Abtak Media Google News
  • આદ્રા નક્ષત્રનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે
  • અબતકના આંગણે જૈન અગ્રણી મનોજભાઈ ડેલીવાળા અને કંકુ મહિલા મંડળના બહેનોએ
  • જૈન દર્શનના નિયમોનું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક કારણો અંગે કરી વિસ્તૃત ચર્ચા

રાજકોટ  અજરામર સંઘ સંચાલિત કંકુ મહિલા મંડળના બહેનોએ અબ તક ના આંગણે જૈન દર્શનના વિવિધ વિષય ઉપર ચિંતન મનન કર્યું હતું  જૈન અગ્રણી મનોજભાઈ ડેલીવાળા અને કંકુ મહિલા મંડળના બહેનોએ જૈન ધર્મના અહિંસા અને જૈન જીવનશૈલીના મર્મ સ્પર્શી મુદ્દાઓ પર આધ્યાત્મિકતાની સાથે સાથે વૈજ્ઞાનિક તથ્યો સાથે ચિંતન કર્યુંશ હતું. જૈન એક વિચારધારા છે જે દુનિયાના તમામ ધર્મ સંપ્રદાયના માનવીઓ માટે લાભ પરત અને પોતે કી બની શકે છે

કંકુ મહિલા મંડળના બહેનો દેવાંગીબેન ભરતભાઈ ખંધાર, રિયાબેન કેનીલભાઈ વખારીયા, પૂજાબેન” ટ્વિન્કલ બેન “પરીનભાઈ સંઘવીએ જૈન ધર્મ ના વિવિધ વિષયોએ ઊંડાણપૂર્વકની ચર્ચા કરી હતી

જૈન દર્શન માં અહિંસાને ખૂબ જ પ્રાધાન્ય અપાયું છે આગમના એક એક પાને જીવદયા અને અહિંસાનો મર્મ સમજાવ્યો છે

એક બે દિવસમાં જ  આદ્રા નક્ષત્ર નો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે જૈન દર્શનમાં આદ્રા ના પ્રારંભ બાદ કેરી ખવાતી નથી આ અંગે કંકુ મહિલા મંડળના બહેનોએ પ્રબુદ્ધ ચર્ચા કરી હતી

21 અને 22 જૂનથી સૂર્યનો આદ્રા નક્ષત્રમાં પ્રવેશ થાય છે ત્યારે જૈન કેરીનો ત્યાગ કરે છે આ અંગે દેવાંગીબેન ખંધારે જણાવ્યું હતું કે દરેક ખોરાકમાં એક્સપાયરી ડેટ હોય છે કુદરતી રીતે કેરી જાંબુ બ્લેકબેરી કરમદા સહિતના ફળોમાં આદ્રા ની જાણે કે એક્સપાયરી ડેટ હોય છે આદ્રા પછી આ ફળો ખાઈએ તો તેનો ટેસ્ટ બદલી ગયેલો હોય છે. આનું કારણ શું?… ખરેખર તો સૂર્ય જ્યારે આદ્રા નક્ષત્રમાં પ્રવેશે છે ત્યારે આ ફળોમાં નરી આંખે જોઇ ન શકાય તેવા સૂક્ષ્મ જીવો ઉત્પન્ન થાય છે. વિશ્વના તમામ ધર્મોમાં જૈન દર્શન અહિંસા પરમો ધર્મ માને છે એટલે જૈન દર્શન એવું માને છે કે આપણા શરીરના પોષણ માટે બીજા જીવોનો સહાર ન થવો જોઈએ.. આથી જ જીવદયા ના હિમાયતી જૈન સાથે જેનેતર સમાજ આદ્રા માં કેરી સહિતના ફળો નો ત્યાગ કરે છે

પ્રશ્ર્ન: જેનો આદ્રા માં માત્ર કેરીનો જ ત્યાગ કરે છે કે અન્ય ફળ પણ ભોજનમાં નથી લેતા

દેવાંગીબેન ખંધાર:, ના મનોજભાઈ આગ્રા નક્ષત્રમાં માત્ર કેરી જ નહીં જાંબુ કરમદા બ્લેકબેરી સહિત ફળોનો સ્વાદ બદલાઈ જાય છે તેમાં નાના નાના જીવો ની ઉત્પતિ શરૂ થઈ જાય છે એટલે આદ્રા ના આગમન પછી કેરી સહિતના ફળો જૈન ભોજનમાં લેતા નથી

પ્રશ્ર્ન જૈન આગમમાં નક્ષત્રનો કયા કયા ઉલ્લેખ છે ?અને કેટલા નક્ષત્રો આવે છે?

