- મા-બાપને સૌથી મોટી ચિંતા છોકરીઓની
- દેશમાં બનતી વિવિધ ઘટનાને પગલે છોકરી વાળા પરિવારની ચિંતા વધી રહી છે: યુવાનોએ ચેતીને
- ચાલવા જેવો સમય: દરેક મા-બાપે પોતાના બાળકોને સારૂ શિક્ષણ અને સંસ્કાર આપવા જોઈએ
- ગરીબી લાચારી અને મજબૂરીને કારણે પણ છોકરીવાળા મા-બાપને પારાવાર મુશ્કેલી નડી રહી છે: બદલાતા કલ્ચરને કારણે તરૂણો-કિશોરોને મા-બાપની સાચી વાત સમજાતી નથી
આજે અખબારો અને ટીવીમાં રોજ બરોજ બળાત્કાર ગેંગરેપ જેવી ઘટનાના સમાચાર આવે છે. ત્યારે સમાજ માટે ચિંતન અને મા-બાપને ચંતા કરાવે છે. ગરીબી લાચારી અને મજબુરીને કારણે પણ છોકરીવાળા પરિવારની ચિંતા વધવા લાગી છે. અભણ કે શિક્ષીત ગમે તેને આવી મુશ્કેલી આવી શકે છે. અત્યારના યુગમાં મા-બાપને સૌથી મોટી ચિંતા છોકરા કરતા છોકરીની થવા લાગી છે. યુવાનો એ હવે ચેતવાની જરૂર છે. દરેક મા-બાપે પોતાના સંતાનોને સારૂ શિક્ષણ અને સંસ્કાર આપવાની તાતી જરૂરીયાત છે. બીજી તરફ આપના સંતાનોને મા-બાપના સુચન કે કોઈપણ વાત ગમતી નથી બદલાતા વિદેશી કલ્ચર, સોશિયલ મીડીયા અને ટીવી ફિલ્તમોની અસર ને કારણે તરૂણો કિશોરોને મા-બાપની સાચી વાત પણ સમજાતી નથી.
અગાઉ સંયુકત પરિવારમાં કુટુંબના મોભીની વાત બધા સ્વીકારતા હતા તેથી તેના અનુભવી ગણતર વાળી વાતથી કયારેય મુશ્કેલી આવતી નથી. અને વિભકત પરિવારમાં સંતાનોને અપાતી છૂટ ને કારણે ઘણી મુશ્કેલી ઉભી થઈ છે. મા-બાપ સંતાનોને જો વધુ પડતુ ટોક ટાકે કરે તો પણ તરૂણો કિશોરો જેવડા પણ આપઘાત કરી લેતા હોવાથી મા-બાપને પણ ડર લાગવા લાગ્યો છે. આજે મોબાઈલને કારણે વાતચિત કે માનવાનું સહેલુ થઈ જવાથી ત્વરીત સંબંધો બંધાય જાય છે. આજની સ્થિતિ માટે છોકરા છોકરીની સાથે મા-બાપ પણ ઓટલા જ જવાબદાર છે. તરૂણોને તારૂણ્ય શિક્ષણ ન મળવાથી તેનામાં સ્વભાવિક આવતા આકર્ષણના કારણે તે વાતોમાં આવી જાય છે.
ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટા શહેરોમાં ભણતી એકલી છોકરીઓ ઘણીવાર તરૂણાવસ્થા કે મુગ્ધાવસ્થાને કારણે ભૂલ કરી બેસતા મા-બાપને કાળી ટીલી લગાડી દે છે. હોસ્ટેલ કે કોલેજ લાઈફ કે ટયુશન કલાસીસમાં બંધાતા સંબંધો માત્ર આકર્ષણનો ભાગ જ હોય છે, પણ પ્રેમની પરિભાષા પણ પુરી ન સમજનાર યુવકકે યુવતી પોતનિી અણ સમજ બુધ્ધિ ને કારણે પગલા ભરી લેતા જોવા મળે છે. આજના યુવાનોને મા-બાપે કરેલ તેના માટેની અપાર મહેનત જોવી જોઈએ. દુનિયામાં માત્ર તમને સૌથી વધુ અને સાચો પ્રેમ મા-બાપ જ કરી શકે. બીજા કોઈ નહી બસ આટલી જ વાત સમજાય જાય તો પણ જીવન સફળ થઈ જાય છે. જે ઘણમાં નાનો કે મોટો પરિવાર સાથે જમતો હોય ત્યાં કોઈ દિસવ મુશ્કેલી નથી આવતી આજના સંતાનોની નાનકડી ભૂલની અવગણના પણ મોટુ સ્વરૂપ ધારણ કરે ત્યારે મા-બાપને ભારે પડતી હોય છે. માટે સંતાનોને પ્રેમ હુંફ અને લાગણી આપો તોજ તે તમારી વાત માનશે.
