રેલનગરમાં ભગિની ટાઉનશીપનો બનાવ: બે અજાણ્યા શખ્સો વિરૂઘ્ધ નોંધાતો ગુનો
અબતક, રાજકોટ
શહેરમાં રેલનગરમાં રહેતા અને ત્યાં નજીક આવેલ ભગીની ટાઉનશીપમાં સિકયુરીટી ગાર્ડની નોકરી કરતા પ્રૌઢ પર ગઇકાલે અજાણ્યાં બે શખ્સોએ ધોકા પાઇપ વડે હુમલો કરતા તેને ગંભીર ઇજા પહોચતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અને બન્ને શખ્સો વિરુઘ્ધ પોલીસે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રેલનગરમાં રહેતા જગદીશસિંહ જુવાનસિંહ જાડેજા (ઉ.વ.52) નામના પ્રૌઢ ગલકાલે રાત્રીના પોતાની નોકરી પર હતા ત્યારે બે અજાણ્યા શખ્સોએ આવી ‘તે અમને કેમ સલામ નો કરી’ કહી ગાળો ભાંડી ઝઘડો કરી પ્રૌઢ પર ધોકા પાઇપ વડે હુમલો કર્યો હતો. બનાવમાં પ્રૌઢન ગંભીર ઇજા થતાં તેને સારવાર અર્થે સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ પ્ર.નગર પોલીસને થતાં સ્ટાફે હોસ્પિટલે દોડી ગયો હતો. અને બન્ને શખ્સો વિરુઘ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.