટે લોકો લેપટોપ અને અન્ય એસેસરીઝની ખરીદી પણ હાલ વધી રહી છે ને મોબાઈલ કંપની દ્વારા અવ નવા ફોન પણ લોન્ચ કરવામાં આવી રહ્યા છે ને લોકોને આકર્ષવા માટે તેમના દ્વારા નવી ઓફર્સ અને ગિફ્ટ પણ આપવામાં આવી રહ્યા છે લોકો પોતાની સાથે પોતાના ફોનને પણ અપડેટ કરી રહ્યા છે.
મોબાઈલ સાથે વિદ્યાર્થીઓ પણ થઇ રહ્યા છે અપડેટ- દીપકભાઈ પોપટ (પુજારા ટેલિકોમ)
હાલ કોરોના મહામારીને ધ્યાનમાં લઇ લોકોને અને બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઇ સરકાર દ્વારા ઓનલાઇન એજ્યુકેશન સારું રાખવામાં આવ્યું છે ત્યારે લોકો રેગ્યુલર વપરાશ કરતા વિદ્યાર્થીમિત્રોનો મોબાઈલ ખરીદીમાં ભારે જોર જોવા મળી રહ્યો છે અને સ્માર્ટ ટીવીની પણ ખરીદી વધી રહી છે જેમાં બાળક ફોનને ટીવી સાથે સ્ક્રીન મીરરીંગ દ્વારા કનેક્ટ કરી અને મોટી સ્ક્રીનમાં ભણવાની માજા મને છે લાગી રહ્યું છે કે જે ગત વર્ષ પૂરું ઓનલાઇન એજ્યુકેશનમાં ચાલ્યું તેમ જ આ વર્ષ પણ ઓનલાઇન એજ્યુકેશનમાં ચાલશે ફોનની સાથે વાઇફાઇ ડોંગલનું વેચાણ વધી રહ્યું છે કેમકે ઓનલાઇન એજ્યુકેશન માટે ઈન્ટનેટ કનેક્સન ફરજીયાત છે.જે 20-25 દિવસો રાજકોટ લોકડાઉનમાં કાઢ્યા ત્યાર બાદ અનલોક કરવામાં આવ્યું હતું
તેમાં ખુલતાની સાથે જ ખરીદી અને રીપેરીંગમાં ઘણો ઘસારો જોવા માંડ્યો હતો અને જૂની ડેથ થઇ ગયેલ વસ્તુને રીસાયકલ કરી લોકોએ નવું વસ્તુ તરફ પ્રેરિત થયા હતા.ફોન સાથે માઈક,એરબડ,લેપટોપ અને બીજા ઘણા ડિવાઇસની ખરીદી વધી છે.પુજારા દ્વારા વિદ્યાર્થીમિત્રો માટે ખાસ ઓફર રાખી છે જેમાં એસબીઆઈના કાર્ડ પર 5 ટકા ડિસ્કાઉન્ટ અને બીજા ઘણા સ્યોર ગિફ્ટ આપવામાં આવે છે.
વિદ્યાર્થીઓ માટે મોબાઈલ અને એસેસરીઝમાં ખાસ 50થી 60%નું ડિસ્કાઉન્ટ: બંટીભાઈ પટેલ (ઉમિયા મોબાઈલ)
હાલ કોરોનાના કપરા કાળમાં ચાલતા ઓનલાઇન એજ્યુકેશનમાં પરિવારજનો દ્વારા તેના બાળકો માટે સારા અને વ્યાજબી ભાવના ફોન લેવામાં આવે છે અને ખરીદી કરવા માટે આવતા વિદ્યાર્થીમિત્રોને અલગ અલગ ડિમાન્ડ હોઈ છે અને પોતાના માટે સારો ફોન જોઈએ છે તેથી તે વધારે પડતા મોંઘા મોબાઈલ પસંદ કરતા હોઈ છે અને પરિવાર દ્વારા તેને સમજાવી અને તેના બજેટના સારો મોબાઈલ લઇ આપવામાં આવે છે ફોનની સાથે નેક બેન્ડ,હેડફોન,ઈયરફોન અને રેગ્યુલર હેન્ડસ્ફ્રીની ખરીદી વધારે પડતી કરવામાં આવતી હોઈ છે જે ગત વર્ષે લોકડાઉન લાગવાના આવ્યું હતું અને ત્યારે ઓનલાઇન એજ્યુકેશન સારું કરવામાં આવ્યું હતું ત્યારે સંપૂર્ણ બંધ હોવાના કારણે ત્યારે લોકો દ્વારા મોબાઈલની ખરીદી ઓછી કરવામાં આવી હતી પણ જે થોડા દિવસોથી લોકડાઉન લાગયું હતું અને તે હવે ખુલી ગયું છે ને એજ્યુકેશનમાં નવું શત્ર ચાલુ કરવામાં આવ્યું છે ત્યારે ઓનલાઇન એજ્યુકેસન રહેવાથી મોબાઈલ અને મોબાઈલ એક્સેસરિસની ખરીદી વધી છે.