દેવાંગીબેન ખંધાર ;આગમમાં કુલ 28 નક્ષત્રો નો ઉલ્લેખ છે જેમાંનું એક આદ્રા નક્ષત્ર છે તેમાં પ્રવેશતા જ વરસાદી ઋતુનો પ્રારંભ થાય છે

જૈન આગમ એટલે સાધુની બાળપોથી જેવા આ ગ્રંથમાં આગમકારી ભગવંતે એક સુંદર વાક્ય આપ્યું છે” જગતના દરેક જીવોને જીવવું ગમે છે મરવું કોઈને ગમતું નથી” આદ્રા માં કેરીનો ત્યાગ કરવાથી આધ્યાત્મિક ની સાથે સાથે શારીરિક લાભ થાય, માત્ર જેનો જ નહીં પરંતુ જીવ દયા અને વિજ્ઞાન સમજવા વાળા જેનેતર લોકો પણ આદ્રા  આવતાકેરી સહિતના ફળો ખાતા નથી

સ્થાનકવાસી પરંપરા મુજબ 32 આગમમાં 11 અંગસૂત્ર 12 ઉપાંગસૂત્ર ચાર મૂળ સૂત્ર ચાર છેદ સૂત્રો અને 32 મો અવશ્ય સૂત્ર મૂર્તિપૂજક પરંપરામાં 45 આગમ હોય જેમાં વિજ્ઞાન અને આધ્યાત્મિક નું સમન્વય કરવામાં આવ્યું છે. આગમ એટલે આત્માનિગમ જૈન દર્શનમાં સંયમને ખૂબ મહત્વ અપાયું છે, દરેકનું એક લક્ષ્ય હોય શ્રાવક ના ત્રણ મનોરથ… ક્યારે હું આરંભ અને પરિગ્રહનું ત્યાગ કરું? ,ક્યારે  હું સંયમ અંગીકાર કરું? ક્યારે હું પંડિત સ્મરણને પ્રાપ્ત કરું? 2011માં રાજકોટમાં સ્વયંભૂ સંયમ મહોત્સવ યોજાઈ ગયો હતો સંઘવી પરિવારના ચારેય સભ્યોએ સામૂહિક ધોરણે સંયમ નો માર્ગ અત્યાર કર્યો હતો સંઘવી પરિવારના ટ્વિંકલ બેન એટલે કે પૂજાબેન સંઘવીએ જણાવ્યું હતું કે એ સામૂહિક સંયમ મહોત્સવ ઐતિહાસિક અને અદભુત ઘડી હતી ત્રણ ચાર દીક્ષા તો ઘણીવાર જોઈ હશે પરંતુ એક જ પરિવારના ચાર વ્યક્તિઓ સંયમના માર્ગે ચાલી નીકળે એ અદભુત ગણાય.   એ અવસર અજરામર પરિવારને મળ્યો ત્યારે નાનાથી લઈ મોટા સુધી તમામમાં આનંદ અને ઉમંગ હતો પૂજ્ય ભાવચંદ મુનિ; ભાસ્કર મુનિ નિર્મલ મુની જી ,નૈનાબેન મહાસતીજી ભદ્રતા મહાસતી જી સહિતના ગુરૂ ભગવાનને દીકરા માં 8/2/ 2011 માં આ વૈરાગી ગીરીશભાઈ ,દીપલબેન ઉર્મિલાબેન આશિષકુમારને દીક્ષાના પાઠ ભણાવ્યા હતા. આખો પરિવાર પિતા પત્ની પુત્ર અને પુત્રી એક સાથે સંયમ ના માર્ગે સિધાવ્યા હતા.

