અત્યારે પરીક્ષા પે ચર્ચા, ચાલો પરીક્ષા આપીએ જેવા કાર્યક્રમો થકી છાત્રોનો ઉત્સાહ વધારાય છે, છતાં ભણતર કે પરીક્ષાના ભારને કારણે છાત્રો આપઘાત કરે છે: વર્ષોથી શિક્ષણ સાથે સંકળાયેલા અનુભવી જ છાત્રોનું કાઉન્સેલિંગ કરી શકે છે
બોર્ડની પરીક્ષાનં ટેન્શન છાત્ર સાથે આખા પરિવારમાં જોવા મળે છે: 18મી સદીથી ચાલી આવતી પરીક્ષા સિસ્ટમમાં આજે ત્રણ વર્ષના નાના ટેણીયાની પ્રવેશ પ્રવેશ ટેસ્ટ લેવાય છે? ટેસ્ટ તો એક માત્ર માપન છે, બાકી તો વય કક્ષા અને બાળકોની ક્ષમતા સિઘ્ધીનું મૂલ્યાંકન થવું જોઇએ
જીવનની પરિક્ષા કે પરિક્ષાનું જીવન આ વાકય જ ચિંતન અને ચિંતા જન્માવે છે. સાદી ભાષામાં સમજીએ તો આખુ વર્ષ વય- કક્ષા મુજબ ભણેલ છાત્રને કેટલું આવડે છે તેની લેવાતી પરીક્ષા એકઝામ, કસોટી, મૂલ્યાંકન કે પરિક્ષણ કે તપાસવું આવા સાદા અર્થો પરિક્ષાના થાય છે. આપણી જીવનયાત્રા દરમ્યાન આપણો આવી ટેસ્ટ આપતા જ હોય છે. લાયસન્સ કઢાવવા અપાતી પરીક્ષા કે અંગ્રેજી આઠ કરતી, ડ્રાઇવીંગ ટેસ્ટ આ બધુ બધા જ કરે જ છે ને !! 18મી સદીથી ચાલી આવતી પરીક્ષા આ યુગમાં તે ત્રણ વર્ષના બાળકની પણ પરિક્ષા લેવા માંડયા છે. ધો. 1-ર માં લેખીત પરીક્ષા હોતી નથી. ધો. 3 થી જ લેખીત પેપરની શરુઆત થાય છે. પહેલા તો પેપરમાં જ જવાબો લખવાની સ્ટાઇલ હતી જે કાર્યક્રમે ભુલાઇ ગઇ છે.
પરીક્ષા બે રીતે લઇ શકાય જેમાં મૌખિક અને લેખીત હોય છે. હાલના એપ્રીલ માસ એટલે પરિક્ષા રાણીની મોમસ અત્યારે પરિક્ષા રાણીની મોસમ અત્યારે પરિક્ષા પે ચર્ચા ચાલો પરિક્ષા આપીએ જેવા કાર્યક્રમો થકી છાત્રોનો ઉત્સાહ વધારાય છે પણ આખા વર્ષ ભણ્યા બાદ માત્ર બે-ત્રણ કલાકની પેપર પરિક્ષાથી સાચુ મૂલ્યાંકન થઇ શકે ? આ પ્રશ્ર્ન ચિંતનનો વિષય છે. આજે તો નાના કે મોટા ધોરણ બધાને ટ્રેસ લાગે છે. કેટલાક તો પેપર નબળું નાપાસ થવાના ડરે આપઘાત કરી લે છે. અનુભવી કાઉન્સીલ જ છાત્રોનો પરિક્ષા ડર દૂર કરી શકે છે. ધો.10, 1ર બાદ શિક્ષણ કે કારકિર્દી વણાંક આવતો હોવાથી તેનો ડર લાગે કે ટ્રેસ લાગે કે ટ્રેસ થાય પણ જીવન અમૂલ્ય છે, પરિક્ષા તો બીજીવાર વારં પણ આપી શકાશે પણ જીવન બીજીવાર નહી મળે.
સંતાનો પાસે મા-બાપની અપેક્ષા વધુ હોવાથી ઘણીવાર બાળકની ક્ષમતા કરતાં પણ વધુ અપેક્ષા રાખતા બાળક તાણ અનુભવવા લાગે છે. 1રમી એપ્રીલે ધો. 10-1ર ની એકઝામ પૂર્ણ થશે ને બીજા વીકે તા. 18 એપ્રિલથી ધોરણ 1 થી 8 અને ધો. 9-11 ની પરીક્ષા શરુ થશે. આ માસના અંત સુધી તમામની પરીક્ષા
પૂર્ણ થયે મે માસમાં વેકેશન પડશે. અને જુનના પ્રથમ વિકમાં નવું શૈક્ષણિક સત્ર 2022-23 શરુ થઇ જશે. છાત્રોમાં સ્વ વિકાસ, નિર્ણય શકિત, સમસ્યા ઉકેલ જેવી લાઇફ સ્કીલ કે જીવન કૌશલ્યનો વિકાસ ન થાય ત્યાં સુધી તેનો સંર્વાગી વિકાસ શકય જ નથી. આ વાત મા-બાપે અને શાળાએ સમજવાની જરુરી છે.
