કેટલાક લોકો એટલું તીખું તમતમતું ખાવાના શોખીન હોય છે કે કપાળે પરસેવાની બુંદો વા માંડે છે.

થોડુંક તીખું ખાઈએ ત્યારે લગભગ બધાનાં મોં બળે છે અને નાક નીતરે છે, પણ કેટલાક લોકોને પસીનો થાય છે. ગરમીની સીઝનમાં ગરમાગરમ મસાલા ચા પીએ તોય વધુ પસીનો થાય છે. જોકે તીખાશની બાબતમાં તો કોઈ પણ સીઝન પરસેવો લાવી દે છે. એ માટે મરચાંમાં રહેલાં કેપ્સેસિન કેમિકલ કારણભૂત હોય છે. મરચાંની તીખાશ આ જ કેમિકલને આભારી હોય છે. આ કેમિકલ હીટ-સેન્સિટિવ ચેતાઓને ઍક્ટિવેટ કરતું હોવાી શરીરમાં ગરમી પેદા ાય છે. આ ચેતાઓ કરોડરજ્જુ અને બ્રેઇનને ગરમીને લગતી પીડાનો સંદેશ પહોંચાડે છે. મગજને સંદેશો મળે છે કે શરીરમાં બહારી ગરમી પેદા કરનારાં તત્વો પ્રવેશ્યાં છે એટલે એ તરત જ બોડીને કૂલ કરવાની સિસ્ટમ ઍક્ટિવેટ કરે છે.

શરીરને ઠંડું પાડવા માટે પરસેવો થાય છે. જ્યારે પણ શરીરનું આંતરિક તાપમાન વધી રહ્યું હોય અવા તો વધે એવી શક્યતા પેદા ાય એટલે તરત જ મગજની હાઇપોેલેમસ નામના ભાગની કૂલિંગ ક્ધટ્રોલ સિસ્ટમ સચેત ઈ જાય છે. આ ભાગ શરીરની લાખો પ્રસ્વેદગ્રંિઓ પર ક્ધટ્રોલ ધરાવે છે. આંતરિક તાપમાન સહેજ પણ વધવાની શરૂઆત ાય એટલે તરત જ મગજનો હાઇપોેલેમસ ભાગ પ્રસ્વેદગ્રંથીઓમાંથી શરીરની ગરમી પરસેવારૂપે બહાર કાઢી નાખવાની સૂચના આપે છે. તીખું ખાતી વખતે કેપ્સેસિનની અસર સૌી વધુ મોં અને ગળા સુધીના ભાગમાં જ પ્રસરી હોય છે એટલે સનિક પ્રસ્વેદગ્રંથીઓ જ પરસેવો કાઢીને બોડીના ઓવરઑલ તાપમાનને વધતું અટકાવી દે છે.

કેટલાક લોકોને તીખું ખાય કે ન ખાય, જમતી વખતે પુષ્કળ પરસેવો થાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.