દિલ દીયા હૈ , જાન ભી દેંગે … એ વતન તેરે લીયે ….
સૈન્યના નિવૃત જનરલ ગગનદીપ બક્ષી ‘અબતક’ના આંગણે: કારગિલ યુદ્ધથી લઈ ભવિષ્ય સુધીની વાતો વાગોળી: ફૌજની પરંપરા– નામ, નમક અને નિશાન: જી.ડી.બક્ષી
હવે સંઘ શકિત મજબુત બનાવવી જ પડશે તેમ જણાવતા જી.ડી.બક્ષી
પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા સર્જિકલ સ્ટ્રાઈક શુભ શરૂઆત પરંતુ માત્ર એક વખત સર્જિકલ સ્ટ્રાઈકથી કામ નહીં ચાલે: પાકિસ્તાનના ચાર ટુકડા કરવા બાળકોને હાંકલ: પ્રાંસલામાં જી.ડી.બક્ષીનું સંબોધન
આતંકવાદીઓ સામે લડતા સૈનિકો જયારે દેશ માટે લડી રહ્યા છે ત્યારે તેઓને પુરી પડાતી સુરક્ષા, હથિયારો વગેરે ખુબ અગત્યનું છે. સૈનિકો પોતાના પ્રાણ ત્યજી દઈને દેશની રક્ષા કરી દેશવાસીઓને સુરક્ષિત અને મુકત રાખે છે ત્યારે આમ જનતા, સરકાર, તંત્ર દરેક માટે ફૌજ અગત્યની છે. આવા રાષ્ટ્ર માટે લડતા સૈનિકોની વાત, પરિસ્થિતિ આજે ‘અબતક’ની મુલાકાતે આવેલા નિવૃત જનરલ જી.ડી.બક્ષીએ જણાવી હતી.
નિવૃત મેજર જનરલ ગગનદીપ બક્ષીએ આજે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી. અબતક સાથેની વિસ્તૃત વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે, ભારત દેશની ફૌજની પરંપરા છે નામ, નમક અને નિશાન. નામ એટલે કે દેશની ઈજ્જત, શૌહરત. નમક એટલે કે હું દેશનું નમક ખાવ છું અને દેશ માટે વફાદાર છું. નિશાન એટલે કે દેશનો ઝંડો, મારી રેજીમેન્ટનો ઝંડો. આ પરંપરા હતી, છે અને રહેશે. દરેક ફૌજી માટે પોતાના દેશનો ઝંડો ઝુકવો ન જોઈએ તે સૌથી અગત્યનું છે.
અત્યારે જમ્મુ-કાશ્મીરમાં ભારત-પાકિસ્તાન વચ્ચે સતત થઈ રહેલી લડાઈમાં પાકિસ્તાને ફરીથી ઉચું માથુ કર્યું છે અને આંખ દેખાડવા લાગ્યું છે. જેઓ જમ્મુ-કાશ્મીરને પાકિસ્તાનમાં ભેળવવા માંગે છે. હાલ મોઢે મીઠુ-મીઠુ બોલી પાછળથી હુમલો કરે છે. આ જગ્યાએ જયારે ઈઝરાયલ હોય તો તેની ફૌજ દેશ માટે મરે છે અને આતંકવાદીઓનો ખાત્મો બોલાવી ઝંપે છે. દેશ તેમને સુરક્ષા પણ એટલી જ પુરી પાડે છે જેવું અહીં નથી. ભારત દેશના સૈનિકો પોતાના રાષ્ટ્ર માટે લડે છે ત્યારે સરકાર તરફથી પુરતો પ્રોત્સાહનનો અભાવ હોય જેથી આમ લોકોની જેમ સૈનિકો મરે તો કંઈ ફરક પડતો નથી.
પ્રાંસલા ખાતે ચાલી રહેલી રાષ્ટ્રકથામાં સૈન્યના નિવૃત જનરલ જી.ડી.બક્ષીએ હાજરી આપી હતી અને શિબિરાર્થીઓમાં દેશભકિત જગાડવા ઉદબોધન કર્યું હતું. ધર્મ, જાતીથી ઉપર ઉઠી રાષ્ટ્રીયતાને પ્રાધાન્ય આપવા હાંકલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ૧૯૭૧ના યુદ્ધમાં અમે ૧૩ દિવસમાં ૫૫૦ કિ.મી. પાકિસ્તાનનો પ્રદેશ કબજે લઈ ૯૧ હજાર સૈનિકોને શરણાગતિ લેવાની ફરજ પાડી હતી અને પાકિસ્તાનના બે ટુકડા કર્યા હતા.
ભારત સાથે સીધી લડાઈ ન લડી શકતા પાકિસ્તાને પ્રોકસી વોરનો સહારો લીધો છે તેને કારણે અંદાજે એક લાખ લોકોના મોત થયા છે. હવે તમે સૌ સાથે મળીને ચાર ટુકડા કરજો. આજે દેશે એક જુથ થવાની જરૂર છે. ચાઈનાએ ૧૦ લાખ મુસ્લિમોને બંદી બનાવ્યા છે તે પ્રશ્ન ના ઉતરમાં ગગનદીપ બક્ષીએ જણાવ્યું હતું કે, ચીન એક મહાશકિત છે અને મહાશકિત તોર પર વાત કરે છે. ચીન એક બાજુ સપોર્ટ કરે છે તો બીજી બાજુ બંધક બનાવે છે ત્યારે આપણે અહીં ઈચ્છા શકિતની વિટનેશ છે. સર્જીકલ સ્ટ્રાઈક અંગે વાત કરતા જણાવ્યું હતું કે, સર્જીકલ સ્ટ્રાઈક એ પાકિસ્તાન સાથે લડવાની શુભ શરૂઆત હતી પરંતુ તેના પર લાગેલા ફુલ સ્ટોપે સૈનિકોને વિચારમાં મુકી દીધા છે. ફુલ સ્ટોપ એ યોગ્ય નથી.
રાષ્ટ્રીય સુરક્ષાના મામલામાં ફૌજીઓની સુરક્ષાને અગ્રતા આપવી જોઈએ. હાલ ફૌજમાં ૪૦ થી ૫૦ વર્ષ જુના ફાઈટર પ્લેન છે જે મોટી ખામી છે. અન્ય રાષ્ટ્રોની સરખામણીમાં ભારત દેશના ભવિષ્ય એવા બાળકોમાં પણ અત્યારથી જ રાષ્ટ્રભાવના જાગે તે માટે જાગૃતતા ખુબ જ જરૂરી છે. હવે સંઘશકિત વગર નહીં ચાલે તે ૧૦૦ ટકા સાચી વાત છે.