100 થી 100 ગુણ ભલે ન આવે પણ ઇત્તર પ્રવૃતિ કે સહઅભ્યાસિક પ્રવૃત્તિમાં બાળક અગ્રેસર હોય તો તે સારી બાબત છે. ગુણપત્રક ના માર્ક તો ભૂલાય જાય છે, આજે આ લેખ વાંચનાર જે પણ તેના ધો. 4-પ- 6 ના માર્ક યાદ નથી કેમ ખરૂને ! સંગીતા, ચિત્ર, રમત ગમત કે વિવિધ કલાના સથવારે બાળક જીવનમા આગળ વધી શકે છે. શ્રેષ્ઠ નાગરીક બની શકે છે. ટેસ્ટ તો એક માત્ર માપન છે. વય કક્ષા મુજબ ક્ષમતા સિઘ્ધીનું માપન કે મૂલ્યાંકન થવું જરુરી છે.
અત્યારે મા-બાપને ધો. 10-1ર નીપરીક્ષાનું બહુ જ ટેન્શન રહે છે. ઘણા મા-બાપો તો છાત્ર કરતાં પણ પોતે ભણાતા હોય તેવું તાણ અનુભવે છે. ખરેખર તો પરિક્ષા પઘ્ધતિથી ગુંચવણ ભરી છે, તેમાં ઘરમૂળથી ફેરફાર જરુરી છે. લેખિત પરિક્ષા હોવી જ જોઇએ કારણ કે તેનાથી છાત્રોનું લેખન કૌશલ્ય ખીલે છે. પણ તેની પઘ્ધતિમાંથી લખતા છાત્રો કે આખે આખુ પેપર ફૂટી જવાના બનાવો બને છે. ઘણા લોકો ન ભણ્યા હોવા છતાં આગળ વધી ગયા છે. જે એટલું જ સત્ય છે. ભણતર સાથે ગણતર હોવું જરુરી છે. જાુના લોકો ઓછુ ભણ્યા હતા પણ તેનામાં ગણતર વધુ હોવાથી અનુભવમાંથી ઘણું શીખવા મળ્યું હતું.
આપણાં ગુજરાતમાં ગુજરાતી ભાષામાં દર વર્ષ એક લખથી વધુ છાત્રો નપાસ થાય છે. એક કમાલની વાત છે. સિસ્ટમની ખામી દૂર નહી થાય ત્યાં સુધી છાત્રો ઉપર પ્રેશર રહેશે. છાત્રોના વજન કરતાં તો તેના દફતરનું વજન વધી જાય છે. એવામાં ભાર વગરના ભણતરની કલ્પના કેમ કરવી? પ્રાચિન યુગમાં ઋષિમુનિઓ અને નાલંદા કે તક્ષીશીલા જેવી મહાન વિદ્યા પીઠ 64 વિષયોનું જ્ઞાન આપતા હતા. આજ માત્ર 8 વિષયનો કોર્ષ પણ શિક્ષક પુરો નથી કરાવી શકતા. શાળાએ બાળક ભણતો નથી ને ટયુશન કલાકસમાં ભણવા જાય છે જે એક નગ્ન સત્ય છે.
શું સમગ્ર દેશમાં એક સમાન શિક્ષણ અને એક સમાન પરિક્ષા પઘ્ધતિ ન થઇ શકે ? આજની તણાવ યુકત પરીક્ષા પ્રથાને હળવી અને સલામત બનાવવાની દિશા તરફ પગલા ભરવાનોસમય આવી ગયો છે. પરિક્ષાના પેપરો કલાકોમાં જ કેમ શિક્ષકો જોતા હશે? બાળકનું લખેલું વંચાય છે કે નહીં આવા અસંખ્ય પ્રશ્ર્નો આજની શિક્ષણ પઘ્ધતિ કે પરીક્ષા પઘ્ધતિ સામે ઉઠી રહ્યા છે. આજની પરીક્ષા પઘ્ધતિ છાત્રો સાથે તેના મા-બાપને પણ બાનમાં રાખે છે. સાયન્સ, કોમર્સ કે આર્ટસ પ્રવાહ મુજબ લેવાતી પરિક્ષામાં િવિજ્ઞાન પ્રવાહનું રીઝલ્ટ જ કેમ ઓછું આવે છે. રમતાં રમતાં શિક્ષણની જેમ રમતાં રમતાં છાત્રો પરિક્ષા આપવા માંડશે તે દિવસ આનંદોત્સવનો હશે.
