‘યોગ’ આજની 21મી સદીમાં   તમામ સમસ્યાની દવા છે. આજની  ફાસ્ટલાઈફમાં ‘તણાવ’ માનવીને  નડતી ભયંકર   સમસ્યા છે ત્યારે આપણા દેશના પ્રાચિન  કાળથી ઋષી મૂનિઓની સાધના જ બધા રોગો હટાવી શકે છે. ભારતની  માંગણીથી  સમગ્ર વિશ્ર્વ આજે ‘યોગદિવસ’ ઉજવી રહ્યું છે.

યોગથી રોગની મુકિતના મંત્રને આજે અનૂસરે છે સમગ્ર વિશ્ર્વ: ભારતની સાથે-સાથે વિશ્વના 190 દેશોની પ્રજાએ યોગાસન કર્યા

યોગ -મેડીટેશન પ્રાણાયામ જેવા વિવિધ પાસાઓ માનવ જીવનને સ્વસ્થ  રાખે છે. આજની જીવનશૈલીને કારણે માનવીએ જાતે ઘણી બધી મુશ્કેલી હાથે જ ઉભી કરી છે. ત્યારે ‘યોગ’તે તમામ સમસ્યાનો સાચો ઈલાજ બન્યો છે. વિદેશીઓને પણ આપણા ‘યોગે’ ઘેલા કર્યા છે. જીવનની શાંતિ-સ્વસ્થતા અને તંદુરસ્તી યોગ આજના  યુગમાં ખાસ આવશ્યક છે. લાંબુ અને સારૂ જીવવા માયે  આજે જ આ પધ્ધતી અપનાવો એજ આજના દિવસનો સંકલ્પ  હોય શકે.

શારીરિક તથા માનસિક કેળવણી માટે યોગા જરૂરી: મૂલરાજસિંહ ઝાલા

04c 1 એમ.ઝેડ ફિટનેસના ઓનર ડોક્ટર મુલરાજ સીંહ ઝાલા અબતક સાથેની વાતચીતમાં વિશ્વ યોગ દિવસ ના અવસર પર દર્શકોને શુભેચ્છા પાઠવે છે અને કહે છે કે ઘરે રહીને તમે યોગા કરીને શરીર અને મનને સ્વસ્થ રાખી શકાય. ફિટનેસની વાત કરીએ તો લોકો નું “ગોલ અચિવ” થઈ જાય એટલે તેઓ એક્સરસાઇઝ કરવાનું છોડી દેતા હોય છે ત્યારે હાલ મહામારી ના સમયમાં સ્વાસ્થ્ય એ પછી શારીરિક કે માનસિક સ્વાસ્થ્ય હોય બંને મહત્વનો ભાગ ભજવે છે અને યોગની વાત કરીએ તો તેનાથી શારીરિક તથા માનસિક સ્વાસ્થ્યને લાભદાયી બને છે.

આજે આ મહામારીનો સમયમાં જે લોકો શારીરિક સ્વાસ્થ્ય સાથે સાથે માનસિક સ્વાસ્થ બેલેન્સ કરવામાં મુશ્કેલી અનુભવતા હોય છે ત્યારે આ બધા નો ઉપાય યોગા માત્ર જ છે. યોગા હરેક એજગૃપ માટે અલગ હોય છે. અને જો તમે કોઈ નિષ્ણાત પાસેથી યોગા શીખો તો એ વધારે અસરકારક સાબિત થાય. ત્યારે જો પહેલાના સમયની વાત કરીએ તો ઋષિમુનિઓ દ્વારા યોગા શીખવાડવામાં આવતું અને આજે યોગા પ્રોફેશનલ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવે છે કે જેથી કરીને ખોટા સ્નાયુ ના ખેચાઇ અને લોકો ડીમોરાલાઈઝ થઈ જતા જોવા મળે છે. સાથે સાથે યોગા મા નિયમિતતા રાખે તો વધારે લાભદાયી બની શકે છે.