દેવાંગીબેન ખંધાર એ તે દિવસોમાં જ્યારે તેમના સસરા પ્રમુખ હતા ત્યારે નો અવસર વર્ણવતા જણાવ્યું હતું કે મનોજભાઈ રાજકોટ પરિવાર માટે અતિ પાવન એવા એ દિવસોમાં મારા ઘરનો માહોલ અલોકીક હતો નાના-મોટા તમામ ના હૃદય મનમાં દીક્ષા જ છવાયેલી હતી બધા પોતાના કામ છોડીને દીક્ષાની તૈયારીમાં વ્યસ્ત હતા

રાજકોટમાં 35 ઉપાશ્રય છે બધા ઉપાશ્રયોમાં સામાજિક ધાર્મિક અને જીવ દયાની પ્રવૃત્તિઓ થાય છે દેવાંગી બેને કંકુ મહિલા મંડળની પ્રવૃત્તિ અંગે જણાવ્યું હતું કે તમામ ધાર્મિક પ્રવૃત્તિમાં યુવક અને મહિલા મંડળ સતત પણે કાર્યરત રહે છે નિહારના સમયમાં જ્યારે સંત સતી જીવોને વિહાર કરાવવાનો હોય ત્યારે યુવક મંડળ સતત સાથે હોય છે નવકાર સી ઓડી સંઘ જમણ માં સૌ સાથે મળીને કામ કરે 8/2/2018માં લોખંડ ના મંડપ થી ગંભીર રીતે  ઘવાયા છતાં સંયમનો માર્ગ ન છોડનાર પૂજ્ય…આરાધ્ય વેધ સ્વામી વિશે દેવાંગી બેને જણાવ્યું હતું કે તેમના તેમના સંયમના પાઠના ના સંસ્કારના અજરઅમર પાઠશાળામાં નિર્માણ થયા હતા આજે તે સયમ સાધનાના સર્વોચ્ચ શિખરે છેકંકુ મહિલા મંડળ રાજકોટના તમામ 35 થી વધુ ધર્માલયમાં સેવા આપે છે અષાઢ સુદ પૂનમ થી કારતક સુદ પૂનમ સુધીના ચાતુ માસ ના પવિત્ર દિવસો ચાર મહિના જેનો માટે કલ્પ દિવસો માં જૈન સમાજ આત્માના પવિત્રતાની ખેતી કરે છે અને તેનું ફળ આખું વર્ષ તેના ફળ ભોગવે છે.

જૈન આગમમાં સંયમ જ્ઞાન દર્શન અને તપની વાત આવે સાધુ સંતો કલ્યાણકારી સંદેશો આપે શ્રાવક શ્રાવીકાઓ માટે મંગલ દિવસો હોય છે દેવાંગી બેને જણાવ્યું હતું કે અજરામરસંઘમાં સવારથી જ મંગલ પ્રાર્થના નો પ્રારંભ થઈ જાય છે ત્યારબાદ જીવવાણીના સહિતના કાર્યક્રમ નવકાર મહામંત્રના જાપ જેવી પ્રવૃત્તિ આખો દિવસ ચાલે છે રાજકોટમાં કંકુ મહિલા મંડળ જિનશાસનની પ્રવૃત્તિઓને ચાર ચાંદ લગાવે છે

આદ્રા એટલે “ભીનાશ”

સૂર્યનો જ્યારે આદરા પ્રવેશ થાય છે ત્યારે વરસાદી ઋતુ શરૂ થાય છે વાતાવરણમાં ભેજ શરૂ થઈ જાય છે જેના કારણે ફળોમાં સૂક્ષ્મ જીવોનું સર્જન થઈ જાય છે આ જીવો થી પેટ ખરાબ થાય છે અને વાયુના રોગ થવાની શક્યતા રહે છે એટલા માટે આદરા કેરી સહિતના ફળો ભોજનમાં લેવાતા નથી જૈન દર્શન ના આદેશમાં પણ સંપૂર્ણપણે વિજ્ઞાન સમાયેલું છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.