આપણા જીવનમં પરિવારનાં સભ્યોનું મહત્વ વિરોધ હોવાથી આપણે તેનું વેણ ઉથાપવું ન જોઈએ મા-બાપને માથુ ઉંચુ રાખીને જીવન જીવવાનો મોકો આપે તેજ સાચુ સંતાન ગમે તેવા મતભેદ હોય પણ સાથે બેસીને સમાધાન કરી દે તેનું નામ જ કુટુંબ કહેવાય છે,માટે આજના સંતાનોએ એવું એક પણ કામ ન કરવું જેનાથી મા-બાપનું માથુ સરમથી ઝુકી જાય આજના યુગમાં અજાણ્યા સાથે લાંબી વાત કે મિસકોલનો કયારેય જવાબ ન આપવો જાહેર રસ્તા પર જ ચાલવું ને મુશ્કેલીના સમયે મોટેથી રાડ પાડતા આવડવું ખૂબજ જરૂરી છે. તમારી તરૂણવસ્થાને કારણે ઘણી બધી વસ્તુઓ તમને ગમતી હોય અને તમે વિરોધ પણ ન કરી શકો એવી સ્થિતિમાં જીવન કૌશલ્યો જ તમારી મદદ કરશે. સમસ્યા ઉકેલ લાઈફ સ્કિલ આજના યુવાનોએ ખાસ શિખવાની જરૂર છે. શિક્ષણ મેળવો પણ ગણતર અવાળુ મેળવજો, વડિલોના અનુભવોની વાતો સાથે મા-બાપના દરેક સુચનનો અમલ કો તો કયારેય મુશ્કેલી નહી આવે. છેલ્લા ત્રણ વર્ષમાં 495 વિદ્યાર્થીઓએ આપઘાત કરેલ છે. છેલ્લા થોડા વર્ષોમાં વિદ્યાર્થીઓને આપઘાતના કેસમાં 21 ટકાનો વધારો જોવા મળ્યો છે. દેશની સાચી તાકાત આપણા યુવા ધન છે. જો તેજ નબળા વિચારો કે ખરાબ કાર્યો તરફ વળશે તો ચિંતા વધી જશે દીકરી દૂર હોસ્ટેલમાં રહીને ભણતી હોય એ મા-બાપની દીકરી સુખનું સરનામું હોય છે, પણ એજ દીકરી અવળું પગલુ ભરે કે ખરાબ મિત્રોની સંગતને કારણે મુશ્કેલીમાં સપડાય ત્યારે આપણને પ્રશ્ર્ન થાય કે દીકરીને ભણાવવી કે ન ભણાવવી? આજના યુગમાં અપહરણ-બળાત્કાર ગેંગરેપ જેવી ઘટના વધી રહી છે. ત્યારે મા-બાપતો ચિંતિત છે, પણ સંતાનોએ પણ જાગૃત થવાની જરૂર છે. સંતાનોએ અવાવરૂ જગ્યાએ જવું નહી અને કોઈ ઠંડા પીણા કે ચોકલેટ આપે તો ખાવું નહી વ્યસનોથી દૂર રહેવું પરિવારના સભ્યો સિવાય કોઈનો વિશ્ર્વાસ ન કરવો માંગ્યા વગર જો કોઈ આર્થિક મદદ કરવા લાગે તો ેતી જવું શિક્ષણની સાથે સ્વબચાવની તાલીક દરેક સંતાનોએ લેવી પછીએ છોકરો હોયકે છોકરી સમય એટલી હદે ખરાબ થઈ ગયો છે કે જાતીય સતામણીમાં પરિવારનો નજીકનો સભ્યો જોવા મળી રહ્યો છે.
યહ આગ કબ બૂજેગી
આજે દેશમાં બનતી વિવિધ ઘટનાઓમાં બળાત્કાર અને ગેંગરેપે મા-બાપને ચિંતામાં મુકયા છે. છોકરીવાળા મા-બાપની સ્થિતિતો ખરાબ જોવા મળી રહી છે. સંતાનોના જીદીપણા સામે મા-બાપ લાચાર થઈ જાય છે. સંતાનોની માંગણી જો ન પુરી કરે તો પણ કંઈક કરી બેસવાના ડરે મા-બાપ ધ્રુજી ઉઠે છે. વર્ષોથી આવા કિસ્સા બનતા જ આવ્યા છે, પણ છેલ્લા 10 વર્ષમાં તો ખુબજ વધી રહ્યા છે. નાનકડી કુમળી બાળા ઉપર બળાત્કારની ઘટના જોવા મળે છે. ત્યારે આપણને હવે ચિંતા થવા લાગી છે કે આ સમાજ કયાં જઈ અટકશે, યહ આગ કબ બૂઝેગી.. આજના સંતાનો જ આ સમસ્યાનો અંત લાવી શકશે કારણ કે તેની જ નાનકડી ભૂલના પરિણામે ગંભીર ઘટના નિર્માણ થતી હોય છે.