યોગા કોઇ પણ ઉંમરના લોકો કરી શકે છે!: છાયા મેહતા

03c 1

વાઈ નોટ જીમના ઇન્સ્ટ્રક્ટર છાયા મેહતા અબતક સાથેની વાચીતમાં જણાવે છે કે લોકો એ યોગા કરવાનું શરૂ કરવું હોય તો તેઓએ યોગાની બેઝિક લેવલ ટ્રેનિંગ યોગા ઇન્સ્ટ્રક્ટર પાસેથી એમની ગાઇડલાઇન મુજબ લેવી જોઈએ. યોગામાં કોઇ એજ-બેરિયર નથી. બાળકથી લઈને વૃદ્ધ બધા ભેગા કરીછાયા મેહતા શકે છે અને એના ફાયદા પણ ઘણા બધા છે તયારે ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે ઉંમર પ્રમાણે યોગાસન લોકો માટે ફરી જાય છે. અને જો ફિટનેસ બાબતમાં લોકોની અવેરનેસ ની વાત કરીએ તો આજે લોકો ફિટનેસ કોન્શિયસ કઈ જગ્યા છે એ પછી યોગા ઝુમ્બા કે પછી જીમ જાવાનુ હોય.

ફિટનેસ માટે યોગા ઝુમ્બા કે જીમ કોઈપણ એક વસ્તુથી શરૂઆત કરવી જોઈએ: આકાંક્ષિત મણીયાર

02c 1

યોગા ઇન્સ્ટ્રક્ટર આકાંક્ષિત મણિયાર અબતક સાથેની વાતચીતમા જણાવે છે કે 21 જૂનના રોજ ઈન્ટરનેશનલ યોગા ડે એ અમારી માટે સેલિબ્રેશન કહી શકાય. આ દિવસને ધ્યાનમાં રાખીને અમારો પ્રયત્ન એ જ હોય કે યોગા ને અમે લોકો સુધી વધુ ને વધુ પહોંચાડીએ. કોઈપણ યોગા ઇન્સ્ટ્રક્ટર જ્યારે શીખવાડતા હોય છે ત્યારે તેમને શીખનાર ના સાયકોલોજી ની જાણ હોવી જોઈએ ત્યારે જ આગળ જતા યોગા લાભદાયી જોવા મળે અથવા એની આડઅસર પણ જોવા મળી શકે છે જો આ બધું ધ્યાન ન રાખીએ તો.

સાથે સાથે યોગા ઘણીવાર બોરિંગ પણ લાગતું હોય છે તો એની પાછળનું કારણ પણ શીખનારનું સાયકોલોજી સમજવા જરૂરી છે. ઝુમ્મર પ્રોફેશનલી શીખવાડવા માટે તમારી પાસે કોઈ ઇન્સ્ટિટ્યૂટ નુ સર્ટીફીકેટ હોવુંજરૂરી છે. વિશ્વ યોગા દિવસ નિમિત્તે લોકોને એક મેસેજ આપતા કહે છે કે ફિટનેસ માટે કોઈપણ એક વસ્તુ થી શરૂ કરવું જોઈએ કે પછી યોગા, ઝુંબા કે જીમ હોઈ!

યોગા “ઇનર પીસ” એટલે કે આંતરિક શાંતિ માટે છે: વિકી શાહ

01c

સૌરાષ્ટ્ર જીમ એસોસિયેશન ના પ્રેસિડેન્ટ અને ફિટનેસ – ગાઈવ ના માલિક વિકી શાહ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવે છે કે યોગા કરવા વાળો વર્ગ અલગ જ છે તેઓ મેન્ટલ પીસ અને ફ્લેક્સીબિલિટી માટે કરતા હોય છે. જ્યારે બોડિબિલ્ડિંગ ધરાવતા લોકો જીમ તરફ વળે છે.

જે લોકો યોગા અને જીમ બંને કરવા ઈચ્છતા હોય છે તેઓ સવારના સમયમાં યોગા અને સાંજના સમયમાં વર્કઆઉટ કરવાનું પસંદ કરે છે. યોગા યુરોપિયન ક્ધટ્રી માં પ્રસિદ્ધ છે ત્યારે આપણે ભારતીય લોકો જ થઈને મહત્વ આપવું જોઈએ અને 21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગા માટેની જાગૃતિ લોકો વચ્ચે વધે એવી અપેક્ષા રાખીએ છીએ અને એના માટેની કામગીરી પણ કરીએ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.