ખરીદી વધતા હાલ મોબાઈલના ભાવમાં કોઈ વધારો કે ઘટાડો કરવામાં આવ્યો નથી પણ હાલ માંગ વધી છે પણ સામે પ્રોડક્સન ઓછું થાય રહ્યું છે તો આગામી દિવસોમાં ભાવ વધે તેવા એંધાણ જોવા મળી રહ્યા છેહાલ ખરીદી કરવા લોકો આવતા હોઈ છે ત્યારે તેના સંતાન માટે દશ થી વિષ હજારનું બજેટ લઈને આવે છે તો પણ ઉમિયા મોબાઈલ દ્વારા વાલીઓને સારો ફોન અને 50 થી 60 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે.
મોબાઈલની સાથે જ હેડફોન અને પાવર બેન્કની ખરીદી વધારે – ઋષિકેશ વ્યાસ (રાજકોટ મોબાઈલ એસોસિયેશન પ્રમુખ)
કોરોના મહામારીમાં ઓનલાઇન શિક્ષણને પૂરતો વેગ મડ્યો છે અને તે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય માટે સારો નિર્ણય લેવામાં આવ્યો છે.ત્યારે ઓનલાઇન એજ્યુકેસન માટે વાલીઓ દ્વારા તેના સંતાન માટે ફોનની ખરીદી કરવાના આવે છે જો કે વાળીને તેના બચ્ચાઓને મોબાઇલફોનથી દૂર રાખવા હોઈ છે પણ ભણતર માટે હાલની પરિસ્થિને ધ્યાનમાં લઈને એજ્યુકેશન માટે ફોન જરૂરી છે ત્યારે તેની ખરીદીમાં ઘણો સારો વધારો જોવા મળી રહ્યો છે અને સામાન્ય રીતે લોકો ઘરમાં માતા-પિતા અને સંતાન હોઈ છે ત્યારે પિતા ટચ વાળો ફોન વાપરતા હોઈ છે અને ઘર માટે કીપેડ વાળો ફોન રાખવામાં આવ્યો છે પણ હવે બાળકના ભવિષ્ય માટે તેમને મોબાઈલ ફરજીયાત લઇ દેવો પડે છે
ત્યારે ખરીદીમાં વધારો થયો છે અને મોબાઈલ જ નહિ પણ મોબાઈલ એક્સસરીસ જેવી કે હેડફોન,એરબડ અને સ્માર્ટવોચ જેવી વસ્તુની પણ ખરીદી વધી રહી ભવય ત્યારે શ્રી રામ ટેલિકોમ દ્વારા વિષયથી બાળકીઓ માટે ફોનની ખરીદી પર નાકનક સોનાનો દાણો ગિફ્ટમાં આપવામાં આવે છે અને અન્ય સ્યોર ગિફ્ટ પણ લોકોને ખરીદી પર આપવામાં આવે છે.
હાલ સંપુર્ણ શાળા મોબાઈલ ફોનમાં આવી જાય છે – યશ સોની (મેનેજર – ફોનવાલે)
ઓનલાઇન શિક્ષણ સારું થતા મોબાઈલ ફોર્મ ઇન્ડસ્ટ્રીસમાં મોટો બ્રેક માંડ્યો છે એટલે કે ઘણી સારી લોકો દ્વારા ખરીદી કરવામાં આવી રહી છે.જાણે આ સમયમાં મોબાઈલની અંદર જ સંપૂર્ણ શાળા વસી ગઈ છે.ઘરે બેઠા બેઠા બાળકો પોતાના ફોનમાં જ ભણી અને બધું જાતે જ શીખે છે મોબાઈલ સાથે પાવર બેન્ક,બ્લુટુથ હેડફોનની ખરીદી લોકો કરી રહી છે અને ફોનવાલે દ્વારા આશંકિત લોકડાઉનમાં પણ જે લોકો ફોનની ખરીદી કરવા ઇચ્છતા હતા તેમને ત્યાં હોમ ડીલેવરી કરવામાં આવી હતી અને તેમાં પણ સારો જોર જોવા મળી રહ્યો હતો હાલ ખરીદી કરવા આવતા વિદ્યાર્થીઓને ઘણી માંગણીઓ હોઈ છે સારો ફોન સારા બજેટમાં અને મોટી રેમ અને ઘણી સારી મેમરી વાળો જોતો હોઈ છે તો તેની માંગણીઓને ધ્યાનમાં રાખીને પૂર્ણ કરવાનો પૂરતો પ્રયાસ કરવામાં આવે છે અને મોબાઈલ કે બીજી અન્ય વસ્તુની ખરીદી સાથે ગિફ્ટ અને સારા ઓફરસ આપવામાં આવતા હોઈ છે અને જેની આર્થિક સ્થિતિ સારી ના હોઈ પણ સંતાનના એજ્યુકેશન માટે ફોનની ખરીદી કરવી હોઈ છે તો તેમને ફાઇનાન્સ પર સારા ભાવ સાથે મોબાઈલફોન આપવામાં આવે છે