2019થી કોરોના અસરને કારણે બાળકોની લેખન કલા વિસરાઇ હોવાથી હવે લેખીત કસોટીમાં તકલીફ પડવા લાગે છે. છાત્રો ઓનલાઇન જેવું તેવું ભણ્યા હોવાથી પ્રત્યક્ષ કે કલાસ રુમ શિક્ષણમાં માંડ સેટ થયેલો છાત્ર આ લેખીત પરીક્ષા આપવા કેટલો સજજ છે એ તો રીઝલ્ટ તૈયાર કરનાર પરિક્ષક જ જાણશે. એક વાત છાત્રોએ સમજવાની જરુર છે કે ત્રણ કલાકનું પેપર લખવું હિતાવહ છે. હિમત – જોમ – જાુસ્સા અને ડર વગર ઉમંગથી પરિક્ષા આપનાર કયારેય નિષ્ફળ જતો નથી. હમેશા ઘ્યાન કેન્દ્રીય કરીને વાંચનાર છાત્ર સફળ થતો હોય છે.
દિલ દઇને પૂરો લગ્ન સાથે શિક્ષણ મેળવનારની ગમે ત્યારે પરિક્ષા લો એ તૈયાર જ હોય છે. આવી જ રીતે તમામ છાત્રો મકકમ બને તો સફળતા મળે છે. બોર્ડમાં પ્રથમ આવનાર છાત્ર પણ ટીવી, ફિલ્મ મોબાઇલ બધુ જ વાપરે છે પણ દૈનિક આયોજન સાથે વીકલી કે માલીક આયોજન થકી તે માઇક્રો પ્લાનીંગ કરીને અભ્યાસ કરતાો હોવાથી સફળ થાય છે એ વાત દરેક છાત્રોએ યાદ રાખવી.
પરિક્ષાનો શોધક હેનરી ફિશલ હતો, ઇગ્લેન્ડમાં 1806માં પરિક્ષા પઘ્ધતિનો અમલ શરૂ થયો
કસોટી, મૂલ્યાંકન કે પરીક્ષા વિશ્ર્વમાં સૌ પ્રથમ અમલ કરનાર દેશ પ્રાચીન હતો. 605 એડીમાં સૂઇરાજવંશ દ્વારા શાહી પરીક્ષા સ્થાપિત કરાય હતી. આ સિસ્ટમના 1300 વર્ષ બાદ 1905 માં તેને નાબુદ કરવામાં આવી હતી. વિશ્ર્વમાં પ્રથમ 1806 માં ઇંગ્લેનડમાં મેજેસ્ટીની સિવિલ સર્વિસ માટે પરીક્ષા પઘ્ધતિ અપનાવી હતી, પછી શિક્ષણમાં લાગુ પાડવામાં આવી હતી. આ ઘટના બાદ વિશ્ર્વના અન્ય દેશો પણ પ્રભાવિત થઇને જોડાવા લાગ્યા. હેનરી ફિશેલ વિશ્ર્વનો પ્રભાવિત થઇને જોડાવા લાગ્યા. હેનરી ફિશેલ વિશ્ર્વનો પ્રથમ વ્યકિત હતો જેમણે પરીક્ષાની શોધ કરી હતી. તેઓ ઇન્ડિયાના યુનિવર્સિટીમાં પૂર્વીય ભાષા અને સંસ્કૃતિના પ્રોફેસર હતા. તે ખુબ જ પ્રભાવશાળી વ્યકિત હતા. એ જમાનાની શાળા મહાશાળામાં પરીક્ષા પઘ્ધતિ દાખલ કરી હતી. તેઓનું અવસાન 95માં વર્ષે ર0 માર્ચ 2008માં થયું હતું.
આજની તણાવ મુકત પરીક્ષા પ્રથાને હળવી અને સલામત બનાવવાની દિશા તરફ પગલા ભરવાનો સમય આવી ગયો છે: હમેંશા ઘ્યાન કેન્દ્રીત કરીને સ્વ. અઘ્યયન કરનાર છાત્ર જ સફળ તો હોય છે
છાત્રો… હસતાં હસતાં, હળવા ફૂલ વાતાવરણમાં આપો પરીક્ષા: સમગ્ર દેશમાં એક સમાન શિક્ષણ અને એક સમાન પરીક્ષા પઘ્ધતિના અમલની તાતી જરૂર