મહારાષ્ટ્રમાં વર્ષોથી ઉજવાતો ગણેશ ઉત્સવ હવે આપણાં ગુજરાત અને કાઠીયાવાડમાં પણ રંગે ચંગે ઉજવાય છે. આજે ગણેશ ચતુર્થીના દિવસથી આ ઉત્સવનો પ્રારંભ થાય છે. આ દિવસે ગણેશ પુજન સાથે ઘરે ઘરે ગણપતિની સ્થાપના કરવામાં આવે છે. આ વર્ષે આ પવિત્ર પર્વે છ ગ્રહોનો સંગમ જોવા મળી રહ્યો છે. આ ભાદ્રપદના શુક્લપક્ષની ચતુર્થીતિથીએ શરૂ થનાર ગણેશ ચોથનું આપણી સંસ્કૃતિમાં અનેરૂ મહત્વ છે.

ભગવાન ગણેશના વાહનની ઘણી કથાઓ જોવા મળે છે. એક કથા પ્રમાણે ગજમુખાસુર નામના એક અસુર સાથે યુધ્ધ કરવું પડ્યું. આ રાક્ષસને કોઇ અસ્ત્રથી ન મરે તેવું વરદાન હોવાથી ગણેશજીએ એને મારવા પોતાનો એક દાંત તોડ્યો અને તેના પર ઘા કર્યો. આનાથી ભયભિત થયેલ ગજમુખાસુર મૂષક (ઉંદર) બનીને દોડવા લાગ્યો. બાદમાં ગણેશજીએ તેને પકડી લીધો તેનાથી રાક્ષસે ભગવાનની માફી માંગી અને પોતાનું વાહન બનાવીને જીવનદાન આપ્યું હતું. આ સમય બાદ ગણેશજી એકદંત પણ કહેવાયા તો ગણેશનીના વાહન તરીકે મૂષક પણ ગણાયો.

ગણોના સ્વામી હોવાતી તેને ગણપતિ કહેવાય છે. જ્યોતિષની દ્રષ્ટિએ તે કેતુના અધિપતિ દેવતા મનાય છે. હાથી જેવા શિશને કારણે તેને ગજાનન પણ કહેવામાં આવે છે. આપણા ધર્મશાસ્ત્રમાં કોઇપણ શુભ કાર્યના પ્રારંભે તેનું પુજન-અર્ચન કરવામાં આવે છે. ગણેશજી કષ્ટ વિનાશક અને સિધ્ધી વિનાયક પણ કહેવાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.