બધા જ દેવી-દેવતામાં ભગવાન ગણેશનું સ્થાપન કોઇ પણ તહેવારો કે શુભ પ્રસંગે પ્રથમ કરવામાં આવે છે. આપણી આ બાબતની એવી માન્યતા છે કે તેના સ્થાપન માત્રથી આપણ કાર્ય વિના વિધ્ને પાર પડી જશે. ગણેશના પરિવાર અંગેની સમજમાં દુર્ગાને ગણેશ અને કાર્તિકેય નામના બે પુત્રો અને લક્ષ્મી અને સરસ્વતી બે પુત્રી મળી કુલ ચાર સંતાનો હતા. દુર્ગાને પૃથ્વી સ્વરૂ પ કહેવાય છે, જેથી માનવીને સમૃદ્વિ-લક્ષ્મી આપવા ખેડવી પડી જેથી તેને ખેડવા તથા રક્ષા માટે કાર્તિકેયની જરૂર પડી આ કાર્ય માટે તેને જ્ઞાન સરસ્વતીમાંથી આવે છે. પૌરાણિક ગ્રંથો અનુસાર ગણેશ સમૃદ્વિ બક્ષે છે જ્યારે કાર્તિકેય રક્ષા કરે છે.

તામિલનાડુમાં અન્ય લોકવાયકાની કથા, તિબેટ સાહિત્યમાં પણ વારાહી વિશેની વાત જોવા મળે છે. આમ જોઇએ તો ગણેશજીના વિવેક દર્શન કરાવતી ઘણી કથાઓ છે. નારદે શિવજીના બંને પુત્રોને પૃથ્વીની ત્રણ પરિક્રમા કરી આવવાની કથા પણ પ્રચલિત છે. દક્ષિણમાં ગણેશને બ્રહ્મચારી ગણ્યા તો ઉત્તર ભારતમાં ગણેશને રિધ્ધી-સિધ્ધીના પતિ ગણવામાં આવ્યા છે. આવી જ વાત બંગાળમાં પણ જોવા મળે છે.

 ગણેશ વિસર્જનની પૌરાણિક કથા

 જે સ્થાપિત થાય છે તેનું વિસર્જન અનિવાર્ય છે. સર્જન માટે પણ વિસર્જન જરૂ રી છે. સનાતન ધર્મ, ભાદ્રપાદ શુક્લ ચતુર્થીના દિવસે મુનિ વેદવ્યાસના મુખેથી નિકળેલી કથા ગણપતિજીએ સતત ૧૦ દિવસ અનંત ચતુર્થી સુધી લખી હતી. કથા પૂર્ણે ગણેશજીનું શરીર બહુ જ ગરમ લાગતા મુનિ વ્યાસે ગણેશજીને જળમાં પધરાવેલા હતા એવી કથા છે તેથી તેનું વિસર્જન કરાય છે. આજે સ્થાપના દિવસે ૨-૩-૫ એવી રીતે લોકો ઘરે સ્થાપના કરતા હોય છે પણ ગણેશોત્સવ ૧૦ દિવસ અનંત ચતુર્થી સુધીનો ગણાય છે. અંતિમ દિવસે ગણેશજીને ઠંડા કરીને વિસર્જન કરાય છે. કથા લેખનમાં પણ અમુકમાં દાંતથી તો અમુકમાં કલમથી લખાયાનો ઉલ્લેખ જોવા મળે છે. વિસર્જન વખતે પૂજન-આરતી સાથે પાંચ લાડુ ધરાવવાના હોય છે. ૨૧ દુર્વા મંત્રો સાથે કેસરીયા ચંદન, ચોખા, દુર્વા અર્પણ કરી કપૂરનો દિવો કરવાનો હોય છે. ગણપતિનું જળમાં વિસર્જન કરાય છે કારણ કે તેઓ જળ તત્વના અધિપતિ છે. ગણેશજીને શિતલ કરવા માટે જ ગણેશ વિસર્જન કરાય છે.

ગણપતિજીના જન્મની પૂરાણોમાં દર્શાવેલી ત્રણ રસપ્રદ કથાઓમાં વરાહ પુરાણના મતે, શિવપુરાણના મતે અને ગણેશ ચાલીસામાં વર્ણવેલી છે. ભગવાન ગણેશ હિન્દુ શાસ્ત્રો પ્રમાણે ઓળખાય છે. તેઓની લાંબી સૂંઢ, સુપડા જેવા કાનવાળું હાથીનું મસ્તક ધરાવે છે. તેના આવા શિરની વાર્તા પણ બહુ જ પ્રચલિત છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.